ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધન સાથે Urban-20 બેઠકની શરુઆત
ગુરુવારે (9 ફેબ્રુઆરી) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના વર્ચ્યુઅલ સંબોધન સાથે અમદાવાદ (Ahmedabad)માં અર્બન-20 (U 20) સિટી શેરપા બેઠકનો આરંભ થશે. જી-20ની ભારતની અધ્યક્ષતા હેઠળ અમદાવાદમાં 9 અને 10 ફેબ્રુઆરીના રોજ સિટી શેરપા બેઠક યોજાઈ રહી છે. જેમાં 35થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી પણ ઉપસ્થિત રહેશે. જી-20 હેઠળ
Advertisement
ગુરુવારે (9 ફેબ્રુઆરી) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના વર્ચ્યુઅલ સંબોધન સાથે અમદાવાદ (Ahmedabad)માં અર્બન-20 (U 20) સિટી શેરપા બેઠકનો આરંભ થશે. જી-20ની ભારતની અધ્યક્ષતા હેઠળ અમદાવાદમાં 9 અને 10 ફેબ્રુઆરીના રોજ સિટી શેરપા બેઠક યોજાઈ રહી છે. જેમાં 35થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી પણ ઉપસ્થિત રહેશે. જી-20 હેઠળ એન્ગેજમેન્ટ ગ્રુપ તરીકે અર્બન-20 સમૂહની રચના કરવામાં આવી હતી.
અમદાવાદમાં આ 6ઠ્ઠી બેઠક
અમદાવાદમાં આ 6ઠ્ઠી બેઠક યોજાઈ રહી છે. આ પહેલાની 5 બેઠક જાકાર્તા (2022), મિલાન (2021), રિયાધ (2020), ટોકિયો (2019) અને બ્યૂઓનસ એરિસ (2018)માં યોજાઈ હતી.
વિવિધ મુદ્દા પર ચર્ચા
અમદાવાદમાં યોજાનાર 6ઠ્ઠી બેઠકમાં પર્યાવરણ સાથે સુસંગત વર્તન, જળ સુરક્ષા, ક્લાઇમેટ ફાયનાન્સ, સ્થાનિક ઓળખ, શહેરી આયોજન અને વહીવટ તથા શહેરી સુવિધાઓનું ડિજીટલાઇઝેશન જેવા મુદ્દાઓ મુખ્ય પ્રાથમિકતા રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