21મી સદીમાં ગુજરાતની ઓળખાણ આત્મનિર્ભર ભારતનું નેતૃત્ત્વ કરનાર ગુજરાતની છે, જે તમારા હાથમાં છે- વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી વિદ્યાનગર આણંદ ખાતે પહોંચ્યા છે. અહીં ભાજપ કાર્યકર સંમેલનમાં હાજર રહ્યાં હતા. જનવિશ્વાસ સંમેલનમાં તેમણે હાજર જનમેદની સાખે સ્ફૂર્તિ અને પ્રેરણા સાથે ગુજરાતની 20 વર્ષની વર્ષની વિકાસયાત્રાની વાત કરી હતી. સાથે જ કોંગ્રેસ પર પણ આકરી પ્રહારો કર્યા હતા. વિકાસપુરુષ નરેન્દ્રમોદીએ સરકારે દેશની જનતાના વિશ્વાસનું વળતર વિકાસથી ચૂકવ્યું છે- મુખ્યમંત્રીà
Advertisement
આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી વિદ્યાનગર આણંદ ખાતે પહોંચ્યા છે. અહીં ભાજપ કાર્યકર સંમેલનમાં હાજર રહ્યાં હતા. જનવિશ્વાસ સંમેલનમાં તેમણે હાજર જનમેદની સાખે સ્ફૂર્તિ અને પ્રેરણા સાથે ગુજરાતની 20 વર્ષની વર્ષની વિકાસયાત્રાની વાત કરી હતી. સાથે જ કોંગ્રેસ પર પણ આકરી પ્રહારો કર્યા હતા.
વિકાસપુરુષ નરેન્દ્રમોદીએ સરકારે દેશની જનતાના વિશ્વાસનું વળતર વિકાસથી ચૂકવ્યું છે- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
વિદ્યાનગરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે, વિકાસ અને વિશ્વાસનું એક જ સ્ટેજ પર સ્વાગત કરાયું હતાં. આણંદમાં વડાપ્રધાનશ્રીએ જંગી સભા સંબોધી હતી, આપણી સૌના લાકોલાડીલા વડાપ્રધાનનું સ્વાગત કરતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાંસંગિક પ્રવચન કરતાં કહ્યું કે આજે એક ભારતના શિલ્પી સરદાર પટેલની ચરોતરની ઘરતી પર સૌનું સ્વાગત છે. આ તપોભૂમિ પર સરદાર સાહેબની દ્રઢ ઇચ્છાશક્તિના દર્શન થાય છે. તેમના પરિણામે દેશ એક બન્યો, આજે ભારતને 21મી સદીમાં વિકાસપુરુષ નરેન્દ્રમોદી સરકારે દેશની જનતાના વિશ્વાસનું વળતર વિકાસથી ચૂકવ્યું છે. ગુજરાતમાં ડબલ એન્જીન સરકાર છે. તેમાં પણ જનહિત યોજના લોકો સુધી પહોંચાડવમાં આવે છે. પાછલા બે દાયકાથી આ યાત્રા આગળ વધી છે. પહેલીવાર રાજ્યમાં 10 લાખ પરિવારોને ઘરનું ઘર મળ્યું, જરુરિયાતમંદ પરિવારોને શિક્ષણ, મા યોજનાથી મેડિકલ ક્ષેત્રે લાભ મળ્યો છે. કોરોમામાં 71 લાખ અંત્યોદય પરિવારને વિના મૂલ્યે અનાજ આપ્યું, નાના વેપારીઓ કોરોનામાં પી.એમ નિધિ યોજનાથી લાભ થયો, ગુજરાતની જનતાએ વિકાસની રાજનિતિને સ્વીકારી છે. આવનાર ચૂંટણીમાં આપણે ભારતીય જનતા પાર્ટીના હાથ વધુ મજબૂત કરીશું.
