Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અધિકારીએ સુરતની આ બેઠકમાં 11,880 વખત ઇવીએમનું બટન દબાવવું પડશે

આવતીકાલે થશે મતગણતરીદક્ષિણ ગુજરાતની 28 પૈકી 12 બેઠકો ઉપર સસ્પેન્સ યથાવતસુરત જિલ્લાની ઓલપાડ, મહુવા તો શહેરની કામરેજ, વરાછા, કતારગામ અને પૂર્વ બેઠક પર સૌની નજરસુરત (Surat) શહેરની બાર વિધાનસભા બેઠક (Assembly Seat) પર ૨૦૧૭ કરતાં મતદાનની ટકાવારીમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. મતદાનમાં ઘટાડાને કારણે કોને ફાયદો કોને નુકસાન તેનો દરેક પક્ષોએ અંદાજ કાઢ્યો છે. ભાજપના મતે સુરતની બારેબાર બેઠકો પર કેસરિયો લહà«
અધિકારીએ સુરતની આ બેઠકમાં 11 880 વખત ઇવીએમનું બટન દબાવવું પડશે
  • આવતીકાલે થશે મતગણતરી
  • દક્ષિણ ગુજરાતની 28 પૈકી 12 બેઠકો ઉપર સસ્પેન્સ યથાવત
  • સુરત જિલ્લાની ઓલપાડ, મહુવા તો શહેરની કામરેજ, વરાછા, કતારગામ અને પૂર્વ બેઠક પર સૌની નજર
સુરત (Surat) શહેરની બાર વિધાનસભા બેઠક (Assembly Seat) પર ૨૦૧૭ કરતાં મતદાનની ટકાવારીમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. મતદાનમાં ઘટાડાને કારણે કોને ફાયદો કોને નુકસાન તેનો દરેક પક્ષોએ અંદાજ કાઢ્યો છે. ભાજપના મતે સુરતની બારેબાર બેઠકો પર કેસરિયો લહેરાશે જ્યારે કોંગ્રેસે ઓલપાડ અને સુરત પૂર્વ પર જીતનો દાવો કર્યો છે. ત્રિપાંખિયા જંગમાં પહેલી વખત ઝંપલાવનાર આમ આદમી પાર્ટીએ વરાછા, કામરેજ, કરંજ, સુરત ઉત્તર અને કતારગામ સહિતની બેઠકો પર જીતનો દાવો કરી અનેક વચનો આપ્યા છે. રાજકીય પક્ષોના સામસામા દાવા વચ્ચે મતદારોનું મન હજુ અકળ છે. 
 કેટલીક બેઠકો પર કાંટે કી ટક્કર
ઓછા મતદાન તથા ૨૦૨૧ની પાલિકાની ચૂંટણીની પેટર્નને ધ્યાને લઇએ તો વરાછા, કામરેજ, ઓલપાડ, સુરત પૂર્વ સહિતની બેઠકો પર કાંટે કી ટક્કર દેખાઇ રહી છે. ઓલપાડ બેઠક પર પાટીદાર મતદારોનું રૂખ આપ તરફી રહે તથા કાંઠાના મતો ભાજપ અને કોંગ્રેસમાં વિભાજિત થાય તેવી સ્થિતિમાં હારજીતનો ફૈસલો ઓછી સરસાઇથી થાય તેવી સંભાવના જોવાઇ રહી છે. બીજી તરફ સુરત પૂર્વમાં પાતળી સરસાઇથી હારજીતનો ફેસલો થાય તેવા સમીકરણો સર્જાઇ રહ્યા છે. સુરત પૂર્વમાં છેલ્લી ઘડી સુધી ભારે રસાકસી સર્જવાની સંભાવના છે. કામરેજ બેઠક પર સુરત જિલ્લાના ગામોમાંથી ભાજપને ૨૫ હજારથી વધુની સરસાઇ મળે તેવી ગણતરી મુકાઇ છે. આ સંજોગોમાં કામરેજ બેઠક પર પાટીદાર મતદારો ભાજપ સાથે છે કે આપ સાથે તેના રૂખ પર ચૂંટણીનું પરિણામ નક્કી થશે.
2017ની સાલમાં 35,823 મતદારોએ નોટાને મત આપ્યો હતો
વર્ષ ૨૦૧૭ની સાલમાં સુરતની ૧૬ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારો પસંદ નહીં હોવાથી ૩૫,૮૨૩ મતદારોએ નોટાને મત આપવાનું મુનાસીબ માન્યું હતું. એટલું જ નહીં સુરતની ૧૬ બેઠક પૈકી ૯ વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર બાદ ત્રીજા ક્રમે નોટાને મત મળ્યા હતા. દરમિયાન આ વખતે પણ રાજકીય પક્ષોના ઉમેદવારથી નારાજ મતદારો નોટાને વધુ મત આપે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે આ વર્ષે રાજકીય પક્ષોની નારાજ મતદારો નોટાનું બટન સૌથી વધુ દબાવે તેની સંભાવના છે.૨૦૧૭માં વરાછા વિધાનસભા બેઠક પર નોટાને ૧૦૬૦ મત મળ્યા હતા. તેવી જ રીતે ઓલપાડમાં ૩૮૯૭, કામરેજ ૩૪૧૩, સુરત પૂર્વ ૧૧૬૮, મજૂરા ૧૯૩૭, સુરત પશ્વિમ ૧૯૮૭બારડોલી ૩૭૧૪. મહુવા ૩૧૫૯ મત નોટાને મળ્યા હતા. હવે આ વખતે નોટાને કેટલા મત મળે તેના પર સૌની મિટ મંડાયેલી છે.

