Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રહ્યા એ કારણો જેણે ભાજપને ગુજરાતમાં અપાવી ઐતિહાસિક જીત

ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી છે.એકઝિટ પોલના અનુમાનો કરતા પણ વધુ બેઠક જીતીને  ભાજપે એક વાત સાબીત કરી દીધી છે કે ગુજરાતની જનતાના દિલમાં ફક્ત ભાજપ છે અને બીજી કોઇ જ પાર્ટીને કોઇ સ્થાન નથી. ભાજપની આ જીત ઐતિહાસિક એટલા માટે છે કારણ કે ગુજરાતમાં અત્યાર સુધીની ચૂંટણીઓમાં જો કોઇ પાર્ટીએ સૌથી મોટી જીત મેળવી હોય તો તે કોંગ્રેસ પાર્ટી હતી. જેણે 1985ની ચૂંટણીમાં 149 બેઠકો જીતી હતી. પરંતુ ભ
આ રહ્યા એ કારણો જેણે ભાજપને ગુજરાતમાં અપાવી ઐતિહાસિક જીત
ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી છે.એકઝિટ પોલના અનુમાનો કરતા પણ વધુ બેઠક જીતીને  ભાજપે એક વાત સાબીત કરી દીધી છે કે ગુજરાતની જનતાના દિલમાં ફક્ત ભાજપ છે અને બીજી કોઇ જ પાર્ટીને કોઇ સ્થાન નથી. ભાજપની આ જીત ઐતિહાસિક એટલા માટે છે કારણ કે ગુજરાતમાં અત્યાર સુધીની ચૂંટણીઓમાં જો કોઇ પાર્ટીએ સૌથી મોટી જીત મેળવી હોય તો તે કોંગ્રેસ પાર્ટી હતી. જેણે 1985ની ચૂંટણીમાં 149 બેઠકો જીતી હતી. પરંતુ ભાજપે આ રેકોર્ડને પણ ધ્વસ્ત કરી દીધો છે. ચાલો જાણીએ ભાજપની જીતના કારણોને.
મોદી મેઝિક 
ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતનો શ્રેય જો સૌથી વધુ કોઇને જતો હોય તો તે છે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી નરેન્દ્રભાઇ દેશની જનતાના દિલમાં તો વસે જ છે. પરંતુ ગુજરાતની જનતાનો નરેન્દ્રભાઇ માટેનો પ્રેમ સૌથી અલગ અને સૌથી વિશેષ છે..આ નરેન્દ્રભાઇ માટેનો પ્રેમ જ છે કે ગુજરાતની જનતામાં એવા સ્લોગન ફરતા થયા હતા કે દોઢસો રૂપિયે લિટર પેટ્રોલ ખરીદીશું પરંતુ મત તો ભાજપને જ આપીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અનેક સભાઓ સંબોધી.એટલુંજ નહીં અત્યાર સુધીનો સૌથી મોટો રોડ શો કર્યો. જેમાં જનતાનો તેમના પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો.  આના પરથી એ વાત સાબીત થાય છે કે મોદી મેજીક જરાય ઓછુ નથી થયું. વિપક્ષો ગમે તે કહે પરંતુ જનતાને વડાપ્રધાન મોદી પર પુરો ભરોસો છે. 
વિકાસનો મુદ્દો 
ભાજપે શરૂઆતથી અંત સુધી વિકાસનો મુદ્દો જનતા સમક્ષ મુક્યો, અને લોકો ભાજપના વિકાસના દાવા સાથે પૂરેપૂરા સંમત જોવા મળ્યા. ભાજપના 27 વર્ષના શાસનમાં ગુજરાતમાં વિકાસના ખુબ કામો થયા હોવાની વાત જનતાએ સ્વીકારી અને ભાજપને ખોબે-ખોબે મત આપ્યા 
સંગઠનની શક્તિ 
વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સતત પડછાયો બનીને તેમની સાથે રહેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ ગુજરાતમાં ભાજપની જીત માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. અને એક પછી એક રેલીઓને સંબોધીને ભાજપના વિકાસના કામોને જનતા સમક્ષ મુક્યા હતા. સંગઠનને મજબુત બનાવવામાં શ્રીઅમિતભાઇએ જે પરસેવો પાડ્યો છે તે અદ્વિતિય છે.તેમણે સરકારની યોજનાઓ કાર્યકરોના માધ્યમથી ઘરે-ઘરે પહોંચાડી. એટલું જ નહીં કાર્યકરોમાં ઉત્સાહ જળવાઇ રહે તેની પણ સંપૂર્ણ તકેદારી રાખી.
  
કોંગ્રેસના પ્રહારો બન્યા ભાજપના હથિયાર 
 
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલિલ્કાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના રાવણ સાથે કરી હતી.  જ્યારે-જ્યારે વડાપ્રધાનને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા અપશબ્દો કહેવામાં આવ્યા છે ત્યારે તેનું નુકસાન કોંગ્રેસને જ ભોગવવું પડ્યું છે. પછી તે મોતના સોદાગર શબ્દ હોય કે પછી નીચ શબ્દ હોય. આ વખતે પણ એવું જ થયું. વડાપ્રધાનનની તુલના રાવણ સાથે થઇ તો ભાજપે આ મુદ્દાને તરત જ આચંકી લીધો. તાત્કાલીક પ્રેસ કોન્ફરન્સ થઇ જેમાં ભાજપે કોંગ્રેસને આડાહાથે લઇ ભૂતકાળમાં વડાપ્રધાનશ્રી સામે બોલાયેલા તમામ શબ્દોની જનતાને યાદ અપાવી.તો બાદમાં ભાજપના રાજનાથ સિંહ સહિતના ટોચના નેતાઓએ મોરચો સંભાળી રાવણ શબ્દને લઇને કોંગ્રેસને ઘેરી હતી.
 
વિશ્વમાં ભાજપે બનાવેલી ગુજરાતની મજબૂત છબીની અસર 
 
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે રીતે વિશ્વમાં ગુજરાતની એક આગવી છબી ઉભી કરી છે. તેની અસર પણ ગુજરાત ઇલેક્શનના પરિણામોમાં જોવા મળી. જાહેર જનતા સમક્ષ જ્યારે જ્યારે ઇલેક્શન સાથે જોડાયેલા સવાલ થયા ત્યારે સૌ કોઇએ એક સૂરે કહ્યું હતું કે નરેન્દ્રભાઇએ વિશ્વમાં ગુજરાતને નામ અને ગૌરવ અપાવ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી થકી વડાપ્રધાન ગુજરાતને  દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાની ભેટ તો પેહેલેથીજ આપી ચૂક્યા  હતા, પરંતુ તાજેતરના વર્ષોની વાત કરીએ તો અમદાવાદને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ભેટ આપીને ફરીએકવાર વડાપ્રધાને ગુજરાતનું નામ વિશ્વફલક પર ગુંજતું કર્યું .ગુજરાતના રાજકોટમાં એઇમ્સની ભેટ પણ વડાપ્રધાને આપી છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.