Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓની ગુજરાત તીર્થ યાત્રા જૂનાગઢ પહોંચી

સ્વામી વિવેકાનંદ એટલે એક યુગપુરૂષ, યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત,ચારીત્ર નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ થી વિશ્વ નિર્માણની ભાવના.તેમના સંદેશાઓ આજે પણ જીવંત છે. શિકાગોની ધર્મપરિષદમાં તેમના ભાષણ થી સમગ્ર વિશ્વમાં તેમના નામનો ડંકો વાગી ગયો હતો અને તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.આ ઈતિહાસ તો સૌ કોઈ જાણેછે.પરંતુ અહીં આવાતનું મહત્વ એટલા માટેછે.કે શિકાગો ધર્મપàª
રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓની ગુજરાત તીર્થ યાત્રા જૂનાગઢ પહોંચી
સ્વામી વિવેકાનંદ એટલે એક યુગપુરૂષ, યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત,ચારીત્ર નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ થી વિશ્વ નિર્માણની ભાવના.તેમના સંદેશાઓ આજે પણ જીવંત છે. શિકાગોની ધર્મપરિષદમાં તેમના ભાષણ થી સમગ્ર વિશ્વમાં તેમના નામનો ડંકો વાગી ગયો હતો અને તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.આ ઈતિહાસ તો સૌ કોઈ જાણેછે.પરંતુ અહીં આવાતનું મહત્વ એટલા માટેછે.કે શિકાગો ધર્મપરિષદની જાણકારી સ્વામી વિવેકાનંદને ગુજરાતમાંથી મળી હતી
સ્વામી વિવેકાનંદની ગુજરાત યાત્રા અંગે એક પુસ્તક પણ લખાયું છે
સ્વામી વિવેકાનંદે જ્યારે સમગ્ર ભારતમાં પરિભ્રમણ કર્યું ત્યારે તેઓએ સૌથી વધુ સમય ગુજરાતમાં પસાર કર્યો હતો, સ્વામી વિવેકાનંદની ગુજરાત યાત્રા અંગે એક પુસ્તક પણ લખાયું છે જેનું હાલના પ્રધાનમંત્રી અને તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 11 જાન્યુઆરી 2014 ના રોજ વિમોચન કર્યું હતું

સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મિશનને 125 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે
સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મિશનને 125 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત તિર્થ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિર્થ યાત્રામાં 20 રાજ્યોના, બે કેન્દ્રશાસિત પ્રદેશ અને બે દેશ, બાંગ્લાદેશ અને નેપાળના રામકૃષ્ણ આશ્રમના 100 થી વધુ સન્યાસીઓ જોડાયા છે. જેમાં 66 સન્યાસીઓ તેમના આશ્રમના મહંત છે, એકી સાથે 100 થી વધુ સન્યાસીઓ તિર્થયાત્રા કરી રહ્યા હોય તેવી પ્રથમ ઘટના છે.
સન્યાસીઓએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી 
સ્વામી વિવેકાનંદની ગુજરાત યાત્રાને સન્યાસીઓ જાણે અને તેનો દેશ વિદેશમાં પ્રચાર થાય, સ્વામી વિવેકાનંદના સંદેશ લોકો અપનાવે અને આધ્યાત્મિક વિકાસ થાય તે હેતુ આ યાત્રા કરવામાં આવી છે. ગુજરાતમાં 1 ફેબ્રુઆરી થી આ યાત્રાનો પ્રારંભ અમદાવાદ થી થયો અને રામકૃષ્ણ મિશનના 100 થી વધુ સન્યાસીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી ત્યારે ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ ટુરીસ્ટ સર્કીટ તૈયાર કરવા પર ચર્ચા કરવામાં આવી અને સરકાર દ્વારા તેમાં સંમતિ દર્શાવાય છે ત્યારે વિવેકાનંદ ટુરીસ્ટ સર્કીટના ભાગરૂપે ગુજરાત તિર્થ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 
અમદાવાદ થી ગુજરાત તિર્થ યાત્રાનો પ્રારંભ થયો  હતો
અમદાવાદ થી ગુજરાત તિર્થ યાત્રાનો પ્રારંભ થયો ત્યારબાદ વડોદરા ખાતે આ યાત્રા પહોચી હતી, વડોદરા ગાયકવાડ પરિવાર સાથે લક્ષ્મી વિલાસ પેલેસમાં સન્યાસીઓએ મુલાકાત કરી હતી, વડોદરાના દિલારામ બંગલામાં હાલ રામકૃષ્ણ મિશન કાર્યરત છે. ત્યારબાદ યાત્રા લીંબડી પહોંચી હતી, સ્વામી વિવેકાનંદ લીંબડીના રાજમહેલમાં ઠાકોર સાહેબ યશવંતસિંહજીના મહેમાન બન્યા હતા, ત્યારબાદ યાત્રા રાજકોટ પહોંચી હતી જ્યાં જાહેરસભા યોજાઈ હતી, અને રાજકોટ થી આ તિર્થ યાત્રા જૂનાગઢ પહોંચી હતી, જૂનાગઢ થી આ યાત્રા સોમનાથ, પોરબંદર દ્વારકા થઈને રાજકોટ ખાતે યાત્રા પૂર્ણ થશે. પોરબંદર ખાતે ભોજશ્વર બંગલામાં હાલ રામકૃષ્ણ મિશન કાર્યરત છે અને તે સમયના દિવાન શંકર પાંડુરંગ શાસ્ત્રીના સ્વામી વિવેકાનંદ મહેમાન બન્યા હતા અને તેમની પાસેથી શિકાગો ધર્મસભા અંગેની માહિતી સ્વામી વિવેકાનંદને પ્રાપ્ત થઈ હતી.
