તમારો એક મત તમારા બાળકોનું ભવિષ્ય નક્કી કરશે: ગૃહમંત્રીશ્રી
ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Election 2022)પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયુ છે. ત્યારે હવે રાજકીય પક્ષો બીજા તબક્કાની બેઠકો કબ્જે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પાંચ ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બીજા તબક્કાનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે
ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Election 2022)પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયુ છે. ત્યારે હવે રાજકીય પક્ષો બીજા તબક્કાની બેઠકો કબ્જે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પાંચ ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બીજા તબક્કાનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે આજે ગૃહમંત્રીશ્રીના ત્રણ સભા અને એક રોડ -શો યોજવામાં આવ્યો હતો. ત્યારે ગૃહમંત્રીશ્રી અમિત શાહે (Amit Shah)મહેસાણાના નુગર ગામમાં 84 કડવા પાટીદાર સંકુલ ખાતે જનસભા સંબોધી. જેમા તેમણે ગુજરાતના વિકાસ મુદ્દે ફરી વિરોધીઓ પર વાર કર્યા. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસિયાઓએ જાતિ-જાતિ વચ્ચે લડાઈ કરાવી.
કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિત શાહે ચાંદખેડા જનસભા સંબોધી
કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિત શાહે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા અંતર્ગત ચાંદખેડા અમદાવાદમાં જનસભા સંબોધી હતી. અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે આ વિસ્તારની જનતા એ જ મને ચાર વાર ધારાસભ્ય બનાવ્યો અને તે વખતથી જ મોટેરા ચાંદખેડા અને ઝુંડાલમાં રોડ રસ્તા, ગટર, લાઈટ અને પીવાનું પાણીની સુવિધાઓ નિર્મિત થઈ. અમદાવાદ ગાંધીનગર જિલ્લો અને ગાંધીનગર શહેર એમ સમગ્ર વિસ્તાર શહેરી વિકાસની દ્રષ્ટિએ નમૂના રૂપ બન્યો છે કોંગ્રેસે અત્યાર સુધી તેના શાસનમાં જાતિ જાતિ વચ્ચે ઝેર રેડી તોફાનો જ કરાવ્યા અને વિકાસના નામે મીંડું કર્યું. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને તોફાનોથી મુક્ત શાંત, સલામત અને શહેરી તેમજ ગ્રામીણ વિકાસમાં સમગ્ર દેશમાં આદર્શરૂપ બનાવ્યું.
વડાપ્રધાનશ્રી મોદીજીએ વિકાસમાં ગુજરાતને નંબર એક બનાવ્યું:ગૃહમંત્રીશ્રી
કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજ દિન સુધી કોઈ તોફાની માથું ઊંચકી શક્યા નથી અને છેલ્લા 20 વર્ષમાં એક પણ વાર ભગવાન જગન્નાથની યાત્રા રોકવી ન પડે તે પ્રકારે આન, બાન અને શાન સાથે નીકળે છે.તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને દેશમાં પ્રથમ વખત 24 કલાક વીજળી આપતું રાજ્ય બનાવ્યું. કોંગ્રેસે તેના સમયમાં ગુજરાતને કોમી તોફાનમાં નંબર એક બનાવ્યું જ્યારે વડાપ્રધાનશ્રી મોદીજીએ વિકાસમાં ગુજરાતને નંબર એક બનાવ્યું.
ગૃહમંત્રીશ્રીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસ દરેક જગ્યાએ બોર્ડ લગાવે છે કે કોંગ્રેસના કામ બોલે છે પરંતુ છેલ્લા 32 વર્ષથી આ કોંગ્રેસ સત્તામાં જ નથી તો કયું કામ કોંગ્રેસનું બોલે છે. કોંગ્રેસ લાજવાને બદલે ગાજી રહ્યું છે. કોંગ્રેસના સમયમાં છાસવારે કૉમી તોફાનોને કારણે દસ વર્ષમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પર ચાર વાર પ્રતિબંધ આવ્યો હતો અને વારંવાર આ યાત્રા પર પથ્થર મારો પણ થતો હતો 1985 થી 1990 દરમિયાન 365 માંથી 250 દિવસ ગુજરાતમાં કર્ફ્યુ રહેતો હતો. તેઓ કહ્યું કે 1995 થી ભાજપાનું શાસન આવ્યા બાદ કોંગ્રેસે પાળેલી તોફાનોની આદત 2002માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંપૂર્ણપણે ભુલાવી દીધી.
