Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એનીમિયામુક્ત ભારત અભિયાન અંતર્ગત તાલીમ આપવામાં આવી

જિલ્‍લા પંચાયત રાજકોટ ખાતે ન્યુટ્રીશન ઇન્ટરનેશનલ ટીમ દ્વારા એનીમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીશ્રીઓને સપ્લાય ચેઇન મેનેજમેંટની તાલીમ આપવામાં આવી હતી. જેમાં જિલ્લાના તમામ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ,તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરના ફાર્માસિસ્ટ તથા તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ સામેલ થયા હતા. IFA Red ટેબલેà
એનીમિયામુક્ત ભારત અભિયાન અંતર્ગત તાલીમ આપવામાં આવી
જિલ્‍લા પંચાયત રાજકોટ ખાતે ન્યુટ્રીશન ઇન્ટરનેશનલ ટીમ દ્વારા એનીમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીશ્રીઓને સપ્લાય ચેઇન મેનેજમેંટની તાલીમ આપવામાં આવી હતી. જેમાં જિલ્લાના તમામ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ,તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરના ફાર્માસિસ્ટ તથા તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ સામેલ થયા હતા. 

IFA Red ટેબલેટ સગર્ભા અને ધાત્રી માતાને આપવા આવે છે
તાલીમમાં એનીમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત એક પણ જરૂરિયાતમંદ લાભાર્થી IFA (આયર્ન ફોલિક એસિડ) ટેબલેટથી વંચિત ન રહે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. IFA (આયર્ન ફોલિક એસિડ) ટેબલેટ એ જુદી જુદી કેટેગરી પ્રમાણે જુદા જુદા ડોઝમાં કલર કોડ પ્રમાણે આપવામાં આવે છે. જેમાં (૧) ૬ માસ થી ૫૯ માસના બાળકો, (૨) ૫ થી ૯વર્ષના બાળકો, (૩)૧૦ થી ૧૯વર્ષના બાળકો, (૪) સગર્ભા અને ધાત્રી માતા (૫) વલ્નરેબલ ગ્રુપને IFA ટેબલેટ આપવામાં આવે છે. IFA Red ટેબલેટ સગર્ભા અને ધાત્રી માતાને આપવા આવે છે.

તાલીમ કર્મચારીઓઓને આપવામાં આવી હતી.
IFA Blue ટેબલેટ સ્કૂલે જતાં તરૂણ બાળકોને આપવામાં આવે છે.IFA Pink ટેબલેટ 5 થી 9 વર્ષના શાળાએ જતા અને શાળાએ ન જતા બાળકોને આપવામાં આવે છે. જ્યારે IFA Syrup એ 6 થી 59 મહિનાના બાળકોને આપવામાં આવે છે. જુદી જુદી કેટેગરી પ્રમાણેની IFA ટેબલેટની ગણતરી અને સપ્લાયની વ્યવસ્થા કઈ રીતે કરવી તેની તાલીમ કર્મચારીઓઓને આપવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.