આજના મુખ્યમંત્રીને 25 વર્ષનો અનુભવ છે- પી.એમ
આજના જંગી સભાને સંબોધતા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે મૃર્દૂ અને મક્કમ હું મુખ્યમંત્રી ગુજરાતને મળ્યાં હું જ્યારે મુખ્યમંત્રી બન્યો હતો ત્યારે મને વહીવટનો કોઇ અનુભવ નહોતો, પરંતુ આજના મુખ્યમંત્રીને 25 વર્ષનો અનુભવ છે- તેમ છતાાં કોઇએ તેમની સામે આંગળી નથી ચીંધી- પી.એમ. મોદી
એક કાશ્મીર બીજા એક ભાઇએ માથે લીધું. અને કોકડું ગૂંચવાયું, પરંતું આપણે સરદાર પટેલના પદ પર ચાલ્યા- પીએમ
આણંદ હોય અને આનંદ ન હોય તેવું કેવી રીતે બને, ઘણીવાર લોકો કહે છે કે મોદી સાહેબે દિલ્હીમાં કામ કર્યું આ કામ મેં નથી કર્યું આ કામો એટલે થયાં કારણકે મોદી સાહેબ સરદાર સાહેબના પદચિન્હો પર ચાલે છે, એટલે કામે થાય છે. સરદાર પટેલે રજવાડાઓ એક કરી એક ભારત બનાવ્યું પણ માત્ર એક કાશ્મીર બીજા એક ભાઇએ માથે લીધું. અને કોકડું ગૂંચવાયું, પરંતું આપણે સરદાર પટેલના પદ પર ચાલ્યા એટલે આજે કાશ્મીરને પણ સાથે લાવ્યા. ગુજરાત અને ભાજપનો અતૂટ નાતો છે. આ નાતો રાજકારણનો નથી આ દિલનો પ્રેમ અને પોતીકાપણું છે. લોકો ઉત્સાહી ભોળા આદિવાસીઓને ભરમાવી રહ્યાં છે. ઝારખંડ બિહાર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશમાં આદિવાસીઓના હાથમાં બંદૂકો પકડાવી દીધી, મારે ગુજરાતમાં નક્સવાદ પહોંચવ નથી દેવો એટલે 20 વર્ષથી વિકાસ આપ્યો, મારે સંતોષ સાથે કહેવું છે. કે મારી આ કમળને તમે તમારા પરસેવાથી ખીલવ્યું છે.
ગુજરાતની ઓળખ મારા ગુજરાતીઓની દુનિયામાં જયજયકાર છે.- પી.એમ મોદી
ગુજરાત ભાજપ એટલે સેવા, મહિલા બાળકોની સેવા ક્યાંય કોઇ માથું ઉંચું ન કરી શકે ,કર્ફ્યુને દેશવટો, ગુજરાત ભાજપ એટલે વેપાર, શાંતિ- ગરબાં પણ થાય તાજિયા પણ નીકળે, નવા પ્રયોગો, પ્રયાસો, ગુજરાતની ઓળખ છે. આ મારા ગુજરાતીઓનો દુનિયામાં જયજયકાર છે. આપણે સૌનો સાથ સૌનો વિકાસ કરી બતાવ્યો, આજે આ વિશ્વાસે ભારતના ખૂણે ખૂણે ભાજપનો ઝંડો ફેલાવ્યો, 25 વર્ષના જુવાનીયાને ખબર નથી પહેલાં કેવી પરિસ્થતિ હતી, આજે અડધી રાતે દીકરી બહાર ફરી શકે છે. બીજા રાજ્યોમાં જઇએ ત્યારે ખબર પડે, ભાઇઓ બહેનો અમારી મહી નદીના પુલ રસ્તા પર પહેલાં જામ રહેતાં, પહેલાં વડોદરા પહોંતચતા જાન રસ્તે રહેતી ભાજપની સરકારે ગામ ગામ પાકા રસ્તા, નેશનલ હાઇવે, ખેતરો સુધી પાણી પહોંચાડ્યું,
ડેમ એવા બન્યા હતાં, જ્યાં પાણી માટે કેનાલ નહોતી બનાવી- પી.એમ મોદી
