Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: અગામી 7 દિવસ રાજ્યમાં મેઘાના ધામા, આવતીકાલે અમદાવાદમાં છે અતિ ભારે વરસાદની આગાહી

Gujarat: ગુજરાતમાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગે કહ્યું છે કે, રાજ્યમાં અગામી 7 દિવસ વરસાદની માહોલ રહેશે. આ સાથે સમગ્ર ગુજરાત (Gujarat)માં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ક્યાંક ભારે તો ક્યાંક...
02:49 PM Jul 27, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad very heavy rain forecast

Gujarat: ગુજરાતમાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગે કહ્યું છે કે, રાજ્યમાં અગામી 7 દિવસ વરસાદની માહોલ રહેશે. આ સાથે સમગ્ર ગુજરાત (Gujarat)માં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાત (Gujarat)માં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે અમદાવાદ (Ahmedabad)માં પણ અત્યારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આવતિકાલે વડોદરા અને છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો સાથે સાથે આવતીકાલે અમદાવાદ (Ahmedabad)માં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અત્યારે સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે અત્યારે ગુજરાત પર ઓફસૉર ટ્રફ અને શિયરઝોન સક્રિય થતાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે વડોદરા અને છોટા ઉદયપુરમાં થશે અત્યંત ભારે વરસાદ

અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટા ઉદયપુર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ. દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે વડોદરા અને છોટા ઉદયપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.

ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

નોંધનીય છે કે, નર્મદા, ભરૂચ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉલ્લેખનીય છે કે, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે, ભારે વરસાદને પગલે દરિયામાં જવું જોખમી સાબિત થઈ શકે છે. તેના માટે તંત્ર દ્વારા માછીમારોને દરિયા ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat: ભારે વરસાદને પગલે રાજ્યના 53 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા, જાણો શું છે સ્થિતિ...

આ પણ વાંચો: Gir Somnath: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના ડ્રોન કેમેરામાં કેદ થયા જમજીર ધોધના મનમોહક દ્રશ્યો

Tags :
Ahmedabad Heavy RainsAhmedabad very heavy rain forecastAhmedabad very heavy rainsGujarat Heavy rainsGujarati Newslatest Rain UpdateVimal Prajapati
Next Article