Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અટલ બ્રીજ પર વડાપ્રધાનશ્રીએ પગપાળા ચાલીને કર્યું નિરીક્ષણ, જુઓ તસવીરો

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અમદાવાદમાં (Ahmedabad) ખાદી ઉત્સવની મુલાકાત લઈ રેંટિયો કાંત્યો હતો. જે બાદ અહીં ઉપસ્થિત લોકોને તેમણે સંબોધિત કર્યાં હતા. ખાદી ઉત્સવના કાર્યક્રમમાં અટલ બ્રીજના (Atal Bridge) લોકાર્પણ બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ અટલ બ્રીજ પર પગપાળાં ચાલીને નિરીક્ષણ કર્યું હતું અને અહીં ઉપસ્થિત લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.ખાદી ઉત્સવનો કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ વડà
અટલ બ્રીજ પર વડાપ્રધાનશ્રીએ પગપાળા ચાલીને કર્યું નિરીક્ષણ  જુઓ તસવીરો

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અમદાવાદમાં (Ahmedabad) ખાદી ઉત્સવની મુલાકાત લઈ રેંટિયો કાંત્યો હતો. જે બાદ અહીં ઉપસ્થિત લોકોને તેમણે સંબોધિત કર્યાં હતા. ખાદી ઉત્સવના કાર્યક્રમમાં અટલ બ્રીજના (Atal Bridge) લોકાર્પણ બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ અટલ બ્રીજ પર પગપાળાં ચાલીને નિરીક્ષણ કર્યું હતું અને અહીં ઉપસ્થિત લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.

Advertisement

ખાદી ઉત્સવનો કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અટલ બ્રીજ પર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું.
અટલ બ્રીજ પર જતાં દરમિયાન તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, વડાપ્રધાનશ્રીને આટલા નજીકથી જોઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
વડાપ્રધાન મોદીએ અટલ બ્રીજ પર અશારે 15 થી 20 મિનિટ સુધી નિરીક્ષણ કર્યું હતું અને બ્રીજ પરથી સાબરમતી નદી અને અમદાવાદ શહેરને નિહાળ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ પગપાળા ચાલી સમગ્ર બ્રીજનું નિરીક્ષણ કર્યું હતું. અટલજીને ભાવભીની શ્રદ્ધાંજલિ સમાન આ બ્રીજ અમદાવાદની શાન અને અલગ ઓળખ બનશે.
અટલ બ્રીજ પર વડાપ્રધાનશ્રીએ ચાલીને નિરીક્ષણ કર્યું હતું, તેમની સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી અને ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ પણ જોડાયા હતા.
અટલ બ્રીજ ડિઝાઇન અને ઈનોવેશનમાં અભૂતપુર્વ છે આની ડિઝાઈનમાં ગુજરાતના પતંગ મહોત્સવનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીએ અભૂતપુર્વ ડિઝાઇન ધરાવતા આ બ્રીજને આજે ગુજરાત અને અમદાવાદના લોકોને સમર્પિત કર્યો છે.
Tags :
Advertisement

.