Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રચારના અંતિમ દિવસે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીનો ગાંધીધામમાં પ્રચાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election)ના પ્રથમ તબકકામાં પ્રચારના અંતિમ દિવસે આજે કચ્છ (Kutchh)ના ગાંધીધામ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ ભાજપના ઉમેદવાર માલતી  મહેશ્વરીના પ્રચારમાં બાઈક રેલીમાં જોડાયા હતા. આ તબક્કે તેમણે આપ અને કોંગ્રેસ પર પ્રહારો કરીને  ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મહિલા સશક્તિકરણ માટે કરાયેલા કામોનો ઉલ્લેખ કરીને નાગરિકોને ભાજપના પક્ષમાં ભારે મતદાન કરવાનà
પ્રચારના અંતિમ દિવસે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીનો ગાંધીધામમાં પ્રચાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election)ના પ્રથમ તબકકામાં પ્રચારના અંતિમ દિવસે આજે કચ્છ (Kutchh)ના ગાંધીધામ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ ભાજપના ઉમેદવાર માલતી  મહેશ્વરીના પ્રચારમાં બાઈક રેલીમાં જોડાયા હતા. આ તબક્કે તેમણે આપ અને કોંગ્રેસ પર પ્રહારો કરીને  ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મહિલા સશક્તિકરણ માટે કરાયેલા કામોનો ઉલ્લેખ કરીને નાગરિકોને ભાજપના પક્ષમાં ભારે મતદાન કરવાની અપીલ કરી હતી. 

ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલ્યું
સવારે દસ વાગ્યે શરૂ થનાર રેલીમાં બપોરે બાર વાગ્યે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની આવી પહોંચતા બાઈક રેલી શરૂ થઈ હતી. ખુલ્લી જીપમાં આગળ બાઈક સવાર કાર્યકર્તાઓ યુવાનોની પાછળ ખુલ્લી જીપમાંથી કેન્દ્રીય પ્રધાને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. ખાસ કરીને માર્ગો પર મહિલાઓએ પ્રધાન સ્મૃતિ ઈરાનીને હાથ હલાવીને નમસ્કાર કર્યા હતા. 
મહિલા કાર્યકરોએ વધાવ્યા
ગાંધીધામના ઝંડા ચોકથી કરીને  ગાંધી માર્કેટ, સુદરપુરી ચાર રસ્તા, આદિપુર રામ બાગ ચાર રસ્તા, કોલેજ રોજ અને ટાગોર રોડ થઈને બાઈક રેલી ગાંધીધામના ગુરૂકુળ વિસ્તારમાં આવેલા પંડિત દિનદયાલ ભવન ખાતે પુર્ણ થઈ હતી. મહિલા શકિત જિંદાબાદના નારા વચ્ચે સભા સ્થળે પહોંચેલા સ્મૃતિ ઈરાનીને મહિલાઓ કાર્યકર્તાઓએ વધાવી લીધા હતા. 
આપ અને કોંગ્રેસ પર પ્રહાર
પોતાના સંબોધનમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ભાજપના ચુંટણી ઢંઢેરાને આવરી લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. પ્રેસ માધ્યમો સાથે વાત કરતા તેમણે કહયું હતું કે આપના  ગુજરાતના નેતાઓ સ્વામીનારાયણ સંપ્રદાય માટે અપમાનજનક વિનેદન કર્યા છે જેથી લોકોમાં આક્રોશ છે. હુ અરવિંદ કેજરીવાલજીને કહેવા માંગું છે કે ચુંટણીઓ આવતી જતી રહેશે પણ હિન્દુ ધર્મ સંપ્રદાય સામેના આવા નિવેદન ન કરે  ચુંટણીઓમાં ધર્મની રાજનીતી યોગ્ય નથી. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.