Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સરકારની સિસ્ટમમાં રહેલી મોટી ખામીનો પોલીસે કર્યો ઘટસ્ફોટ

છેતરપિંડી સહિતના ગુનાઓ આચરતા સાયબર ગુનેગારોએ હવે સામાન્ય નાગરિકો ઉપરાંત એક નવા વર્ગને નિશાના પર લીધો છે અને તેના માટે ગુજરાત સરકારની અતિ સુરક્ષિત મનાતી GSWAN માં છીંડુ શોધી કાઢ્યું. સાયબર ગઠીયાઓએ ગેમ્બલિંગ સાથે સંકળાયેલા આરોપીઓને ટાર્ગેટ કર્યા અને તે માટે તેમણે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટને મૂર્ખ બનાવી સરકારી ઈમેલ આઈડી પણ બનાવી લીધું.બંકિમ પટેલસાયબર ક્
સરકારની સિસ્ટમમાં રહેલી મોટી ખામીનો પોલીસે કર્યો ઘટસ્ફોટ
Advertisement

છેતરપિંડી સહિતના ગુનાઓ આચરતા સાયબર ગુનેગારોએ હવે સામાન્ય નાગરિકો ઉપરાંત એક નવા વર્ગને નિશાના પર લીધો છે અને તેના માટે ગુજરાત સરકારની અતિ સુરક્ષિત મનાતી GSWAN માં છીંડુ શોધી કાઢ્યું. સાયબર ગઠીયાઓએ ગેમ્બલિંગ સાથે સંકળાયેલા આરોપીઓને ટાર્ગેટ કર્યા અને તે માટે તેમણે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટને મૂર્ખ બનાવી સરકારી ઈમેલ આઈડી પણ બનાવી લીધું.બંકિમ પટેલસાયબર ક્રાઈમના ગુનાઓમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં અકલ્પનીય ઉછાળો આવ્યો છે. છેતરપિંડી સહિતના ગુનાઓ આચરતા સાયબર ગુનેગારોએ હવે સામાન્ય નાગરિકો ઉપરાંત એક નવા વર્ગને નિશાના પર લીધો છે અને તેના માટે ગુજરાત સરકારની અતિ સુરક્ષિત મનાતી GSWAN (Gujarat State Wide Area Network) માં છીંડુ શોધી કાઢ્યું. સાયબર ગઠીયાઓએ ગેમ્બલિંગ સાથે સંકળાયેલા આરોપીઓને ટાર્ગેટ કર્યા અને તે માટે તેમણે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ (Science and Technology Department Gujarat) ને મૂર્ખ બનાવી સરકારી ઈમેલ આઈડી પણ બનાવી લીધું. જો કે, આરોપીઓએ આચરેલા ગુનાની પ્રાથમિક તપાસમાં જ પોલીસને GSWAN (જીસ્વાન)માં એક મોટી ખામી નજરે ચઢી.ના વિચાર્યો હોય તેવો પ્લાન ટોળકીએ બનાવ્યોસૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર અમદાવાદ સાયબર ક્રાઈમે પકડેલા આરોપી રાજસ્થાનના સાગર લખાર અને તેના સાગરીતોએ કોઈએ ના વિચાર્યો હોય તેવો એક પ્લાન ઘઢી કાઢ્યો. સૌ પ્રથમ આરોપીઓએ ગુજરાત સરકારનું સત્તાવાર ઈમેલ આઈડી બનાવવા શું કાર્યવાહી થાય છે તે જાણકારી મેળવી. ત્યારબાદ સરકારના શિક્ષણ વિભાગ (Education Department) ના બનાવટી દસ્તાવેજો બનાવ્યા અને તે સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં જમા કરાવી સરકારી ઈમેલ આઈડી (Government email ID) ps-crm-cyb@gujarat.gov.in અને પાસવર્ડ મેળવી લીધો.શું હતી મોટી ખામી ?રાજ્ય સરકારનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ Gujarat State Wide Area Network ની જવાબદારી સંભાળી રહ્યો છે. ગર્વમેન્ટ ટુ ગર્વમેન્ટ (Government to Government) માટે બનાવાયેલા ડિજિટલ પ્લેટફોર્મ (Digital Platform) માં રહેલી ખામીને ભેજાબાજો કોઈ પણ રીતે જાણી ગયા હતા. સરકારના શિક્ષણ વિભાગના બનાવટી દસ્તાવેજોના આધારે એક સરકારી ઈમેલ આઈડીનો એક્સેસ મેળવી લીધો. કેટલાંક મહિનાઓ પહેલાં સાયબર ક્રાઈમ યુનિટ પાસે આવેલી માહિતીમાં સરકારના ડિજિટલ પ્લેટફોર્મમાં રહેલી મોટી ખામીનો ઘટસ્ફોટ થયો હતો. સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ પાસે સરકારી ઈમેલ આઈડી બનાવવા માટે આવતા દસ્તાવેજોની મોકલનાર વિભાગ સાથે ખરાઈ (Cross Verify) કરવામાં આવતી ન હતી અને આ ખામીનો લાભ લઈને ગઠીયાઓએ ગુજરાત સરકારનું ઈમેલ આઈડી પડાવી લીધું.