રાજુલામાં બાળકી સાથે દુષ્કર્મનો મામલો, આરોપીઓ સામે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા આહિર સમાજની માંગ
રાજુલામાં માસુમ બાળકી પર કરવામાં આવેલા પાશવી બળાત્કારની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.આજરોજ આહિર યુવા કલ્યાણ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને સમગ્ર ઘટનામાં સંડોવાયેલા આરોપી વિરૂદ્ધ તાત્કાલિક ચાર્જશીટ દાખલ કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી. આ દરમ્યાન સમાજના અન્ય સંગઠનો દ્વારા પણ આ સંદર્ભેની ઉગ્ર રજુઆત કરવ
Advertisement
રાજુલામાં માસુમ બાળકી પર કરવામાં આવેલા પાશવી બળાત્કારની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.આજરોજ આહિર યુવા કલ્યાણ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને સમગ્ર ઘટનામાં સંડોવાયેલા આરોપી વિરૂદ્ધ તાત્કાલિક ચાર્જશીટ દાખલ કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી.
આ દરમ્યાન સમાજના અન્ય સંગઠનો દ્વારા પણ આ સંદર્ભેની ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે મોટી સંખ્યામાં ઉમટેલા આહિર સમાજના યુવાઓ અને અગ્રણીઓ દ્વારા ભારોભાર આક્રોશ સાથે રાજુલાના માંડળ ગામે પાશવી બળાત્કારની ઘટનાના વિરૂદ્ધમાં સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેકટરને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
આહિર યુવા કલ્યાણ સમિતિ દ્વારા આજરોજ જિલ્લા કલેકટરને પાઠવવામાં આવેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજુલા તાલુકાના માંડવી ગામે આહિર સમાજની દિકરી પર સામુહિક દુષ્કર્મના આરોપીઓ વિરૂદ્ધ આઠ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે તેમજ તેમની સામેનો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે. આ સંદર્ભે તેઓએ વધુમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો આ પાશવી અને જઘન્ય કૃત્યમાં સંડોવાયેલા નરાધમો વિરૂદ્ધ વહેલી તકે સખ્તમાં સખ્ત કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યના આહિર સમાજના યુવાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.