જૂનાગઢ મનપા કચેરી એક ઐતિહાસિક ઘટનાની સાક્ષી પુરાવે છે.
સ્વામી વિવેકાનંદ અને જૂનાગઢનો એક ઐતિહાસિક નાતો રહ્યો છે, જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીના આ દ્રશ્યો જોઈને આપને આશ્ચર્ય થશે કે સ્વામી વિવેકાનંદ અને મનપા કચેરીને શું સંબંધ. પરંતુ આપને જણાવી દઈએ હાલની જૂનાગઢ મનપા કચેરી એક ઐતિહાસિક ઘટનાની સાક્ષી પુરાવે છે.
સ્વામી વિવેકાનંદ પરિવ્રાજક તરીકે સમગ્ર ભારતમાં ભ્રમણ કરી રહ્યા હતા 
સ્વામી વિવેકાનંદ પરિવ્રાજક તરીકે સમગ્ર ભારતમાં ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ જૂનાગઢમાં રોકાયા હતા, ગિરનાર પર્વત પણ ચઢ્યા હતા ગિરનાર પર્વત પર ગુરૂ દત્તાત્રેય શિખર સુધી તેઓએ પ્રવાસ કર્યો હતો અને કમંડલ કુંડ ખાતે તેઓ ઘણો સમય પસાર કર્યો હતો, જૂનાગઢ શહેરમાં જે જગ્યાએ તેઓએ નિવાસ કર્યો હતો તે સ્થાન પર આજે મનપાની કચેરી આવેલી છે અને સ્વામી વિવેકાનંદની સ્મૃતિમાં જ મનપા કચેરીનું નામ સ્વામી વિવેકાનંદ ભવન રખાયું છે. આજે જ્યાં મનપાની કચેરીનું બિલ્ડીંગ છે ત્યાં એક સમયે જૂનવાણી બિલ્ડીંગ હતું જે ફરાસખાના તરીકે ઓળખાતું, નવીનીકરણ થતાં જૂની ઈમારતની જગ્યાએ આજે મનપાની નવી કચેરી છે, જે તે સમયે જૂની બિલ્ડીંગમાં નગરપાલિકા કચેરી કાર્યરત હતી ત્યારે જૂનાગઢને કોર્પોરેશનનો દરજ્જો મળ્યો ન હતો. આમ હાલની જૂનાગઢ મનપાની કચેરીના બિલ્ડીંગની જગ્યાએ તે સમયની જૂની બિલ્ડીંગમાં સ્વામી વિવેકાનંદ રોકાયા હતા અને તે જ કારણે સ્વામી વિવેકાનંદની સ્મુૃતિમાં નવી મનપા કચેરીના બિલ્ડીંગને સ્વામી વિવેકાનંદ ભવન નામ આપવામાં આવ્યું છે. 
સામાન્ય દિવસોમાં અહીં પ્રાર્થના મંદિરમાં લોકો સેવાપૂજા કરે છે
મનપા કચેરી નજીક જ સ્વામી વિવેકાનંદની સ્મૃતિ જળવાય રહે તે હેતુ રામકૃષ્ણ પ્રાર્થના મંદિર કાર્યરત છે જ્યાં રામકૃષ્ણ મિશનની સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં છે. સ્વામી વિવેકાનંદ જન્મજયંતી સહીતના ખાસ દિવસોની અહીં ઉજવણી કરવામાં આવે છે, અને સામાન્ય દિવસોમાં અહીં પ્રાર્થના મંદિરમાં લોકો સેવાપૂજા કરે છે સાથે આરોગ્યલક્ષી સેવાઓ પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે આમ જૂનાગઢવાસીઓ માટે સ્વામી વિવેકાનંદની જૂનાગઢ મુલાકાત અવિસ્મરણીય છે.
રાજકોટ દ્વારા આયોજીત 100 થી વધુ સન્યાસીઓ સાથેની ગુજરાત તિર્થ યાત્રા 
રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા આયોજીત 100 થી વધુ સન્યાસીઓ સાથેની ગુજરાત તિર્થ યાત્રા સ્વામી વિવેકાનંદની ગુજરાત યાત્રા સાથે જોડાયેલી છે, ગુજરાતમાં જ્યાં જ્યાં સ્વામી વિવેકાનંદ ગયા ત્યાં આ યાત્રા પહોંચવાની છે, જૂનાગઢમાં પણ આ યાત્રા પહોંચી ત્યારે પ્રથમ ભવનાથ મહાદેવ મંદિર ખાતે સન્યાસીઓએ દર્શન કર્યા બાદ ગિરનાર પર્વતની મુલાકાત કરી હતી જ્યાં તમામ સન્યાસીઓ દ્વારા માતાજીની સ્તુતિ અને સ્તોત્રપાઠ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ યાત્રા સોમનાથ જવા રવાના થઈ હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.