Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફાયરસેફ્ટીના મુદ્દે હિંમતનગરની બેબી કેર હોસ્પિટલને નોટિસ

અહેવાલ - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા હિંમતનગર (Himmatnagar) સહિત સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડતી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને મળતી અપૂરતી સેવાઓ અને આકસ્મિક સંભવિત દુર્ઘટનાઓને નાથવા માટે સલામતીના ભાગરૂપે જરૂરી સંસાધનો ઉપલબ્ધ કરાવવા મુદ્દે...
ફાયરસેફ્ટીના મુદ્દે હિંમતનગરની બેબી કેર હોસ્પિટલને નોટિસ
Advertisement
અહેવાલ - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
હિંમતનગર (Himmatnagar) સહિત સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડતી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને મળતી અપૂરતી સેવાઓ અને આકસ્મિક સંભવિત દુર્ઘટનાઓને નાથવા માટે સલામતીના ભાગરૂપે જરૂરી સંસાધનો ઉપલબ્ધ કરાવવા મુદ્દે અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બને છે ત્યારે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી બીકેર હોસ્પિટલમાં પીએમ જેવાય યોજના હેઠળ ગેરીતી આચરનાર હોસ્પિટલને આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. હવે કાંકણોલ ગ્રામ પંચાયત દ્વારા હિંમતનગરના સહકારી જીન ચાર રસ્તા પાસે રત્નદીપ પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલી બેબી કેર હોસ્પિટલને હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે યોગ્ય વ્યવસ્થા નહીં કરવા બદલ બે દિવસમાં ફાયર સેફ્ટીના સાધનો અને પ્રમાણપત્ર રજુ કરવા તાકીદ કરી નોટિસ ફટકારવામાં આવી છે.
ફાયર સેફટી મામલે આયોજનનો અભાવ 
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની કાંકણોલ ગ્રામ પંચાયત દ્વારા હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે યોગ્ય વ્યવસ્થા નહીં કરવા બાબતે બેબી કેર હોસ્પિટલ ના ડોક્ટર પંચાલ રાજેશકુમાર પ્રતાપચંદ્રને આપવામાં આવેલી નોટિસમાં જણાવ્યા મુજબ બેબી કેર હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું બિલકુલ આયોજન કરવામાં આવેલ નથી.જો હોસ્પિટલમાં આગ જેવો કિસ્સો બને તો કેટલાક નાગરિકોના જીવ જઈ શકે તેવી શક્યતાઓને પગલે હોસ્પિટલ તરફથી કોઈ ધ્યાન આપવામાં આવેલ નથી, જેથી ભવિષ્યમાં આવો આગ અકસ્માત બને અને નાગરિકોને જાનહાનિ થાય તો તેને સંપૂર્ણ જવાબદારી તમારી ગણી શકાય તેમ છે. અને માનવ વધ જેવી કલમો સાથે તમારી સામે ફોજદારી કેસ બની શકે છે.
 બે દિવસમાં ફાયર સેફ્ટીના સાધનો અને પ્રમાણપત્ર રજુ કરવા તાકીદ
જેથી કાંકણોલ ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપી જણાવવામાં આવ્યું છે કે , કે હોસ્પિટલ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક કરતા વધારે રેસ્ટોરન્ટ / નાસ્તાના સ્ટોલ ચાલે છે. જેમાં ગેસના બોટલોનો મોટા પાયે ઉપયોગ થઈ રહેલ છે. ક્યારેક આ ગેસ બોટલમાં ફોલ્ટના કારણે બ્લાસ્ટ થાય તો આખા બિલ્ડિંગ નો આગમાં નુકસાન થઈ શકે તેમ છે. જેથી હોસ્પિટલ ના સંચાલક તરફથી ફાયર સેફ્ટીના કયા સાધનો વસાવવામાં આવ્યા છે. અને પૂરેપૂરી ફાયર સેફ્ટી નિયમો મુજબ કરવામાં આવેલ હોય તો ફાયર સેફ્ટી અંગે મેળવેલ પ્રમાણપત્ર નોટીસ મળે દિન – ૨ માં નકલ મોકલી આપવા જણાવવામાં આવ્યું છે
બે દિવસમાં પ્રમાણપત્ર રજુ નહી થાય તો આગળની કાર્યવાહી કરવા જિલ્લા ક્લેક્ટરને મોક્લાશે પત્ર
વધુમાં કાંકરોલ ગ્રામ પંચાયતે બેબી કેર હોસ્પિટલની પાઠવેલી નોટિસમાં જણાવ્યા મુજબ જો હોસ્પિટલ સંચાલકો દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ સાથે સલામતીના ધોરણે જરૂરી એવા ફાયર સેફટી સહિતના સંસાધનો બાબતે કરવામાં કસુરવાર ઠેરશે તો તાત્કાલિક અસરથી સદર હોસ્પિટલ ને આગળની કાર્યવાહી કરવા જિલ્લા ક્લેક્ટરને ભલામણ કરવાની ફરજ પડશે તેઓ જણાવવામાં આવ્યું છે.
Tags :
Advertisement

.

×