તમારો એક મત તમારા બાળકોનું ભવિષ્ય નક્કી થશે: ગૃહમંત્રીશ્રી
મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે સભા સંબોધી. જેમા તેમણે જણાવ્યુ કે, તેમણે કહ્યુ કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ મુકાબલો છે. ગુજરાતીઓએ બંન્નેનું રાજ જોયુ છે. કોંગ્રેસનું શાસન કેવુ હતુ કે વિજાપુરવાસીઓ સારી રીતે જાણે છે. કોંગ્રેસ અમારુ કામ બોલે છે તેવો દાવો કરે છે પણ 30 વર્ષથી જે લોકો સત્તામાં જ નથી તે લોકો કામ કેવી રીતે કરી શકે ? જેથી તમારા એક મતથી તમારા બાળકનું ભવિષ્ય નક્કી થશે.
ભાજપે ગુજરાતમાં શાંતિ સ્થાપિત કરી :ગૃહમંત્રીશ્રી
ગૃહમંત્રીશ્રી અમિત શાહે કહ્યુ કે ગુજરાતમાં પહેલા છાસવારે રમખાણો થતા હતા. પણ ભાજપ સરકારે ગુજરાતમાં શાંતિ સ્થાપિત કરી. અમિત શાહે કહ્યુ કે કાશ્મીર આપણું છે છતા 70 વર્ષ સુધી કોંગ્રેસે 370ની કલમ સાચવી રાખી. પણ પીએમ મોદીએ એક જ ઝાટકે દુર કરી દીધી. પણ 370 કલમ દૂર થવાથી દેશના દુશ્મનોને તકલીફ થઇ.
સુખાજી ઠાકોરને વિજેતા બનાવવા કર્યુ આહ્વાન
મહેસાણામાં સભા સંબોધતા ગૃહમંત્રીશ્રી અમિત શાહે કહ્યું કે, મહેસાણા બેચરાજીની સીટ આપણા માટે ખૂબ મહત્વની છે. 5મી તારીખે આપ સૌ એ ચૂંટણી માટે મતદાન કરવાનું છે. હું અપીલ કરું છું ભારે બહુમતીથી સુખાજી ઠાકોરને વિજેતા બનાવો. તો વધુમાં કહ્યું કે, તમારા મતથી ગુજરાત અને દેશને સલામત બનાવશે. દેશમાં વિકાસ યાત્રાની શરૂઆત કરી છે. ગુજરાતની જેમ દેશને સલામત અને શાંત બનાવવાની કવાયત કરી છે. તેમણે કહ્યુ કે, ગુજરાતની ચૂંટણી નરેન્દ્ર ભાઈના હાથ મજબૂત કરવાની ચૂંટણી છે. આપનો મત નરેન્દ્રભાઇના હાથ મજબૂત કરશે.
આખું ગુજરાત દાયકાઓ સુધી તરસ્યું રહ્યું
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે મહેસાણાના નુગર ગામમાં જનસભા સંબોધી ગુજરાતના વિકાસ મુદ્દે ફરી વિરોધીઓ પર વાર કર્યા. અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસના શાસન દરમ્યાન મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત ડાર્ક ઝોનમાં હતું તેમ છતાં કોંગ્રેસને ગુજરાતની કોઇ ચિંતા જ નહોતી. કોંગ્રેસે નર્મદા યોજનાને પણ ખોરંભે ચઢાવી હતી. જેના કારણે આખું ગુજરાત દાયકાઓ સુધી તરસ્યું રહ્યું. પરંતુ આજે ભાજપના શાસનમાં નર્મદાના નીર ફક્ત મહેસાણા જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં થઇને રાજસ્થાનની તરસી ધરતી સુધી પહોંચે છે. ભાજપ સરકારે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ કરી. તેમણે કહ્યું કે ભાજપે બેચરાજીના વિકાસ માટે અનેક પગલાં ભર્યા છે. તો બેચરાજી મંદિરના વિકાસ માટે 1 હજાર કરોડનો ખર્ચ કરવાની કટિબદ્ધતા પણ ચૂંટણી ઢંઢેરામાં વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement