Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આવતીકાલે 93 બેઠકો પર 833 ઉમેદવારો માટે મતદાન, શહેરી મતદારો આળસ ખંખેરે તે માટેના પ્રયાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં આવતીકાલે 5 ડિસેમ્બરે સોમવારે બીજા તબક્કાનું મતદાન યોજાશે. મતદાન માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પહેલા તબક્કામાં થયેલા ઓછા મતદાન (Voting)થી ચૂંટણી પંચમાં ચિંતા વધારી છે અને શહેરી મતદારોને આળસ ખંખેરી આવતીકાલે મતદાન કરવા અપિલ કરી છે. 'ગુજરાત ફર્સ્ટ' પણ મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરે છે. 61 પક્ષના 833 ઉમેદવારો માટે મ
આવતીકાલે 93 બેઠકો પર 833 ઉમેદવારો માટે મતદાન  શહેરી મતદારો આળસ ખંખેરે તે માટેના પ્રયાસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં આવતીકાલે 5 ડિસેમ્બરે સોમવારે બીજા તબક્કાનું મતદાન યોજાશે. મતદાન માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પહેલા તબક્કામાં થયેલા ઓછા મતદાન (Voting)થી ચૂંટણી પંચમાં ચિંતા વધારી છે અને શહેરી મતદારોને આળસ ખંખેરી આવતીકાલે મતદાન કરવા અપિલ કરી છે. 'ગુજરાત ફર્સ્ટ' પણ મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરે છે. 
61 પક્ષના 833 ઉમેદવારો માટે મતદાન
આવતીકાલે સોમવારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન યોજાશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જીલ્લાની 93 બેઠકો પર સવારે 8 વાગ્યે મતદાન શરુ થશે. બીજા તબક્કામાં 93 બેઠક પર 61 પક્ષના 833 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે જેમાં 69 મહિલા અને 764 પુરુષ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. બીજા તબક્કામાં મતદાન માટે  કુલ 2,51,58,730 મતદારો નોંધાયા છે. આવતીકાલની ચૂંટણીમાં 5412 શતાયુ મતદારો મતદાન કરશે.  93 બેઠકો પર ઉભા કરાયેલા 26409 મતદાન મથકો પર તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. 
1.13 લાખ કર્મચારીઓ ફરજ બજાવશે
બીજા તબક્કામાં 93 મોડલ,દિવ્યાંગ અને ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો તૈયાર કરાયા છે જ્યારે 651 સખી,14 યુવા સંચાલિત મતદાન મથકો ઉભા કરાયા છે. 13,319 મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ કરાશે. મતદાન માટે 40,066 VVPAT,37432 બેલેટ યુનિટ અને 36,157 કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. બીજા તબક્કામાં 1.13 લાખ કર્મચારીઓ ફરજ બજાવશે. 
વધુ મતદાન કરવા અપીલ 
બીજી તરફ પ્રથમ તબક્કામાં ઓછું મતદાન નોંધાતા ECની ચિંતા વધી છે. ચૂંટણી પંચે શહેરી મતદારોને વધુ મતદાન કરવા માટે  અપીલ કરી છે. ECએ ઉદાસીનતા ખંખેરી ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરી છે કારણ કે  શહેરોની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ નોંધાયું છે. હિમાચલ અને ગુજરાતમાં પહેલા તબક્કાની ચૂંટણીમાં શિમલાથી સુરત સુધી શહેરી મતદારોમાં ઉદાસીનતા જોવા મળી છે જેથી ECએ બીજા તબક્કામાં વધુમાં વધુ મતદાન માટે અપીલ કરી છે.  'ગુજરાત ફર્સ્ટ'ની પણ તમામ મતદારો અચૂક મતદાન કરે તે માટે અપીલ કરે છે. 
 
વીઆઇપી મતદારો મતદાન કરશે
બીજા તબક્કાની ચૂંટણીમાં ઘણા વીઆઇપી મતદારો મતદાન કરશે જેમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે. વડાપ્રધાનશ્રી મોદી રવિવારે સાંજે અમદાવાદ આવશે અને તેઓ  આવતીકાલે  રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.