વિક્રમ સંવત 2079નો સૂર્યોદય, લોકોએ એકમેકને પાઠવી નવા વર્ષની શુભેચ્છા
આજથી હિન્દુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવત 2079નો પ્રારંભ થયો છે. દિવાળી (Diwali)ની ઉલ્લાસભેર ઉજવણી કર્યા બાદ મંગળવારે સૂર્યગ્રહણ હોવાથી પડતર દિવસ હતો અને આજે બુધવારથી વિક્રમ સંવત 2079નો પ્રારંભ થયો છે. લોકો વહેલી સવારથી જ એકમેકને નવા વર્ષના સાલ મુબારક (Happy New Year)ની શુભેચ્છા પાઠવી રહ્યા છે. 'ગુજરાત ફર્સ્ટ' પણ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. વિક્રમ સંવત 2079નો પ્રારંભ ગુજરાતમાં પરંપરા મુજબ વિક્રàª
Advertisement
આજથી હિન્દુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવત 2079નો પ્રારંભ થયો છે. દિવાળી (Diwali)ની ઉલ્લાસભેર ઉજવણી કર્યા બાદ મંગળવારે સૂર્યગ્રહણ હોવાથી પડતર દિવસ હતો અને આજે બુધવારથી વિક્રમ સંવત 2079નો પ્રારંભ થયો છે. લોકો વહેલી સવારથી જ એકમેકને નવા વર્ષના સાલ મુબારક (Happy New Year)ની શુભેચ્છા પાઠવી રહ્યા છે. 'ગુજરાત ફર્સ્ટ' પણ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.
વિક્રમ સંવત 2079નો પ્રારંભ
ગુજરાતમાં પરંપરા મુજબ વિક્રમ સંવત 2079નો પ્રારંભ થયો છે. હિન્દુ પરંપરા મુજબ વિક્રમ સંવત કેલેન્ડરને અનુંસરવામાં આવે છે અને કારતક સુદ એકમથી નવા વર્ષનો પ્રારંભ થાય છે. આજના દિવસે લોકો વહેલી સવારથી નવા કપડાં અને આભુષણો પહેરીને તૈયાર થાય છે અને એકમેકને નૂતન વર્ષાભિનંદન પાઠવે છે. સવારથી જ મંદિરોમાં ભગવાનના દર્શન કરવા માટે લોકોની લાંબી કતારો જોવા મળે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતીઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
મંદિરોમાં ભક્તોની ભીડ
મંગળવારે સૂર્યગ્રહણ હોવાથી તમામ મંદિરો બંધ હતા અને બુધવારે નવા વર્ષની સવારે મંદિરો દર્શનાર્થે ખુલ્લા મુકાયા હતા જેથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.
દિવાળીની ઉલ્લાસભેર ઉજવણી
લોકો સવારથી જ પોતાના સ્વજનો અને મિત્રોના ઘેર જઇને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ઘણા લોકો દિવાળીની રજાનો સદપયોગ કરીને દેશ વિદેશમાં ફરવા જવા પણ નિકળી ગયા છે. કોરોનાના 2 વર્ષ દિવાળીના તહેવારોની ફિકી ઉજવણી થઇ હતી પણ આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતાં દિવાળીના તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ હતી. લોકોએ હજારો રુપિયાના ફટાકડા ફોડ્યા હતા અને પોતાના ઘરો અને ઓફિસને રોશનીથી શણગારી દિવા પ્રગટાવ્યા હતા તથા પ્રાંગણમાં રંગોળી પણ પૂરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પણ પાઠવી શુભેચ્છા
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પણ નવા વર્ષના પ્રારંભે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા અને ત્યાંથી અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ પ્રજાજનોને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી. તેઓ ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસ સંકુલમાં કોમ્યુનિટી સેન્ટરમાં લોકોને મળશે અને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે.ત્યારબાદ તેઓ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતને મળીને તેમને પણ શુભેચ્છા આપશે. મુખ્યમંત્રીશ્રી અમદાવાદમાં એનેક્ષી સર્કીટ હાઉસ ખાતે લોકોને મળીને નવા વર્ષની શુભેચ્છા આપશે અને ત્યારબાદ અમદાવાદમાં ભદ્રકાળી મંદિરે દર્શનાર્થે જશે. તેઓ શાહિબાગ ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં જઇને લોકોને શુભકામના આપશે.
Advertisement