Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝાંઝરકાથી સોમનાથ સુધી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરાવ્યું પ્રસ્થાન

ઝાંઝરકાથી સોમનાથ સુધી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાકેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે કરાવ્યું પ્રસ્થાનમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,સી.આર.પાટીલ હાજરકેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા યાત્રામાં જોડાયારાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ પક્ષ તરફથી આ ચૂંટણી પહેલા ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરવામાં સૌથી આગળ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ભા
ઝાંઝરકાથી સોમનાથ સુધી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરાવ્યું પ્રસ્થાન
  • ઝાંઝરકાથી સોમનાથ સુધી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા
  • કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે કરાવ્યું પ્રસ્થાન
  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,સી.આર.પાટીલ હાજર
  • કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા યાત્રામાં જોડાયા
રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ પક્ષ તરફથી આ ચૂંટણી પહેલા ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરવામાં સૌથી આગળ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા કાઢી રહી છે. આ ગુજરાત ગૌરવ યાત્રાના પાંચ રૂટ છે, બેચરાજી (મહેસાણા) થી માતાના મઢ (કચ્છ), દ્વારકાથી પોરબંદર, ઝાંઝરકા (અમદાવાદ) થી સોમનાથ (ગીર સોમનાથ), ઉના (નવસારી) થી ફાગવેલ (ખેડા) અને ઉનાથી અંબાજી (બનાસકાંઠા). 
અમિત શાહે ઝાંઝરકા ગામમાં સંત સવૈયા નાથ મંદિરેથી એક યાત્રાને લીલી ઝંડી બતાવી
ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી પહેલા લોકો સુધી પહોંચવા માટે પાંચ અલગ-અલગ રૂટ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. આમાંથી બે યાત્રાઓ પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગઈ કાલે શુભારંભ કરાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ત્રણ રૂટથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવાના છે. તેઓ અમદાવાદના ઝાંઝરકા ગામમાં સંત સવૈયાનાથ મંદિરેથી એક યાત્રાને લીલી ઝંડી બતાવી છે, જેનું સૌરાષ્ટ્રના સોમનાથ ખાતે સમાપન થશે. અમિત શાહ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ માતા મંદિરથી અન્ય બે યાત્રાઓ પણ શરૂ કરશે. આમાંથી એક ઉનાઈથી અંબાજી મંદિર સુધીની બિરસામુંડા આદિવાસી યાત્રા હશે જે રાજ્યના 14 આદિવાસી જિલ્લાના 31 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે. બીજી યાત્રા પણ ઉનાથી શરૂ થશે અને ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે સમાપ્ત થશે, તે 35 મતવિસ્તારોમાંથી પસાર થશે. 
ઝાંઝરકામાં અમિત શાહે શું કહ્યું?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝાંઝરકામાંથી પોતાની એક જાણીતી શૈલીમાં જનતાને સંબોધતા કહ્યું કે, સવૈયાનાથથી સોમનાથ આ બન્ને ગુજરાતના શ્રદ્ધા કેન્દ્રોની વચ્ચે ગુજરાત ગૌરવ યાત્રાનો આજથી શુભારંભ થવાનો છે. ગઇ કાલે (બુધવાર) ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીએ બે જગ્યાએથી ગુજરાત ગૌરવ યાત્રાનો શુભારંભ કરાવ્યો અને આજે આ સવૈયાનાથના આ પવિત્ર ધામથી અને ઉનાઈ માતાના પવિત્ર ધામથી ત્રણ યાત્રાઓ ચાલુ થશે. આ પાંચ યાત્રાઓ ગુજરાતની જનતા સુધી પહોંચીને ભાજપની ભરોસાની સરકારનો હિસાબ આપવાનું કામ કરશે. આજે જ્યારે આ ગુજરાત ગૌરવ યાત્રા ચાલુ થઇ રહી છે ત્યારે કેટલાક લોકો મને પુછતા હતા કે ગૌરવ સેનું અમિતભાઈ, હુ આજે આ મંચ પરથી કહેવા માંગુ છું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 20 વર્ષમાં જનતા જે વિશ્વાસ મુક્યો અને ભાજપે જે વિશ્વાસ પૂરો કર્યો ગુજરાતને સમગ્ર દેશમાં પહેલા નંબરે લઇ ગયા તેનું ગૌરવએ એ આ ગુજરાતની જનતાની ધન્યવાદની આ યાત્રા છે. આ યાત્રા વડાપ્રધાન મોદીના વિઝન અને તેમના પરિશ્રમથી આજે કાશ્મીરથી કન્યાકુમારી અને આસામથી ગુજરાત સુધી સમગ્ર દેશ આજે વિકાસના રસ્તા પર આગળ વધી રહ્યો છે તેનું ગૌરવ છે. આ યાત્રા 1990 પછી ક્યારેય કોઇ પણ ચૂંટણીમાં ગુજરાતની જનતાને ભાજપને પરાજય નથી કરાવ્યો તે મતદાતાઓનો ધન્યવાદ કરવાની આ યાત્રા છે. એવું નથી કે માત્ર ભાજપ જ ગુજરાતમાં રાજ કર્યું છે, આ કોંગ્રેસે અહીંયા વર્ષો સુધી રાજ કર્યું છે. આપણે સૌએ કોંગ્રેસીઓના રાજને ખૂબ જ નજીકથી જોયું છે. ભાજપની સરકાર આવી તે પહેલા વિજળી નહોતી મળતી, તેમણે ન તો પાણી આપ્યું, ન તો ઉદ્યોગો આપ્યા, આપ્યા તો માત્ર રમખાણો જ આપ્યા. આ કોંગ્રેસીયાઓના શાસનની અંદર ગુજરાતમાં 300 દિવસમાં 200-200 દિવસો સુધી કરફ્યું રહે તે પ્રકારની વ્યવસ્થા કોંગ્રેસીયાઓએ જાતે જ કરી હતી. ભાજપની સરકાર આવી નરેન્દ્ર મોદીજી સરકાર આવી તે પછી ગુજરાતમાં ક્યારે પણ કરફ્યુનો નામો નિશાન રહ્યું નથી. 
ઉલ્લેખનીય છે કે, રાજયમાં ચૂંટણી હવે આ વર્ષના અંતમાં યોજાવાની છે ત્યારે ભાજપ પાર્ટી જનતામાં પોતાની ઇમેજને વધુ સારી બનાવવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે. આ જ કારણ છે કે, ભાજપ પાર્ટીએ આ ગુજરાત ગૌરવ યાત્રાનો શુભારંભ કરાવ્યો છે. 
Advertisement
Tags :
Advertisement

.