ઓટો રિક્ષામાં રેકી કરી વાહનોની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા, આઠ ચોરીના ભેદ ઉકેલાયા
ઓટો રિક્ષામાં રેકી કરી વાહનોની ચોરી કરતા બે શખ્સો સહિત ત્રણ આરોપીઓની સુરતની ગોડાદરા પોલીસે ધરપકડ કરી વાહન ચોરીના આઠ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢયો છે.ઝડપાયેલા ત્રણ પૈકીનો એક આરોપી ઓટો ગેરેજ ચલાવે છે.જે ચોરીના વાહનો સસ્તામાં ખરીદી કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.ઓટો રિક્ષામાં પહેલા રેકી કરીને બાદમાં ગુનાને અંજામ સુરત શહેરના પોલીસ ચોપડે પ્રતિદિવસ વાહન ચોરીની ફરિયાદà
ઓટો રિક્ષામાં રેકી કરી વાહનોની ચોરી કરતા બે શખ્સો સહિત ત્રણ આરોપીઓની સુરતની ગોડાદરા પોલીસે ધરપકડ કરી વાહન ચોરીના આઠ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢયો છે.ઝડપાયેલા ત્રણ પૈકીનો એક આરોપી ઓટો ગેરેજ ચલાવે છે.જે ચોરીના વાહનો સસ્તામાં ખરીદી કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ઓટો રિક્ષામાં પહેલા રેકી કરીને બાદમાં ગુનાને અંજામ
સુરત શહેરના પોલીસ ચોપડે પ્રતિદિવસ વાહન ચોરીની ફરિયાદો નોંધાઇ છે.જે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા સ્થાનિક પોલીસ ની સાથે શહેરની મુખ્ય બ્રાન્ચે પણ ભારે કમરકસી છે.આ વચ્ચે સુરતની ગોડાદરા પોલીસે એવા વાહન ચોરોને ઝડપી પાડ્યા છે,જે માત્ર ઓટો રિક્ષામાં પહેલા રેકી કરતા અને ત્યારબાદ વાહન ચોરીના ગુનાને અંજામ આપતા હતા.
પેટ્રોલિંગ દરમ્યાન ઝડપાયો પહેલો આરોપી
પોલીસના જણાવ્યાનુસાર ગોડાદરા પોલીસનો સ્ટાફ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.જે દરમ્યાન વગર નંબર પ્લેટની મોપેડ સાથે સારસ્વત પાંડે નામના શખ્સની અટકાયત કરી પુછપરછ કરી હતી.જે મોપેડ ચોરીની હોવાની કબૂલાત આરોપીએ કરી હતી.જે વાહન ચોરીમાં તેનો અન્ય સાગરીત રાજા નાયકનું નામ ખુલતા તેની પણ.પોલીસે ધરપકડ કરી હતી.
ચોરીના આઠ વાહનો કબ્જે કરવામાં આવ્યા
ચોરીના વાહનો આરોપીઓ ઓટો ગેરેજ ચલાવતા કિશન પાલ નામના શખ્સને નજીવામાં ભાવમાં વેચી મારતા હતા.જેથી ઓટો ગેરેજ ચલાવતા કિશન પાલની ધરપકડ કરી ચોરીના આઠ વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા.આરોપીઓની પુછપરછમાં લીંબાયત,ગોડાદરા અને પુણા પોલીસ મથકે નોંધાયેલા વાહન ચોરીના કુલ આઠ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.આરોપી સારસ્વત પાંડે અને રાજા નાયક ઓટો રિક્ષામાં વાહન ચોરી કરવા રેકી કરતા હતા.
વાહનોની ચોરી કરી નજીવા દરે વેચી દેતો
રેકી કર્યા બાદ વાહનોની ચોરી કરી નજીવા દરે ઓટો ગેરેજ ચલાવતા કિશન પાલને વેચી રોકડી કરી લેતા હોવાનું બહાર આવ્યું છે.ઉપરાંત ઓટો.ગેરેજ ચલાવતો કિશન પાલ અગાઉ પણ વાહન ચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો છે.જ્યારે ઝડપાયેલા બંને આરોપીઓએ અન્ય કોઈ વાહન ચોરીના ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ ગોડાદરા પોલીસે હાથ ધરી છે..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement