વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે,જાણો કાર્યક્રમ
લોકલાડીલા નેતા અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદી આજથી 3 દિવસીય ગુજરાત મુલાકાતે છે, ત્યારે જાણો વડાપ્રધાનશ્રી ગુજરાતમાં ક્યાં ક્રાયક્રમોમાં હાજરી આપી ગુજરાતને વિકાસની ભેટ આપશે. વડાપ્રધાનશ્રીના આજના મુખ્ય ક્રાર્યક્રમો મોઢેરામાં હેરિટેજ ૩ ડી લાઈટીંગ એન્ડ સાઉન્ડ શોને ખુલ્લો મૂકશે.પીએમના આગમન દરમિયાન અલગ 7 સ્ટેજ પર સંસ્કૃતિની ઝાંખી રજૂ થશેભારતના 7 સૂર્યમંàª
Advertisement
લોકલાડીલા નેતા અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદી આજથી 3 દિવસીય ગુજરાત મુલાકાતે છે, ત્યારે જાણો વડાપ્રધાનશ્રી ગુજરાતમાં ક્યાં ક્રાયક્રમોમાં હાજરી આપી ગુજરાતને વિકાસની ભેટ આપશે.
વડાપ્રધાનશ્રીના આજના મુખ્ય ક્રાર્યક્રમો
મોઢેરામાં હેરિટેજ ૩ ડી લાઈટીંગ એન્ડ સાઉન્ડ શોને ખુલ્લો મૂકશે.
પીએમના આગમન દરમિયાન અલગ 7 સ્ટેજ પર સંસ્કૃતિની ઝાંખી રજૂ થશે
ભારતના 7 સૂર્યમંદિરોનો ટેબ્લો પીએમની હાજરીમાં પ્રસ્તુત કરાશે
લાઈટીંગ એન્ડ 3ડી સાઉન્ડ શો નું ઉદ્ધાટન
પ્રથમ દિવસના કાર્યક્રમો
રવિવારે સાંજે 9 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પોહોંચવાના છે, અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા જ મોઢેરા ના કાર્યક્રમમાં ભાગ લેવા નીકળશે. ત્યાં પીએમ મોદી પોતાના કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શન કરશે, સાથે જ અહીં મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરશે.આ સાથે જ વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાના સૂર્ય મંદીરની પણ પીએમ મોદી મુલાકાત લેશે. સાથે જ ગુજરાત ચૂંટણીને લઇને અહીં વડાપ્રધાન વિવિધ વિકાસ કાર્યક્રમોની ભેટ આપશે અને જાહેર સભાને પણ વડાપ્રધાન સંબોધન કરશે. રવિવારે રાત્રી રોકાણ ગાંધીનગર રાજ ભવન ખાતે કરશે.
બીજા દિવસના કાર્યક્રમો
10 ઓક્ટોબર સવારે પી.એમ ભરૂચ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે, સાથે જ ભરૂચના કાર્યક્રમમાંજાહેરસભા ને પણ પી.એમ મોદી સંબોધન કરશે. ત્યાર બાદ સોમવારે બપોરે આણંદના કાર્યક્રમમાં પી.અમ હાજરી આપશે.ત્યાં પણ પી.એમ આણંદ શાસ્ત્રી મેદાનમા સભાને સંબોધન કરશે.આણંદથી કાર્યક્રમ પૂર્ણ કરી અમદાવાદ પરત ફરશે પીએમ મોદી.તઅમદાવાદ મોદી શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં હાજરી આપશે.
ત્રીજા દિવસના કાર્યક્રમો
11 ઓક્ટોબરે અમદાવાદથી વડાપ્રધાન મોદી જામનગર જવા રવાના થશે. જામનગરમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કાર્યક્રમ અને ખાતમુહૂર્ત બાદ જાહેર સભાને સંબોધિત કરશે. ત્યારબાદ જામનગરમાં રાત્રી રોકાણ કરશે પીએમ મોદી.11 ઓક્ટોબરના રોજ જામ કંડોરણા ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે જ જામ કંડોરણા ખાતે પણ જાહેર સભાને પીએમ મોદી સંબોધિત કરશે. જામ કંડોરણાનો કાર્યક્રમ પૂર્ણ કરી અમદાવાદ પરત ફરશે પીએમ મોદી. ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમા વિકાસ કામોના લોકાર્પણ ખાત મુહૂર્ત બાદ જાહેર સભા સંબોધશે. અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ કરી પી.એમ દિલ્હી પરત ફરશે.