પાંચ માળના મકાનમાં ચઢવાની નીસરણી ન હોય તેમ કોંગ્રેસની સરકારમાં કેટલાક ડેમ એવા બન્યા હતાં, જ્યાં પાણી માટે કેનાલ નહોતી બનાવી, આપણે તે કામે પણ પૂરા કર્યાં. આજે પાણી પહોંચાડવાના કારણે ખેતીમાં 9થી 10 ટકા એગ્રો પ્રોડક્ટમા ગ્રોથ મળે છે. આજે ઘરમાં 24 કલાક વીજળી મળે છે. સરદાર સાહેબનું સપનું અર્બન નક્સલોએ પૂરુ નથવા દીધું, 40-50 વર્ષ સુધી પૈસા વેડફાયા ત્યારે સપનું પૂરું કર્યું, જો કોંગ્રેસવાળા મળે તો વાત કરજો દુનિયાનું સૌથી મોટાં સ્ટેચ્યુ સુધી જાઓ, સરદાર સાહેબના ચરણોમાં માથું નમાવો, તેઓ નહીં જાય
આપણે ગોબર ખરીદી છીએ. આંણંદ જીલ્લાએ ગોબર ગેસમાંથી વીજળી પેદા કરી,
દેશમાં ગામે ગામ વીજળી પહોંચી, જેના કારણે ગામડાઓમાં મોટા-મોટાં ઉદ્યોગો શરુ થયાં, ગામડા સુધી ઉદ્યોગ-ધંધા શરુ કર્યાં. 20 વર્ષમાં જે વિકાસ થયો તે પહેલાં શરૂ નહોતો થયો, 20 વર્ષમાં દૂધનું 2.5 ગણુ ઉત્પાદન વધ્યું , અનાજનું ઉત્પાદન 3 ગણું થયું, શાકભાજી 5 ગણી વધી. આજે ગુજરાતના શાકભાજી દિલ્હી- મુંબઇ સુધી જાય છે. 8 વર્ષમાં ડબલ એન્જીન સરકારનો લાભ હવે પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મળે છે. આપણે ગોબર ખરીદી છીએ. આંણંદ જીલ્લાએ ગોબર ગેસમાંથી વીજળી પેદા કરી, ગોવર્ધન યોજનાની શરુઆત આણંદમાં થઇ, આપણે જૈવિક ખાતર બનાવ્યું, પ્રાકૃતિક ખેતી કેમિકલ મુક્ત અનાજનું બીડું ગુજરાતે ઉઠાવ્યું, વિકાસની પટરી પર વિકાસ એન્જીન તરીકે આપણું ગુજરાત દેખાયું છે. અમૃતકાળમાં 22 -25 વર્ષના જુવાનિયાઓની સેવા માટે તૈયાર છું.
ભાઇ કાકાએ વિદ્યાનગર બનાવ્યું તેમ આપણે ગિફ્ટ સિટીનું સપનું સાકાર કરવાનું છે.- પી.એમ મોદી
હવે ગુજરાતને મોટો કૂદકો મારવાનો છે. 21મી સદીમાં ગુજરાતની ઓળખાણ આત્મનિર્ભર તરીકેને છે આ ભારતનું નેતૃત્ત્વ ગુજરાતના હાથમાં છે. આવનારા દશકામાં ગુજરાત હાઇડ્રોજન હબ તરીકે, ફાર્મ હબ તરીકે થશે, એવી જ રીતે સેમિકન્ટક્ટર હબ, ઇ. વ્હીકલ હબ તરીકે થશે, ભાઇ કાકાએ વિદ્યાનગર બનાવ્યું તેમ આપણે ગિફ્ટ સિટીનું સપનું સાકાર કરવાનું છે. ભારતને એજ ગતિથી આગળ વધવાનું છે. આજે અનેક શહેરોમાં ગુજરાતમાં બસસ્ટેશન એરપોર્ટ જેવાં બન્યાં છે. માલ ગાડીઓની સ્પીડ વધી છે. દુનિયાભરને લાભ મળે છે. દુખની વાત એ છે કે લોકોને આ પચતું નથી, ગુજરાતના વિકાસને વંદેભારત ટ્રેન ચાલુ થઇ, હજુ તો આ સેમી સ્પીડ છે, લોકોને એનાથી તકલીફ થાય છે. હજુ બૂલેટ સ્પીડ બાકી છે. તમારી પાસે પણ તક હતી, તમારે પણ વિકાસ કરવો હતો. હવે તો ભારતની ઓળખ ગુજરાતથી થશે.
