Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોરાજી બેઠક પર કડવા-લેઉઆ વચ્ચે જામશે જંગ, જાણો લલિત વસોયાને હરાવવા મેદાને કોણ ?

ગુજરાત વિધાનસભાની ગત 2017ની ચૂંટણીમાં ધોરાજી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ જીત મેળવી હતી.આ વખતે ધોરાજી બેઠક કબ્જે કરવા ભાજપે મહેન્દ્ર પાડલિયા પર પસંદગી ઉતારી છે... મહેન્દ્ર પાડલિયા ઉપલેટાના મોટી પાનેલી ગામના વતની છે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે તેઓ સેવા આપી ચૂક્યા છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ કામગીરી કરેલી છે. હાલમાં તેઓ ગુજરાત પ્રદેશ શિક્ષક
ધોરાજી બેઠક પર કડવા લેઉઆ વચ્ચે જામશે જંગ  જાણો લલિત વસોયાને હરાવવા મેદાને કોણ
ગુજરાત વિધાનસભાની ગત 2017ની ચૂંટણીમાં ધોરાજી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ જીત મેળવી હતી.આ વખતે ધોરાજી બેઠક કબ્જે કરવા ભાજપે મહેન્દ્ર પાડલિયા પર પસંદગી ઉતારી છે... મહેન્દ્ર પાડલિયા ઉપલેટાના મોટી પાનેલી ગામના વતની છે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે તેઓ સેવા આપી ચૂક્યા છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ કામગીરી કરેલી છે. હાલમાં તેઓ ગુજરાત પ્રદેશ શિક્ષક સેલના પ્રમુખપદે કાર્યરત છે. તેઓ કડવા પાટીદાર સમુદાયમાંથી આવે છે. જ્યારે લલિત વસોયા લેઉઆ પાટીદાર સમુદાયમાંથી આવે છે. આમ ધોરાજી બેઠક પર આ વખતે કડવા અને લેઉઆ પાટીદાર વચ્ચે જંગ જામશે
લાંબી રાજકીય ઇનિંગ ધરાવે છે લલિત વસોયા 
કોંગ્રેસનું મોટું માથું ગણાતા લલિત વસોયાનો જન્મ રાજકોટના ધોરાજી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ જસમતભાઈ વસોયા છે. રાજકીય કારકિર્દી ઉપરાંત તેઓ પોતે એક ખેડૂત પણ છે. જણાવી દઈએ કે તેમનો પરિવાર વારસાગત રીતે ખેતી સાથે જોડાયેલો છે. લલિત વસોયાના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વર્ષ 1983માં એસવાયબીકોમનો અભ્યાસ કર્યો છે. આ સાથે જ તેમની રાજકીય ઈનિંગ પણ ખૂબ લાંબી રહી છે.

લલિત વસોયાએ ભાજપના ઉમેદવાર હરિભાઇને હરાવ્યા હતા 
વર્ષ 2017માં કોંગ્રેસના લલિત વસોયા ખૂબ મોટા અંતરથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલને ચૂંટણી હરાવવામાં સફળ રહ્યા હતા. લલિત વસોયા ધારાસભ્ય બન્યા બાદ તેઓ પક્ષપલટો કરશે તેવા અહેવાલોને લઈને પાછલાં પાંચ વર્ષ દરમિયાન સતત ચર્ચામાં જોવા મળ્યા.ધોરાજી વિધાનસભા બેઠક પર કુલ 2,68,676 મતદારો છે.આ બેઠક પર લેઉવા પટેલ, કડવા પટેલ, ઓબીસી,દલિત મુસ્લીમ સહિતના સમાજના મતદારો નિર્ણાયક બની રહ્યા છે.. 
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.