Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમીરગઢ તાલુકાનો તાલુકો કક્ષાનો વિજ્ઞાન - ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયું

અમીરગઢ (Amirgadh)તાલુકાનો તાલુકો કક્ષાનો( Taluk level)વિજ્ઞાન- ગણિત પર્યાવરણ પ્રદર્શન 2022  આજ રોજ બી આર સી ભવન ઇકબાલગઢ (BRCBhavan)ખાતે બે દિવસીય યોજવામાં આવ્યો હતો જેમાં બંને દિવસનાં કાર્યક્રમમાં કૃતિ રજીસ્ટ્રેશન  તથા કૃતિ ગોઠવણી કરવામાં આવી.ત્યાર બાદ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરી ઇકબાલગઢ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું બી આર સી રાજેશકુમાર ડી.વણજારા દ્વારા આવેલા અમીરગઢ à
અમીરગઢ તાલુકાનો તાલુકો કક્ષાનો વિજ્ઞાન   ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયું
અમીરગઢ (Amirgadh)તાલુકાનો તાલુકો કક્ષાનો( Taluk level)વિજ્ઞાન- ગણિત પર્યાવરણ પ્રદર્શન 2022  આજ રોજ બી આર સી ભવન ઇકબાલગઢ (BRCBhavan)ખાતે બે દિવસીય યોજવામાં આવ્યો હતો જેમાં બંને દિવસનાં કાર્યક્રમમાં કૃતિ રજીસ્ટ્રેશન  તથા કૃતિ ગોઠવણી કરવામાં આવી.ત્યાર બાદ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરી ઇકબાલગઢ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું બી આર સી રાજેશકુમાર ડી.વણજારા દ્વારા આવેલા અમીરગઢ તાલુકાનાં લાઈઝન અધિકારી પી. એમ. બારડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રીટાબેન પટેલ ,તમામ સંઘોનાં પ્રમુખો, મંત્રીઓ તથા હોદ્દેદારો, તાલુકા મંડળીના તમામ હોદ્દેદારો , સેન્ટર શાળાનાં આચાર્યશ્રીઓ, માર્ગદર્શન શિક્ષકમિત્રો, નિર્ણાયકો તથા તમામ બાળવૈજ્ઞાનિકોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ તથા સાલ ઓઢાડીને તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 
તાલુકાનાં લાઇઝન અધિકારી પી. એમ.બારડ. દ્વારા વિજ્ઞાન ગણિત અને પર્યાવણ પ્રદર્શન સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું. ટીપીઇઓ રીટાબેન પટેલ દ્વારા આજનાં સમયમાં ગણિત ,વિજ્ઞાન પર્યાવણનું મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યાર બાદ પ્રદર્શને ખુલ્લું મુકવામાં આવ્યું. 
આ પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગમાં વિવિધ કૃતિ ઓ રજૂ કરવામાં આવી. બાળ વૈજ્ઞાનિકો દ્વારા ખૂબ સારી રીતે સમજ પ્રદર્શન નિહાળનારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું. આજુબાજુની શાળામાંથી ઘણા વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રોએ આપ્રદર્શનો લાભ લીધો હતો બાળ વૈજ્ઞાનિકો તથા કાર્યક્રમમાં આવનાર તમામનું ભોજન ઇકબાલગઢ ગામના સરપંચ રાજુભાઇ અગ્રવાલ તથા તેમની ટીમ દ્વારા આપવામાં આવ્યું હતા.  
પ્રદર્શનને અંતે બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર, તાલુકા મંડળી દ્વારા શાળાને શિલ્ડ, તમામ બાળ વૈજ્ઞાનિકોને પેડ તથા કંપાસ બોક્ષ તાલુકાનાં એક શિક્ષક મિત્ર દ્વારા ગુપ્ત દાન આપવામાં આવ્યું તથા તાલુકામાં વિજેતા પાંચ વિદ્યાર્થીઓને ઇકબાલગઢ ગામનાં સરપંચ રાજુભાઇ અગ્રવાલ દ્વારા રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું પગાર કેન્દ્ર ઇકબાલગઢ દ્વારા ખૂબ સારો કાર્યક્રમમાં સહયોગ મળ્યો હતો અંતે કાર્યક્રમ ને અંતે બીઆરસી આર. ડી.વણજારા દ્વારા તમામ સી આર સી મિત્રો ને બ્લોક સ્ટાફ તથા કાર્યક્રમને શોભાવવાં બદલ તમામનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ ને પૂર્ણ કરવામાં આવ્યો હતો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.