ગાંધીજીના નામે રાજનિતિ કરનારા લોકોએ દાંડી માર્ગ બનાવવાનું ન કર્યું,- પી.એમ મોદી
ભારતીય જનતા પાર્ટી સતત ગુજરાતમાં સેવા માટે મહેનત કરી રહ્યી છે. ચારેતરફ દુનિયામાં ઓળખ બનાવી, ડ્રેડિશન હબ, પહેલો બ્લક ડ્રગ ફાર્મ રક્ષાશક્તિ યુનિવર્સિટી ગુજરાતમાં બની રહી છે. આજે ગુજરાતમાં કોલેજો વધી 12 હજાર બેઠકો હતી, આજે એમ.સીએ.પહેલાં 1200 મેડિકલની બેઠકો આજે 6000 બેઠકો હતી, 20 વર્ષમાં ડુરિઝમ, હોટલ મેનેજમેન્ટની કોલેજો વધી છે. યુવા પેઢી માટે પ્રોફેશનલ કોર્સ વધ્યાં છે. ગુજરાતનું ગૌરવ પ્રત્યેક લોકોની વિરાસત છે. સરદાર સાહેબને હક્ક સેવક તરીકે ભાજપે અપાવ્યો છે. આટલા દશકો સુધી ગાંધીજીના નામે રાજનિતિ કરનારા લોકોએ દાંડી માર્ગ બનાવવાનું ન કર્યું, જે અમે કર્યું,
આ વખતે ચૂંટણીમાં સતર્ક રહેવું, કોંગ્રેસ ગુજરાતને ગામે ગામ જઇ ઝેર ઓકે છે- પી.એણ મોદી
પહેલાં પાવાગઢ આવ્યો હતો ત્યારે જોયું કે 500 વર્ષથી મંદિર પર ધજા નહોતી ફરકતી આજે ધજા ફરકાવી. મોઢેરા મંદિર પર અમે વિકાસ કર્યો મોઢેરમાં વિકાસ કાર્યો કર્યાં. મા અંબા, સોમનાથ, મા ઉમિયા વિરાસતનું સન્માન અને વિકાસનો પણ રસ્તો આપણે કર્યો, આપણી આસ્થા અપાણી વિરાસત, ઉજ્જૈન મહાકાલના ચરણોમાં જવાનો છું, તીર્થ ક્ષેત્રોને સમૃદ્ધ કરવાનું છે. નરેન્દ્ર-ભૂપેન્દ્રની સરકાર તમારી સાથે છે. આ વર્ષે કોંગ્રેસે નવી ચાલ રચી છે. ઠંડી ચાલથી ચાલ્યાં છે. બેઠી તાકાતથી કામ કરી રહ્યાં છે. બરાબર ખાટલા બેઠકો કરે છે, આપણે સભામાં નથી આ વખતે ચૂંટણીમાં સતર્ક રહેવું, ગુજરાતને ગામે ગામ જઇ ઝેર ઓકે છે. આપણે નવા પાસાં ઉમેરવા પડશે, ઘરે ઘરે જઇ કોંગ્રેસની સાજીશને નાકામ કરવાની છે. એક એક પોલિંગ બૂથપર જોર લગાડવાની છે. ગુજરાત ભાજપ પાસે સંગઠનની તાકાત છે, સમર્પણની તાકાત છે આ વિજય યાત્રા અવિરતચાલુ ચાલું રહેવી જોઇએ.
Advertisement