Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પહેલા તબક્કાના પ્રચાર પડઘમ આવતીકાલે થશે શાંત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે પહેલા તબક્કાના મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે. પહેલા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર (Election Campaign)નો આવતીકાલે અંતિમ દિવસ છે. અંતિમ દિવસ હોવાથી આવતીકાલે તમામ બેઠકો પર ઉમેદવારોની રેલીઓનું પણ આયોજન કરાયું છે. મતદારોને રીઝવવા માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવશે. આવતીકાલે સાંજે 5 વાગે પ્રચાર બંધ વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદ
પહેલા તબક્કાના પ્રચાર પડઘમ આવતીકાલે થશે શાંત
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે પહેલા તબક્કાના મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે. પહેલા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર (Election Campaign)નો આવતીકાલે અંતિમ દિવસ છે. અંતિમ દિવસ હોવાથી આવતીકાલે તમામ બેઠકો પર ઉમેદવારોની રેલીઓનું પણ આયોજન કરાયું છે. મતદારોને રીઝવવા માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવશે. 
આવતીકાલે સાંજે 5 વાગે પ્રચાર બંધ 
વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન યોજાવાનું છે જેમાં 1લી ડિસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન અને 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં મતદાન યોજાશે તથા 8 ડિસેમ્બરે મતગણતરી યોજાશે. ગુરુવારે 1લી ડિસેમ્બરે યોજાનારા પ્રથમ તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પ્રચાર 48 કલાક પહેલા આવતીકાલે મંગળવારે સાંજે 5 વાગે બંધ થઇ જશે એટલે ચૂંટણી પ્રચારનો આવતીકાલે અંતિમ દિવસ છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે અને તેમાં 788 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. 

આવતીકાલે રેલીઓ યોજાશે
આવતીકાલે મંગળવારે ચૂંટણી પ્રચાર માટે અંતિમ દિવસ હોવાથી છેલ્લા દિવસે રાજકીય પક્ષો અને ઉમેદવારો એડીચોટીનું જોર લગાવશે. છેલ્લા 10 દિવસથી ડોર ટુ ડોર પ્રચાર કરી તથા ફેરણી કરીને અને જાહેરસભાઓ યોજીને રાજકીય પક્ષો ઉમેદવારોને રીઝવવા માટેના પ્રયાસ કરી રહ્યા હતા. હવે મતદાનની તારીખ નજીક છે ત્યારે આવતીકાલે પ્રચારના છેલ્લા દિવસે ઉમેદવારો માટે રાત થોડી અને વેશ ઝાઝા જેવો ઘાટ સર્જાશે. ઉમેદવારો આવતીકાલે દિવસભર રેલીઓ યોજશે અને કેટલાક સ્થળોએ જાહેરસભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

ઉમેદવારો ડોર ટુ ડોર કરશે પ્રચાર 
આવતીકાલે મંગળવારે સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. 1લી તારીખે મતદાન યોજાવાનું હોવાથી સાંજે 5 વાગે પ્રચાર બંધ થઇ જશે અને  48 કલાકની આદર્શ આચાર સંહિતા અમલ શરુ થઇ જશે જેથી જાહેરમાં પ્રચાર બંધ થઇ જશે. ઉમેદવારો મતદાનના દિવસ સુધી ડોર ટૂ ડોર સંપર્ક કરીને મતદાન માટે મતદારોને અપિલ કરી શકશે. 
સોશિયલ મીડિયા પર વધુ થશે પ્રચાર
જો કે વર્તમાન સમયમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો સોશિયલ મીડિયા પર પણ વધુ પ્રચાર કરી રહ્યા છે અને તેથી તેઓ મતદાનના દિવસ સુધી સોશિયલ મીડિયા પર પ્રચાર કરીને મતદારોને રીઝવવાના પ્રયાસો કરશે. 

શું કહ્યું ચૂંટણી પંચે
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે. 
પ્રથમ તબક્કામાં તા. 29.11.2022 ના સાંજના 5.00 વાગ્યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરાશે. જ્યારે બીજા તબક્કામાં તા. 5.12.2022 ના રોજ સાંજના 5.00 કલાકે મતદાન પૂરું થવાનું હોઈ બીજા તબક્કાની ચૂંટણી માટે તા. 3.12.2022 ના સાંજના 5.00 વાગ્યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરવાનો રહે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×