સરકારી બાબુની સંડોવણી ?ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ થકી ગર્વમેન્ટ ઈમેલ આઈડી મેળવવા શું કાર્યવાહી કરવાની હોય છે તે કેવી રીતે થાય છે તે જાણકારી ઠગ ટોળકીને કેવી રીતે થઈ એક મોટો પ્રશ્ન છે. પોલીસને આશંકા છે કે, કોઈ સરકારી બાબુ પાસેથી ઠગ ટોળકીએ GSWAN માં રહેલી ખામી જાણી હોય અથવા તો કોઈ કર્મચારીએ સમગ્ર પ્રક્રિયામાં ભૂમિકા ભજવી હોય. અમદાવાદ સાયબર ક્રાઈમ સાગર લખાર સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની શોધમાં છે અને તેમને ઝડપી લીધા બાદ વધુ ઠોસ માહિતી મળે તેવી આશા ધરાવે છે.
સટ્ટોડીયાઓને કરાતા હતા ટાર્ગેટપોલીસના હાથે ઝડપાયેલા શાતિર આરોપી સાગર લખારના મોબાઈલ ફોનમાંથી વિશાળ માત્રામાં ડેટા મળ્યો છે. આરોપી સાગર લખાર અને તેના સાગરિતો પેટીએમ (PayTM), ટેલીગ્રામ (Telegram) અને બેંક એકાઉન્ટ (Bank Account) ફ્રિઝ-અનફ્રિઝ કરાવી જુદાજુદા શખ્સો પાસેથી માતબર રકમ પડાવતા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર ઠગ ટોળકી વિશેષ રીતે ક્રિકેટ સટ્ટોડીયાઓને (Cricket Bookie) ટાર્ગેટ કરી સરકારી ઈમેલ આઈડી થકી બેંકો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને જાણ કરી એકાઉન્ટ બ્લૉક (Bank Account Block) કરાવી દેતા. ઠગ ટોળકી પાસે રહેલા ડેટાના આધારે જે-તે શખ્સનો સંપર્ક કરી તેમના એકાઉન્ટ અનબ્લૉક (Bank Account Unblock) કરાવી આપવા પેટે માતબર રકમ પડાવતા હતા. પોલીસના નામે ડરાવવા માટે ગઠીયાઓએ શિક્ષણ વિભાગના ઈમેલ આઈડી ps-crm-cyb@gujarat.gov.in માં છેલ્લે cybનો ઉલ્લેખ થાય તેની ખાસ કાળજી રાખી હતી અને પોલીસના નામે સટ્ટોડીયાઓને ખંખેરતા હતા.લાખોનો તોડ કરવા એકાઉન્ટ ખોલાવ્યાક્રિકેટ સટ્ટોડીયાઓના એકાઉન્ટ ફ્રિઝ (Account Freeze) કરાયેલા બેંક એકાઉન્ટ અનફ્રિઝ (Bank Account Unfreeze) કરાવવા પેટે આરોપીઓ લાખો રૂપિયા પડાવતા હોવાની વાત સામે આવી છે. પોલીસ પકડથી બચવા માટે આરોપી સાગર અને તેના સાગરિતોએ ડમી બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને તેના માટે કેટલાંક ડમી સીમકાર્ડ પણ ખરીદ્યા હતા. પોલીસે આરોપીઓના બેંક એકાઉન્ટની તપાસ શરૂ કરી દીધી છે અને તેમાંથી માતબર રકમના ટ્રાન્જેકશન મળી આવ્યા છે.શું છે જીસ્વાનગુજરાત સરકારના જુદાજુદા વિભાગોને એક ડિજિટલ પ્લેટફોર્મ (Digital Platform) પર લાવવા માટે લગભગ બે દશક પહેલા ખુદનું GSWAN (Gujarat State Wide Area Network) શરૂ કરવામાં આવ્યું હતું. આ નેટવર્ક થકી એકબીજા વિભાગો-અધિકારીઓ તેમના સત્તાવાર ઈમેલ આઈડીથી માહિતીની આપ-લે કરે છે. આ નેટવર્કને ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે અને આની તમામ જવાબદારી ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ (Science and Technology Department Gujarat) સંભાળી રહ્યો છે. સરકારના અલગ અલગ વિભાગો અને તેની કચેરીઓના ઈમેલ આઈડી બનાવવા હોય તો સત્તાવાર રીતે જે-તે વિભાગમાંથી પત્ર લખાય બાદ જ લોગિન આઈડી (Login ID) અને પાસવર્ડ (Password) તૈયાર થાય છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.

×