લિંબાયતમાં 11,880 વખત ઇવીએમનું બટન દબાવવું પડશે
લિંબાયતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ મળી ૪૪ ઉમેદવાર છે. બીજી તરફ ૨૭૦ બૂથ એટલે કે ઈવીએમ હોવાથી દરેક ઇવીએમમાં જેટલા મતદારો છે. તેના માટે અલગ અલગ વખત બટન દબાવવું પડશે. એટલે કે તમામ ઇવીએમ મળીને અધિકારીએ પરિણામ મેળવવા માટે ૧૧,૮૮૦ વખત બટન દબાવવાની નોબત આવશે. એટલું જ નહીં દરેક વખતે અધિકારીએ ઉમેદવારના પ્રતિનિધિને પરિણામ બતાવવું પડશે.
કતારગામના હાઇ પ્રોફાઇલ જંગમાં કોણ જીતશે ?
કતારગામ બેઠક પર રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયા અને આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા વચ્ચેના હાઇ પ્રોફાઇલ જંગમાં ભાજપે પચાસ હજાર કરતા વધુ મતે વિજયનો દાવો કર્યો છે જ્યારે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ભાજપના પરંપરાગત મતો તોડે તે ગણતરીએ આપ બેઠક કબજે કરે તેવા સમીકરણો મુકાઇ રહ્યા છે. કરંજમાં માંડ પચાસ ટકા મતદાનથી આપના કાર્યકરો ગેલમાં છે, જ્યારે ભાજપે વીસ હજાર કરતા વધુ મતોથી વિજય મેળવવાનો દાવો કર્યો છે. સુરત પશ્ચિમ, મજુરા, ચોર્યાસી, લિંબાયત, ઉધના બેઠક પર ચૂંટણીના પરિણામો એકતરફી રહે તેવી શક્યતા વ્યક્ત થઇ છે.

આદિવાસી પટ્ટી પર કેટલીક બેઠકો પર કાંટે કી ટક્કર
દક્ષિણ ગુજરાતની કેટલીક આદિવાસી બેઠકો પર કાંટે કી ટક્કર જોવા મળે તેવી સંભાવના છે. મહુવા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસીની શક્યતા છે. એ જ પ્રમાણે કોંગ્રેસ પાસેથી નિઝર બેઠક કબજે કરવા ભાજપે પૂરી તાકાત કામે લગાવી હતી. નિઝર બેઠક પર પણ ભારે રસાકસી સંભવ છે. કોંગ્રેસે વ્યારા અને માંડવીની પરંપરાગત બેઠકો જાળવી રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે જ્યારે ભાજપે આ બંને બેઠકો પર ભારે ટક્કર આપી હોવાનો દાવો કર્યો છે. નવસારી જિલ્લાની વાંસદા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર દેખાઇ રહી છે.

મતગણતરી કેન્દ્રની અંદર મોબાઈલ કે સ્માર્ટવોચ લઇ જવા પર પ્રતિબંધ
૮મી ડિસેમ્બર મતગણતરી થશે, ત્યારે શાંતપૂર્ણ માહોલમાં મતગણતરી પૂરી થાય તે માટે સુરત જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી કેટલાક નિયંત્રણો લાદી દીધા છે. જે અંતર્ગત મતગણતરી કેન્દ્ર ખાતે ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિ ભેગાં થઈ શકશે નહીં. આ ઉપરાંત સભા કે સરઘસ કાઢી શકશે નહીં તેવી જ રીતે અધકૃતિ પાસ વગર કે પરવાનગી વગર મતગણતરી કેન્દ્રમાં પ્રવેશી શકશે નહીં. તેમજ ઉમેદવાર, ચૂંટણી એજન્ટ, મતગણતરી એજન્ટ સહિતનાઓ મતગણતરી કેન્દ્રની અંદર મોબાઈલ ફોન, કોડલેસ ફોન અથવા સ્માર્ટવોચ કે ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ લઈ જઈ શકશે નહીં.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.