Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવિયા'બિઝનેસ રિફોર્મર ઓફ ધ યર'ના એવોર્ડથી સમ્માનિત

કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાને ઇકોનોમિક્સ ટાઇમ્સ દ્વારા બીઝનેસ રીફોર્મર ઓફ ધ યર” એવોર્ડ એનાયત કરાયો છે. કોવિડના કપરા કાળમાં ભારતની અર્થવ્યવસ્થા ડગમગી હતી. ભારતીય અર્થવ્યવસ્થાના પાયા મજબૂત બન્યા અને સક્ષમ થયો આર્થિક વ્યવહાર. આ સફળ બદલાવ જેમની નિર્ણયશક્તિ અને દ્રઢ મનોબળ થકી શક્ય બન્યો એવા આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાને ઈકોનોમિક્સ ટાઈમ્સ દ્વારા “બà«
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવિયા બિઝનેસ રિફોર્મર ઓફ ધ યર ના એવોર્ડથી સમ્માનિત
કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાને ઇકોનોમિક્સ ટાઇમ્સ દ્વારા બીઝનેસ રીફોર્મર ઓફ ધ યર” એવોર્ડ એનાયત કરાયો છે. કોવિડના કપરા કાળમાં ભારતની અર્થવ્યવસ્થા ડગમગી હતી. ભારતીય અર્થવ્યવસ્થાના પાયા મજબૂત બન્યા અને સક્ષમ થયો આર્થિક વ્યવહાર. આ સફળ બદલાવ જેમની નિર્ણયશક્તિ અને દ્રઢ મનોબળ થકી શક્ય બન્યો એવા આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાને ઈકોનોમિક્સ ટાઈમ્સ દ્વારા “બીઝનેસ રીફોર્મર ઓફ ધ યર” એવોર્ડ એનાયત કરાયો છે. 

ગ્રીન એમપી તરીકે જાણીતા છે
મનસુખભાઇ માંડવિયા ગ્રીન એમપી તરીકે જાણીતા છે.. તેઓ સાયકલ લઇને પાર્લામેન્ટ જવાને લઇને પણ લોકોમાં ખાસ્સી પ્રશંસા પામ્યા હતા..કોવિડના કપરાકાળમાં તેઓ સ્વાસ્થ્યમંત્રી બન્યા, અને તેમના કાર્યકાળમાં વિશ્વનું સૌથી મોટુ વેક્સિનેશન ભારતમાં થયું. 220 કરોડ વેક્સિનના ડોઝ લેવાયા એ પણ ખુબજ ટુંકાગાળામાં.. તેમના કાર્યકાળમાંજ ભારતે ઓમિક્રોન વાયરસને પણ મ્હાત આપી. મનસુખભાઇ માંડવિયાના કાર્યકાળમાં જ ભારતે 96 દેશોમાં વેક્સિન પહોંચાડી અને વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનો પરિચય આપ્યો.. 
પ્રથમ વખત આ રીતે ચર્ચામાં આવ્યા હતા માંડવિયા 
માંડવિયા તેમના પાલીતાણા મતવિસ્તારમાં ભાજપના ધારાસભ્ય (2002-2007) તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન બે પદયાત્રાઓને કારણે ગુજરાતમાં પ્રથમ વખત પ્રસિદ્ધિ પામ્યા હતા. 2002માં ગુજરાત વિધાનસભામાં સૌથી યુવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ, માંડવીયાએ 2004માં પાલિતાણાના 45 ગામોમાં કન્યા કેળવણી અંગે જાગૃતિ લાવવા માટે 123 કિલોમીટરની કન્યા કેળવણી જ્યોત પદયાત્રાનું નેતૃત્વ કર્યું હતું. તેમણે 2006માં તેમના મતવિસ્તારમાં આ જ રીતે ડ્રગ્સના દુરુપયોગ સામે આવી જ પદયાત્રા કરી હતી. 2019 માં, કેન્દ્રીય મંત્રી તરીકે, તેમણે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે બીજી પદયાત્રાનું નેતૃત્વ કર્યું, જેમાં તેમના ગૃહ ભાવનગર જિલ્લાના 150 ગામોને આવરી લેવામાં આવ્યા.

40 વર્ષની ઉંમરે રાજ્યસભાના સભ્ય બન્યા હતા 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા, માંડવિયા 40 વર્ષની ઉંમરે રાજ્યસભાના સભ્ય બન્યા. તેમણે 2015 માં સંયુક્ત રાષ્ટ્રસંઘના કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં તેમણે ટકાઉ વિકાસ પર ભાષણ આપ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.