નર્મદા વિરોધીઓના ખભે હાથ મુકીને કેમ દોડો છો...PM MODIનો વેધક સવાલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)નો સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે સમાચાર મુજબ ધોરાજીમાં યોજાયેલી જાહેરસભામાં પીએમ મોદીએ નર્મદા વિરોધીઓની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કોંગ્રેસને પણ આડે હાથ લેતાં કહ્યું હતું કે જે બેને ગુજરાતમાં આંદોલન ચલાવતા હતા તેમના ખભે હાથ મુકીને કોંગ્રેસના એક નેતા પદયાત્રા કરી રહ્યા છે. તેમણà
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)નો સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે સમાચાર મુજબ ધોરાજીમાં યોજાયેલી જાહેરસભામાં પીએમ મોદીએ નર્મદા વિરોધીઓની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કોંગ્રેસને પણ આડે હાથ લેતાં કહ્યું હતું કે જે બેને ગુજરાતમાં આંદોલન ચલાવતા હતા તેમના ખભે હાથ મુકીને કોંગ્રેસના એક નેતા પદયાત્રા કરી રહ્યા છે. તેમણે કોંગ્રેસવાળા મત માગવા આવે ત્યારે આ સવાલ પુછજો તેમ પણ લોકોને જણાવ્યું હતું.
ધોરાજીમાં પીએમએ કાઢી આકરી ઝાટકણી
સોમનાથ વેરાવળમાં જાહેરસભાને સંબોધન કર્યા બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ધોરાજીમાં પહોંચ્યા હતા. અહીં યોજાયેલી જાહેરસભામાં વડાપ્રધાનશ્રી મોદીએ કોંગ્રેસ અને નર્મદા વિરોધીઓની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે નર્મદા માટે થઇને કેટલા બધા ડખા થયા હતા. પંડિત નહેરુંએ સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ કર્યો હતો અને આ નરેન્દ્ર મોદીએ આવીને તેનું ઉદ્ઘાટન કર્યું હતું. તમે વિચાર કરો કે કેટલો ટાઇમ બરબાદ થયો અને કેવા કેવા લોકો આ નર્મદાને આડે આવ્યા હતા.
ગુજરાતને બદનામ કર્યું
તેમણે કહ્યું કે તમે જોયું હશે કે ગઇ કાલે છાપામાં એક ફોટો છપાયો હતો. કોંગ્રેસ પાર્ટીના એક નેતા ક્યા મોંઢે તમારી પાસે વોટ માગવા આવે છે જરા પુછજો તમે..આ કોંગ્રેસવાળાને હું કહું તે સવાલ પુછશો તમે..આ નર્મદા અમારા કચ્છ કાઠીયાવાડ માટે પીવાના પાણી માટેની એક જ જગ્યા હતી. એ નર્મદાનું પાણી ત્રણ ત્રણ દાયકા સુધી રોકી રાક્યું કોર્ટ કચેરીઓમાં ઢસડી ગયા, પાણી ના પહોંચે તે માટેના બધા આંદોલનો કર્યા ..બદનામ કર્યું ગુજરાતને..
કોંગ્રેસના નેતા નર્મદા વિરોધીના ખભે હાથ મુકી દોડે છે
દુનિયાભરમાંથી ગુજરાતને કોઇ પૈસા ના આપે..વર્લ્ડ બેંક પૈસા ના આપે.. એ બેન જે આંદોલન ચલાવતા હતા ને એમના ખભે હાથ મુકીને ગઇ કાલે કોંગ્રેસના એક નેતા પદયાત્રા કરી રહ્યા હતા. જરા કોંગ્રેસવાળા વોટ માગવા આવે ત્યારે પુછજો કે આ નર્મદા વિરોધીઓના ખભે હાથ મુકીને તમે દોડો છો , આ નર્મદા ના હોત તો અમારા કચ્છ કાઠીયાવાડનું શું થયું હોત, એમના ખભે હાથ મુકીને તમે ક્યા મોંઢે વોટ લેવા આવ્યા છો. આ સવાલ જોરથી પુછજો. આ કોંગ્રેસવાળાઓને કે તમે લોકો નર્મદાને અટકાવનારા ખભે હાથ મુકીને પદયાત્રા કાઢો છો આવનારા દિવસોમાં તમે ગુજરાતને કેટલું બરબાદ કરવાના છો તેનું આ ઉદાહરણ છે.
રાહુલ મેધા પાટકરની તસવીર વાયરલ થઇ હતી
ઉલ્લેખનિય છે કે બે દિવસ અગાઉ મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સાથે મેધા પાટકરની તસવીર વાયરલ થઇ હતી. આ તસવીરમાં રાહુલ ગાંધી મેધા પાટકરના ખભે હાથ મુકીને ચાલી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું અને આ બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.