Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતની જનતાનો ભરોસો તૂટવા નહીં દઇએ: ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત વિધાનસભામાં ભાજપના નવા ચૂંટાયેલા 156 ધારાસભ્યોએ ધારાસભ્ય દળના નેતા તરીકે ફરી એક વાર ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની પસંદગી કરી છે. તેઓ હવે રાજ્યના 18માં મુખ્યમંત્રી (Chief Minister) તરીકે સોમવારે 12 ડિસેમ્બરે શપથ લેશે. ગુજરાતની જનતાનો ભરોસો તૂટશે નહીંધારાસભ્ય દળના નેતા તરીકે વરણી થયા બાદ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે  આજે મારી વરણી સીએમ તરીકેની થઈ છે અને  સરકાર અને સંગઠન સાથે રહી ને ખૂબ સારી રીàª
ગુજરાતની જનતાનો ભરોસો તૂટવા નહીં દઇએ   ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત વિધાનસભામાં ભાજપના નવા ચૂંટાયેલા 156 ધારાસભ્યોએ ધારાસભ્ય દળના નેતા તરીકે ફરી એક વાર ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની પસંદગી કરી છે. તેઓ હવે રાજ્યના 18માં મુખ્યમંત્રી (Chief Minister) તરીકે સોમવારે 12 ડિસેમ્બરે શપથ લેશે. 
ગુજરાતની જનતાનો ભરોસો તૂટશે નહીં
ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી થયા બાદ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે  આજે મારી વરણી સીએમ તરીકેની થઈ છે અને  સરકાર અને સંગઠન સાથે રહી ને ખૂબ સારી રીતે ગુજરાતમાં સરકાર કામ કરશે. તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતની જનતાનો ભરોસો તૂટે નહિ તે અંગેનું ધ્યાન રાખવામાં આવશે.
 જનતાએ મહોર લગાવી
શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતની જનતાએ મહોર લગાવી છે અને વડાપ્રધાનશ્રી મોદીનો સંકલ્પ તથા મારા ધારાસભ્યો અને સંગઠનની સાથે રહીને ગુજરાતમાં સારી રીતે કાર્ય કરશે. તેમણે કહ્યું કે જનતાએ ભાજપ સરકાર પર મુકેલો ભરોસો, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પર મુકેલો ભરોસો તૂટવા નહી દઇએ. સંકલ્પ પત્રમાં જે જાહેર કર્યું છે તેની પ્રાથમિક્તા હશે. પહેલી કેબિનેટમાં સીએએની જે કમિટી રચી છે તેની ભલામણના આધારે નિર્ણય કરાશે. હવે રાજભવન જઇને સરકાર રચવા દાવો કરીશું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.