Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો, શેરડી-ચીકુની ખેતી કરતાં ખેડૂતોની વધી ચિંતા

હવામાન વિભાગની (Meteorological Department)આગાહી પ્રમાણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ડાંગ (Dang)જિલ્લાના મુખ્ય મથક આહવાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આહવામાં વરસાદ શરૂ થતાં ખેડૂતોની(Farmers)ચિંતામાં વધારો થયો છે. નાગલી, શેરડી, સ્ટ્રોબેરીની ખેતી કરતા ખેડૂતોની ચિંતા વધી છે. આગામી બે દિવસ હજુ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.12 અને 13 તારીખે વરસાદની કરાઈ હતી આગાહીસમગ્ર ગુજરાતમાં આં વર્ષે 2022માં કમોસમી à
દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો  શેરડી ચીકુની ખેતી કરતાં ખેડૂતોની વધી ચિંતા
Advertisement

હવામાન વિભાગની (Meteorological Department)આગાહી પ્રમાણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ડાંગ (Dang)જિલ્લાના મુખ્ય મથક આહવાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આહવામાં વરસાદ શરૂ થતાં ખેડૂતોની(Farmers)ચિંતામાં વધારો થયો છે. નાગલી, શેરડી, સ્ટ્રોબેરીની ખેતી કરતા ખેડૂતોની ચિંતા વધી છે. આગામી બે દિવસ હજુ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.



12 અને 13 તારીખે વરસાદની કરાઈ હતી આગાહી

સમગ્ર ગુજરાતમાં આં વર્ષે 2022માં કમોસમી વરસાદ અતિવૃષ્ટિથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર ચક્રવાતને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચક્રવાત મૈંડુસને લઇ 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. હાલ વરસાદ શરૂ થતાં કેરી, ચીકુ સહિત અન્ય પાકોમાં ભારે નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Advertisement

ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન બની ગઈ છે

Advertisement

દક્ષિણ ગુજરાતમાં ફળ પાકએ ખેડૂતો માટે સોનું સમાન માનવામાં આવે છે. કારણકે આ ફળ પાકો સમગ્ર દેશમાં વખણાયેલા છે. હાલ ચીકુ પહેલેથીજ મોળા આવી રહ્યા છે ઉપરાંત આંબા પર ફળ આવવા સમયે વરસાદના ઝાપટા ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન બની ગઈ છે.

વર્ષ 2022 માં કમૌસમી વરસાદ અતિવૃષ્ટિને લઈને આમ પણ ખેડૂતોને મોટા પ્રમાણમાં પાકમાં નુકસાન થયું છે એવામાં ફરી એકવાર કમસમી વરસાદથી ખેડૂતોમાં હાલ ચિંતા વધી છે. બાગાયતી વિસ્તાર ગણાતા એવા ગણદેવી અમલસાડ અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે અનેક ઉપાયો કરી રહ્યા છે.  


આપણ વાંચો- બાપુનગરમાં બંદુકની અણીએ રૂ. 20 લાખની લૂંટ, લૂંટારો જાણભેદુ હોવાની પોલીસને આશંકા


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.