Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આવતીકાલના મતગણતરીના દિવસને લઇને પંચમહાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, તમામ આવશ્યક સુવિધાઓ ઉભી કરાઇ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બંને ચરણોનું મતદાન પૂર્ણ થયુ છે. હવે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકોની મતગણતરી એન્જીનીયર કોલેજ ખાતે કરવામાં આવશે. જેને લઈ ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, એન્જીયરિંગ કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા એજન્સી દ્વારા જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જેમાં પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ પર ખાસ ધ્
આવતીકાલના મતગણતરીના દિવસને લઇને પંચમહાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત  તમામ આવશ્યક સુવિધાઓ ઉભી કરાઇ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બંને ચરણોનું મતદાન પૂર્ણ થયુ છે. હવે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકોની મતગણતરી એન્જીનીયર કોલેજ ખાતે કરવામાં આવશે. જેને લઈ ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, એન્જીયરિંગ કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા એજન્સી દ્વારા જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જેમાં પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો માટે મતગણતરી આવતી કાલે સવારે 8 વાગ્યાથી શરૂ થશે. આ મતગણતરીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના નિયમ મુજબ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમજ અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આયો છે જેમાં સીઆઈએસએફ ની 3 કંપની, એસઆરપી ની એક ટુકડી  તેમજ  1 એસપી, 3 ડીવાયએસપી, 10 પીઆઇ, 35 પીએસઆઇ અને 325 પોલીસ કર્મી અને હોમગાર્ડ ને સુરક્ષા બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે. 
પંચમહાલ જિલ્લામાં કુલ ૧૫૧૦ મતદાન બુથોમાં ૬૮.૪૩ ટકા મતદાન નોંધાયું છે, જેમાં શહેરા મતવિસ્તાર માટેના ૨૯૩ બુથોની ૨૧ રાઉન્ડમાં મતગણતરી થશે, મોરવા હડફ મતવિસ્તાર માટે ૨૫૫ બુથોની ૧૯ રાઉન્ડમાં મતગણતરી થશે, ગોધરા મતવિસ્તાર માટે ૨૯૯ બુથોની ૨૨ રાઉન્ડમાં મતગણતરી થશે, કાલોલ મતવિસ્તાર માટે ૩૧૬ બુથોની ૨૩ રાઉન્ડમાં મતગણતરી  થશે અને હાલોલ મતવિસ્તાર માટે ૩૪૭ બુથોની ૨૫ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. દરેક વિધાનસભા વાઈઝ ૧૫-૧૫  ટેબલ પર મત ગણતરી હાથ ધરાશે, જેમાં ૧-૧ ટેબલ પર પોસ્ટલ બેલેટ મત ગણતરી હાથ ધરવામાં આવશે.આ સાથે મતગણતરીમાં અંદાજિત ૪૫૦ થી ૫૦૦ કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે. જ્યારે આવશ્યક સેવાઓ માટે અંદાજિત ૨૦૦ થી ૩૦૦ કર્મચારીઓ ફરજ બજાવશે.આ સાથે પરિણામ બતાવવાની વ્યવસ્થા માટે મીડિયા સેન્ટર, કંટ્રોલ રૂમમાંથી એનાઉન્સર, સ્પીકર સહિતની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.