Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Heavy Rains in Gujarat: ગુજરાત માટે આગામી ત્રણ કલાક રહેશે ‘અતિ’ ભારે, નાવકાસ્ટની આગાહી

આગામી ત્રણ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવનાઓ પાટણ, ખેડા, આણંદ, વડોદરા અને અન્ય જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા Heavy Rains in Gujarat: ગુજરાતમાં છેલ્લા 36 કલાકથી તો ભારે વરસાદ થઈ રહ્યો છે. પરંતુ આગામી...
heavy rains in gujarat  ગુજરાત માટે આગામી ત્રણ કલાક રહેશે ‘અતિ’ ભારે  નાવકાસ્ટની આગાહી
  1. આગામી ત્રણ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી
  2. કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવનાઓ
  3. પાટણ, ખેડા, આણંદ, વડોદરા અને અન્ય જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા

Heavy Rains in Gujarat: ગુજરાતમાં છેલ્લા 36 કલાકથી તો ભારે વરસાદ થઈ રહ્યો છે. પરંતુ આગામી ત્રણ કલાક પણ ગુજરાત માટે ભારે રહેવાના છે. કારણ કે, આગામી ત્રણ કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rains)ની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આગામી 1 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે દ્વારા આવી આગાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: વરસાદથી Gujarat થયું જળબંબાકાર, રોડ અને રેલ સહિત હવાઈ માર્ગને પણ થઈ અસર

Advertisement

કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં થસે ભારેથી અતિભારે વરસાદ

વિગતે વાત કરવામાં આવે તો, હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rains) થવાનો છે. જો કે, આગાહી પ્રમાણે તો અત્યારે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે પરંતુ આ જિલ્લાઓમાં અત્યારે અતિભારે વરસાદની નાવકાસ્ટની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોની વિગતે વાત કરવામાં આવે તો, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જામનગર અને રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: AMC દ્વારા જાહેર જનતા માટે સુરક્ષાને લઈને જાહેરાત, ભારે વરસાદને પગલે શહેરવાસીઓને સાવચેત રહેવા સૂચન

Advertisement

આ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી

ભારે વરસાદની આગાહી સાથે સાથે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પાટણ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ,મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરત, નવસારી, દમણ, બનાસકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને દાદર અને નગર હવેલીમાં મધ્યમ વરસાદનો આઝમાણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Vadodara railway division: ભારે વરસાદને પગલે રેલ વ્યવસ્થા ખોરવાઈ; આટલી ટ્રેનો કરાઈ રદ્દ, જોઈ લ્યો આ યાદી

Tags :
Advertisement

.