મારા નામની પસંદગી કરવા માટે શીર્ષ નેતૃત્વનો આભાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદનમારા ઉપર પસંદગી ઉતારવા માટે શીર્ષ નેતૃત્વનો આભારગુજરાત આગામી પાંચ વર્ષમાં વધુ વિકાસ કરશેમોદીજીની વિકાસની રાજનીતિ આગળ વધારીશુંવિકાસમાં છેવાડાનો માનવી સહભાગી થાય તેવા કામ કરીશુંજનતાનો ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ વિશ્વાસને આગળ વધારીશુંપ્રધાનમંત્રીએ જે રેકોર્ડ તોડવાની વાત કરી છે એ રેકોર્ડ તોડિશુંરાજ્યમાં આવતા મહિને વિધાનસભાની àª
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
- મારા ઉપર પસંદગી ઉતારવા માટે શીર્ષ નેતૃત્વનો આભાર
- ગુજરાત આગામી પાંચ વર્ષમાં વધુ વિકાસ કરશે
- મોદીજીની વિકાસની રાજનીતિ આગળ વધારીશું
- વિકાસમાં છેવાડાનો માનવી સહભાગી થાય તેવા કામ કરીશું
- જનતાનો ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ વિશ્વાસને આગળ વધારીશું
- પ્રધાનમંત્રીએ જે રેકોર્ડ તોડવાની વાત કરી છે એ રેકોર્ડ તોડિશું
રાજ્યમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા ટિકિટ આપવાને લઇને ભાજપ પક્ષ સ્પષ્ટિકરણ તરફ આગળ વધી રહ્યો છે. આજે ભાજપે કુલ 160 બેઠક માટે તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. તેમા ઘણા નામો રિપીટ કરાય છે તો ઘણા કપાયા પણ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ભાજપે ટિકીટ આપી છે. ત્યારે તેમણે આ અંગે શીર્ષ નેતૃત્વનો ખૂબ આભાર માન્યો છે.
મોદીજીની વિકાસની રાજનીતિ અમે આગળ વધારીશું : CM ભૂપેન્દ્ર પટેલ
ગત રાત્રિથી જોવાઇ રહેલી રાહ આજે સવારે આખરે પૂર્ણ થઇ હતી. જીહા, ભાજપ પક્ષ ગત રાત્રિએ ઉમેદવારોની યાદી જાહેર કરવાની ચર્ચાએ ખૂબ જોર પકડ્યું હતું. જોકે, આજે સવારે પક્ષ દ્વારા 160 બેઠક માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ટિકીટ આપવામાં આવી છે. જે બાદ મુખ્યમંત્રીએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે, મારા ઉપર પસંદગી ઉતારવા માટે હું શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું. તેમણે આગળ કહ્યું કે, ગુજરાત રાજ્ય આગામી પાંચ વર્ષમાં વધુ વિકાસ કરશે અને મોદીજીની વિકાસની રાજનીતિ અમે આગળ વધારીશું. તેમણે આગળ કહ્યું કે, જે વિકાસના કામોને મોદીજી દ્વારા શરૂ કરવામા આવ્યા હતા તે વિકાસમાં છેવાડાનો માનવી પણ સહભાગી થાય તેવા અમે કામ કરીશું. જનતાએ ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ વિશ્વાસને અમે આગળ વધારીશું. વડાપ્રધાને જે રેકોર્ડ તોડવાની વાત કરી છે એ રેકોર્ડ અમે તોડીશું.
Advertisement
I'm happy to be named a candidate (for Ghatlodiya constituency in #GujaratAssemblyPolls). Under the guidance of PM Modi & HM Shah, we're working tirelessly in these polls. We are going to be the single-largest party & break all records: Gujarat CM & BJP candidate Bhupendra Patel pic.twitter.com/SkdhRFC8GS
— ANI (@ANI) November 10, 2022
વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ CM ચહેરો રહેશે
જ્યાં એક તરફ વડાપ્રધાન મોદી તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં ભાજપના પ્રચાર માટે મેગા પ્રચાર કરશે તો બીજી તરફ પાર્ટીએ પણ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે. વર્તમાન CM ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. જો ભાજપ ફરી સત્તામાં આવશે તો ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે. અન્ય કેન્દ્રીય નેતાઓ પણ પાર્ટીની જીત માટે ગુજરાતમાં જોરશોરથી પ્રચાર કરશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ મેદાનમાં ઉતરશે તો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પ્રચાર કરશે.
રવિન્દ્ર જાડેજાની પત્નીને જામનગર ઉત્તર બેઠક પરથી મળી ટિકિટ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાને જામનગર ઉત્તર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. ત્રણ વર્ષ પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપે 160 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાશે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે જ્યારે બાકીની 93 બેઠકો પર બીજા તબક્કામાં મતદાન થવાનું છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, વરિષ્ઠ નેતાઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા, સૌરભભાઈ પટેલ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. ગત ચૂંટણી પર નજર કરીએ તો ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