Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝુલતા પુલ ઉપર ફરવા ગયેલા બે મિત્રો 18 કલાકથી લાપતા

મોરબી (Morbi)ના ઝુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં હજુ કેટલાક લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે.જેમાં ફર્નિચરનું કામ કરતા બે મિત્રો ગઈકાલે ઝુલતા પુલ  પર ફરવા ગયા બાદ બંનેનો વીતેલા 18 કલાકથી કોઇ પતો મળ્યો નથી. બંનેનું  બાઈક મળ્યું છે. બંને યુવકનો પરિવાર ભારે શોધખોળ કરી રહ્યો છે. બંને મિત્રો રવિવારે સાંજે ઝુલતા પુલ પર ગયા હતામોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા પ્રદીપ નિસાદ અને તેનો મિત
ઝુલતા પુલ ઉપર ફરવા ગયેલા બે મિત્રો 18 કલાકથી લાપતા
મોરબી (Morbi)ના ઝુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં હજુ કેટલાક લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે.જેમાં ફર્નિચરનું કામ કરતા બે મિત્રો ગઈકાલે ઝુલતા પુલ  પર ફરવા ગયા બાદ બંનેનો વીતેલા 18 કલાકથી કોઇ પતો મળ્યો નથી. બંનેનું  બાઈક મળ્યું છે. બંને યુવકનો પરિવાર ભારે શોધખોળ કરી રહ્યો છે. 

બંને મિત્રો રવિવારે સાંજે ઝુલતા પુલ પર ગયા હતા
મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા પ્રદીપ નિસાદ અને તેનો મિત્ર જીતેન્દ્ર ગુપ્તા (રહે યમુના નગર, નવલખી રોડવાળા) ફર્નિચરનું કામ કરે છે. બંને યુવક ગઈકાલે રવિવારે  બાઈક લઈને ઝુલતા પુલ પર ગયા હતા.  રવિવારે સાંજે 6.30 વાગે ઝુલતો પુલ અચાનક ધડાકા સાથે તૂટી પડ્યો હતો. 
18 કલાકથી બંનેનો પતો નથી
આ ઘટના બાદ બંને યુવકનો કોઇ પતો નથી. બંને મિત્રોની 18 કલાક વીતવા છતાં કોઈ ભાળ મળી નથી. બંને યુવકના પરિવારજનો શોધખોળ કરી રહ્યા છે પણ કોઇ પતો ના મળતાં બંનેના સ્વજનો ચિંતામાં મુકાયા છે. 
Advertisement
Tags :
Advertisement

.