Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રીવાબાને રાજકોટ જઇ ઉમેદવારી નોંધાવવાનું કહેનાર નયનાબાને રીવાબાએ આપ્યો આવો સણસણતો જવાબ

પોતાને આયાતી ઉમેદવાર કહેનાર નણંદ નયનાબાને ભાભી રીવાબાએ સજ્જડ જવાબ આપ્યો છે. અગાઉ નયનાબાએ કહ્યું હતું કે રીવાબાનું મતદાન મથક રાજકોટમાં છે. તો તેમને રાજકોટના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવું જોઈએ, નહીં કે જામનગરના ઉમેદવાર તરીકે. તે આયાતી ઉમેદવાર છે, જો પોતે ખુદને મત નથી આપવાના તો અહીં કયા હકથી તમે મત માગે છે.. આ ઉપરાંત રીવાબાને ટાંકીને નયનાબાએ અગાઉ કહ્યું હતું કે શું ચૂંટણી બાદ તમે રાજકોટ
રીવાબાને રાજકોટ જઇ ઉમેદવારી નોંધાવવાનું કહેનાર નયનાબાને રીવાબાએ આપ્યો આવો સણસણતો જવાબ
પોતાને આયાતી ઉમેદવાર કહેનાર નણંદ નયનાબાને ભાભી રીવાબાએ સજ્જડ જવાબ આપ્યો છે. અગાઉ નયનાબાએ કહ્યું હતું કે રીવાબાનું મતદાન મથક રાજકોટમાં છે. તો તેમને રાજકોટના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવું જોઈએ, નહીં કે જામનગરના ઉમેદવાર તરીકે. તે આયાતી ઉમેદવાર છે, જો પોતે ખુદને મત નથી આપવાના તો અહીં કયા હકથી તમે મત માગે છે.. આ ઉપરાંત રીવાબાને ટાંકીને નયનાબાએ અગાઉ કહ્યું હતું કે શું ચૂંટણી બાદ તમે રાજકોટમાં જ રહેવાનાં છો.. વધુ સમય તમે વિદેશના પ્રવાસે હોવ છો, તો તમે લોકોની સ્થિતિ કંઇ રીતે જાણશો. રીવાબાએ ઈવીએમ મશીનમાં પોતાનું નામ રીવાસી હરદેવસિંહ સોલંકી રાખ્યું છે રવીન્દ્રસિંહ જાડેજાનું નામ બ્રેકેટમાં છે. જેને લઇને પણ નયનાબાએ સવાલ કર્યો હતો કે  શું છ વર્ષમાં તેમને સરનેમ ચેન્જ કરાવવાનો સમય ન મળ્યો કે ખાલી પબ્લિસિટી માટે જ રવીન્દ્રસિંહના નામનો ઉપયોગ કર્યો?
રીવાબાએ આપ્યો આ જવાબ 
નયનાબાના આક્ષેપ અંગે રીવાબાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, જામનગરની જનતાને ખબર છે કે મારા પતિ જામનગરમાં જ મોટા થયા છે, અહિંયાથી રમીને ઇન્ટરનેશનલ લેવલે પહોંચ્યા છે. મારા મેરેજ પછી એમની સાથે હું ટુરમાં નથી હોતી ત્યારે જામનગરમાં જઇને અનેક લોકસેવાના કાર્યો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી, મારા ટ્રસ્ટના માધ્યમથી ઘણી દીકરીઓના કરિયાવર કરેલા છે. જામનગરના ગરીબ બાળકો અને વિદ્યાર્થીઓ આગળ વધે એના માટે પણ ઘણું કર્યું છે. તમે નયનાબાને માહિતી પહોંચાડજો કે કુબેર કોમ્પલેક્ષમાં મારૂ કાર્યાલય છે એની મુલાકાત લે. જ્યાં અમે ઘણીબધી સેવાકાર્યની પ્રવૃતિ ચલાવીએ છીએ. ​​​​​​​અગ્નિવીર યોજનામાં વિદ્યાર્થીઓ આગળ જાય તે માટે ઘણા ગ્રાઉન્ડ પણ તૈયાર કરાવ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.