Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભચાઉ - વરસાણા હાઇવે પર ટેન્કરના અકસ્માત બાદ માર્ગ પર ઢોળાયું ઓઇલ

ભચાઉ  ધોરીમાર્ગ પર આજે રવિવાર સવારે ઓઇલ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાતા માર્ગ પર ઓઇલ ઢોળાઈ જવા પામ્યું  હતું.. ગાંધીધામ તરફ જતું ટેન્કર વરસાણા પાસે અન્ય વાહન સાથે અથડાઈ જતા પાછળના ભાગે લીકેજ સર્જાયું હતું અને તેના કારણે ટેન્કરમાંથી માર્ગમાં દૂર સુધી ઓઇલ ઢોળાઈ ગયું હતું.ભચાઉ  ધોરીમાર્ગ પર આજે રવિવાર સવારે ઓઇલ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાતા માર્ગ પર ઓઇલ ઢોળાઈ જવા પામ્યું  હતું. àª
ભચાઉ   વરસાણા  હાઇવે પર ટેન્કરના અકસ્માત બાદ માર્ગ પર ઢોળાયું ઓઇલ
ભચાઉ  ધોરીમાર્ગ પર આજે રવિવાર સવારે ઓઇલ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાતા માર્ગ પર ઓઇલ ઢોળાઈ જવા પામ્યું  હતું.. ગાંધીધામ તરફ જતું ટેન્કર વરસાણા પાસે અન્ય વાહન સાથે અથડાઈ જતા પાછળના ભાગે લીકેજ સર્જાયું હતું અને તેના કારણે ટેન્કરમાંથી માર્ગમાં દૂર સુધી ઓઇલ ઢોળાઈ ગયું હતું.
ભચાઉ  ધોરીમાર્ગ પર આજે રવિવાર સવારે ઓઇલ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાતા માર્ગ પર ઓઇલ ઢોળાઈ જવા પામ્યું  હતું. ગાંધીધામ તરફ જતું ટેન્કર વરસાણા પાસે અન્ય વાહન સાથે અથડાઈ જતા પાછળના ભાગે લીકેજ સર્જાયું હતું અને તેના કારણે ટેન્કરમાંથી માર્ગમાં દૂર સુધી ઓઇલ ઢોળાઈ ગયું હતું. અતિ વ્યસ્ત હાઇવે પર ઓઇલ ઢોળાઈ જવાથી અનેક નાના મોટા વાહનો સ્લીપ થતા વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. જોકે બાદમાં હાઇવે પેટ્રોલિંગની ટીમ દ્વારા ઓઇલ ઢોળાયેલા વિસ્તારમાં રેતી નાખી માર્ગને સલામત બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના વરસાણા ગાંધીધામ વચ્ચે આજે સવારે ટેન્કરમાં અકસ્માતના કારણે લીકેજ સર્જાતાં માર્ગ ઉપર ઓઇલ ની રેલમછેલ થઈ પડી હતી. ઓઈલના કારણે માર્ગ લપસણો બની જતા પસાર થતા વાહનો સ્લીપ થયા હતા અને મહા પ્રયાસે અકસ્માતથી બચ્યાં હતા. જોકે ઘટનાની જાણ થતાં વાહન વ્યવહાર સર્વિસ રોડ પરથી ડાયવર્ટ થયો હતો. જોકે હાઇવે પેટ્રોલિંગ ની ટીમ દ્વારા તાબડતોબ ઓઇલ ઢોળાયેલા વિસ્તારમાં રેતી પાથરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અને લીકેજ ટેન્કરને સર્વિસ રોડ પર ઉભું રાખી દેવામાં આવ્યું હતું. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.