Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Shramik Basera: માત્ર પાંચ રૂપિયામાં મળશે ભાડાનું ઘર! જાણો શું છે યોજના...

હવે માત્ર પાંચ રૂપિયાના ભાડામાં મળશે મકાન સરકારે શરૂ કરી શ્રમિક બસેરા યોજના 6 વર્ષ સુધીના બાળકનું કોઈ ભાડું નહીં લેવાય Shramik Basera: અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારો અને રાજ્યોમાંથી કામ કરવા માટે લોકો આવીને રહે છે, પરંતુ તેમને રહેવા...
shramik basera  માત્ર પાંચ રૂપિયામાં મળશે ભાડાનું ઘર  જાણો શું છે યોજના
  1. હવે માત્ર પાંચ રૂપિયાના ભાડામાં મળશે મકાન
  2. સરકારે શરૂ કરી શ્રમિક બસેરા યોજના
  3. 6 વર્ષ સુધીના બાળકનું કોઈ ભાડું નહીં લેવાય

Shramik Basera: અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારો અને રાજ્યોમાંથી કામ કરવા માટે લોકો આવીને રહે છે, પરંતુ તેમને રહેવા માટે ઘણી અગવડતા ભોગવવી પડતી હોય છે. પરંતુ તેમની માટે હવે ખુશીના સમાચાર સામે આવ્યું છે. અમદાવાદમાં હવે પ્રતિદિન માત્ર પાંચ રૂપિયામાં બાંદકામના શ્રમિકો અને તેમના પરિવારોને આશ્રય આપવામાં આવે તેવી યોજના લોન્ચ કરવામાં આવી છે. જેથી આ લોકોને હવે રહેવામાં કોઈ અગવડતા પડશે નહીં.

Advertisement

આ પણ વાંચો: અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સ્પાઈસ જેટની ફ્લાઈટ લેટ થતા યાત્રીઓએ હોવાળો મચાવ્યો

મુખ્યમંત્રીના હસ્તે ‘શ્રમિક બસેરા’ યોજના લોન્ચ કરાઈ

વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદ સહિત ત્રણ મોટા શહેરમાં 15 હજાર શ્રમિકો માટે હંગામી આવાસની યોજનાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. હવે મુખ્યમંત્રીના હસ્તે ‘શ્રમિક બસેરા’ (Shramik Basera) યોજનાને લોન્ચ કરવામાં આવી છે. આ યોજના હેઠળ શ્રમિકોને પ્રતિદિન માત્ર પાંચ રૂપિયામાં રહેવા માટે આવાસમાં આશ્રય આપવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: RTO ની મનમાનીએ ખાનગી બસ સંચાલકોની પરેશાનીઓ વધારી! ટુર ઓપરેટરે કહ્યું...

Advertisement

3 લાખ શ્રમિકોને આવાસનો લાભ આપવામાં આવશે

નોંધનીય છે કે, ત્રણ વર્ષમાં આ યોજના થકી 3 લાખ શ્રમિકોને આવાસનો લાભ આપવામાં આવશે. તેમાં પણ ખુશીની વાત એ છે કે, છ વર્ષથી નાના બાળકોને વિનામૂલ્યે રાખવામાં આવશે. ‘શ્રમિક બસેરા’ (Shramik Basera) યોજનાને તારિખ 01/09/2023 ના ઠરાવથી સરકારની વહીવટી મંજુરી આપવામાં આવેલ છે.જેમાં શહેરમાં બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકોને પ્રતિદિનના માત્ર પાંચ રૂપિયામાં એક વ્યકિત દીઠ હંગામી આવાસ આપવામાં આવશે. જેથી શ્રમિકોને પોતાના પાયાની સુવિધા રોટી, કપડા ઓર મકાનમાંથી મકાન સસ્તા ભાડે રહેવા માટે મળી રહેશે.

આ પણ વાંચો: Rajkot: રાજકોટમાં ઓપરેશન લોટસ! કોંગ્રેસના હાથમાંથી જશે તાલુકા પંચાયત?

કુલ 17 જેટલી જગ્યા પર આ યોજનાનું ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી દ્વારા અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને વડોદરામાં કુલ 17 જેટલી જગ્યા પર આ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ આ સમગ્ર યોજનાના પારદર્શી વહીવટ માટે શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનુ પણ સાથેસાથે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જેથી જાહેર કરવામાં આવેલી આ સાઈટના માધ્યમથી શ્રમિકોને આવાસની ફાળવણી કરવામાં આવશે.

Tags :
Advertisement

.