Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘટના દુ:ખદ છે, તપાસ માટે હાઈપાવર કમિટિની રચના કરાઈ છે: ગૃહ રાજ્યમંત્રીશ્રી

મોરબીમાં ઝુલતા બ્રીજ તુટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે, ઘટનાને લઈને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. બનાવને લઈને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ઘટના સ્થળે દોડી જઈ ઘટના સ્થળની મુલાકાત કરી તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનોને મળ્યા હતા. અહીં વહિવટી તંત્રના અધિકારીઓ સાથે તેમણે મિટિંગ કરી જરૂàª
ઘટના દુ ખદ છે  તપાસ માટે હાઈપાવર કમિટિની રચના કરાઈ છે  ગૃહ રાજ્યમંત્રીશ્રી
મોરબીમાં ઝુલતા બ્રીજ તુટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે, ઘટનાને લઈને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. બનાવને લઈને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ઘટના સ્થળે દોડી જઈ ઘટના સ્થળની મુલાકાત કરી તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનોને મળ્યા હતા. અહીં વહિવટી તંત્રના અધિકારીઓ સાથે તેમણે મિટિંગ કરી જરૂરી સુચના આપી હતી. બાદમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી હતી.
સારવારમાં કોઈ તકલીફ ના પડે તે માટે સુચના
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, મોરબીમાં આજે દુઃખદ દુર્ઘટના ઘટી છે અનેક સ્વજનોએ પોતાના સ્વજનોના જીવ ગુમાવ્યા છે. મુખ્યપ્રધાને પણ પોતાના કાર્યક્રમો રદ્દ કરી ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી હોસ્પિટલની મુલાકાત લઈ ઈજાગ્રસ્તોને સારવારમાં કોઈ પણ તકલીફ ના પડે તે માટે સૂચના આપી છે. પોતાની ફરજ નિભાવનારા આરોગ્ય અધિકારીઓ અને તેમની ટીમ ને હું વંદન કરું છું. ગંભીર દર્દીઓ માટે આગાઉથી જ ખાનગી હોસ્પિટલ સાથે ટાયપ કરવામાં આવ્યું હતું.
બચાવ કામગીરી શરૂ
તેમણે જણાવ્યું કે, નદીમાં પાણી ઓછું થાય તે માટે સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ દિવાલ તોડાવી પાણી ઓછું કરવા સૂચના આપી હતી. રાજકોટથી મશીનરી મંગાવી બ્રિજ નો એક ભાગ કપાઈ ગયો છે. જો ભાગ કાપવાનો ચાલુ છે. અહીં આર્મીની એક ટુકડી પહોંચી ચૂકી છે. કોસ્ટ ગાર્ડની ટીમ પણ જોડાશે. આર્મી, નેવી, એરફોર્સની ગરૂડ ટીમ અને NDRFની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન આખી રાત ચાલશે. મંત્રી બ્રિજેશ મેરજા સિવિલ હોસ્પિટલ ખાતે અને વિનોદ ચાવડા સહિતના ઘટના સ્થળ પર હાજર રહેશે.
તમામ વ્યવસ્થા ઉભી કરાઈ
રાજ્ય સરકારે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી કલેકટર ઓફિસથી તમામ વ્યવસ્થા બાબતે મોનિટરિંગ કરી રહ્યા છે. દર્દીઓને તેમના પરિજનોને મળી શકે તે માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તપાસ માટે હાઈપાવર કમિટિ નિમાઈ
તેમણે કહ્યું કે, ઘટનાની તપાસ માટે હાઈપાવર કમિટિની રચના કરવામાં આવી છે. કુલ 5 જેટલા IAS અને IPS અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. જે 24 કલાકમાં ઘટનાનો રિપોર્ટ સોંપશે અને કેસની તપાસની અપડેટ દરરોજ સાંજે મુખ્યમંત્રીશ્રીને સોંપશે. નોંધાયેલી ફરિયાદમાં IPC 304, 308 અને 114 મુજબનો ગુન્હો નોંધ્યો છે. ગુનાની તપાસની અધ્યક્ષતા રેન્જ આઇજી દ્વારા કરવામાં આવશે. પોલીસ દ્વારા બ્રિજ સાથે લાગતી વળગતી એજન્સીને આવરી લેવામાં આવી છે.

મૃત્યુઆંક વધશે
તેમણે કહ્યું કે, આજુ બાજુના જિલ્લામાંથી અધિકારીઓ અને જવાનોની ટીમ મોરબી પહોંચી છે. આરોગ્ય, ફાયર, પોલીસ સહિતની ટીમ પણ તૈનાત છે. અત્યાર સુધીમાં 68 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ આંક હજુ પણ વધી શકે તેમ છે.
મોરબીની ઘટનાને લઈ હર્ષભાઈ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ
Advertisement
Tags :
Advertisement

.