ટ્રાન્સપોર્ટ હડતાળ સામે પોર્ટ પ્રશાસન ઉઘતુ ઝડપાયું, ઓપરેશનને અસરને પગલે હવે દોડધામ
કચ્છના (Kutch) દીનદયાળ કંડલા પોર્ટ (Kandla Port) ઓથોરિટી સામે લોકલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક હડતાલનું શસ્ત્ર ઉગામ્યા પછી હવે છેલ્લી ચાર શિફટમાં તમામ પ્રકારના લોડિંગ અનલોડિંગ અટકી જતા પોર્ટ ઓપરેશનને ભારે અસર પડી રહી છે ત્યારે જવાબદારો દોડતા થયા છે અને ઉંઘતા ઝડપાયા હોવાનું ફલિત થઈ રહ્યું છે.પોર્ટ પર ટ્રાન્સપોર્ટ બંધ થાય તો શું સ્થિતી થશે તે જાણતા હોવા છતાં છેલ્લા એક સપ્તાહ
કચ્છના (Kutch) દીનદયાળ કંડલા પોર્ટ (Kandla Port) ઓથોરિટી સામે લોકલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક હડતાલનું શસ્ત્ર ઉગામ્યા પછી હવે છેલ્લી ચાર શિફટમાં તમામ પ્રકારના લોડિંગ અનલોડિંગ અટકી જતા પોર્ટ ઓપરેશનને ભારે અસર પડી રહી છે ત્યારે જવાબદારો દોડતા થયા છે અને ઉંઘતા ઝડપાયા હોવાનું ફલિત થઈ રહ્યું છે.
પોર્ટ પર ટ્રાન્સપોર્ટ બંધ થાય તો શું સ્થિતી થશે તે જાણતા હોવા છતાં છેલ્લા એક સપ્તાહથી અપાયેલી નોટીસ ને નંજરઅંદાજ કરવાના પગલે નારાજ થયેલા ટ્રાન્સપોર્ટ એસોસિએશન હવે કોઈ જ વાયદા સ્વીકારવા તૈયાર નથી. જેને પગલે હડતાળ જારી રહેલા કરોડો રૂપિયાના પરિવહન ને અસર પડી રહી છે.
કંડલા પોર્ટ સામે ડમ્પર એશો. લોકલ ટ્રાન્સપોર્ટ અને બાય રોડ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક હડતાલ ચાલી રહી છે. જેમાં આગેવાનોને જાહેરાતને પગલે કોઈ જ દોડધામ વગર કે ગાડી રોકાવાની ફરજ પાડ્યા વગર પાંચ હજારથી વધુ ટ્રકના પૈડા થંભી ગયા છે. અને 2500થી વધુ શ્રમિકો મજુરી કામથી અળગા થઈ ગયા છે.
ગત રોજ થી આ હડતાલ શરૂ થયા પછી બપોર બાદથી પોર્ટના જવાબદાર અધિકારીઓ પોર્ટ વપરાશકર્તા અગ્રણીઓ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન વચ્ચે બેઠકનો દોર શરૂ થયો હતો તે મોડી રાત સુધી અનિર્ણિત રહેતા હડતાળ જારી રાખવાનું એલાન આપ્યું હતું. આજે સવારથી પણ ટ્રકના પૈડા થંભેલા છે અને શ્રમિકો કામથી અળગા છે.
સમગ્ર ઘટનાક્રમ વચ્ચે આજે સ્પષ્ટ થયું છે કે પોર્ટ પ્રશાસન આ હડતાળની અસર સામે ઊંઘતું ઝડપાયું છે. ગત તારીખ 2-10ના હડતાળની ચીમકી ઉચ્ચાર્યા પછી છે 9-2 સુધી કોઈ જ પગલા ન ભરાતા હડતાલ એલાન મુજબ શરૂ કરી દેવાઈ છે. હવે પોર્ટ પ્રશાસન, સીએચએ એસોશીએશન, ગાંધીધામ ચેમ્બર દ્વારા હડતાલમાં મધ્યસ્થીનો માર્ગ અપનાવાઈ રહયો છે.
જોકે હવે નારાજ ટ્રાન્સપોર્ટ આગેવાનો જણાવી રહ્યા છે. કે કોઈ જ દબાણ વગર સ્વેચ્છાએ જોડાયેલા અને મહિનાઓથી સમસ્યા ભોગવતા લોકો કોઇપણ કાળે સમાધાન બેઠકને માત્ર વાયદા બેઠખ બનવા દેશે નહી. નિર્ણાયક ફળ વગર હડતાલ અટકાવાશે નહી તેમ ડમ્પર એસોસીએશનના પ્રમુખ શીવજીભાઈ આહીરે જણાવ્યુ હતું.
કંડલા દિનદયાલ પોર્ટ ઓથોરીટીના પ્રવકતા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે આરએફઆઈડી ડેગ સર્વિસની સિસ્ટમ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જરૂરી છે. સમસ્યા ઉકેલવા માટે નવી એપ લોન્ચ કરી દેવાઈ છે. ડે ચેરમેન નંદિશ શુકલા સાથે બેઠક યોજાઈ છે. પોર્ટ પ્રશાસન યુઝર ફ્રેન્ડલી છે. અને તે રીતે ટ્રાન્સપોર્ટ આગેવાનોની સમસ્યા બાબતે ધ્યાન દેવાઈ રહયું છે. શ્રમિકો માટે પુરતી વ્યવસ્થા પોર્ટ પર છે. પોર્ટ ઓપરેશનને અસર જરૂર પડી છે પણ ટીમ્બર સહિતના કાર્ગો નું પરિવહન જારી છે.
આ પણ વાંચો - સુરત બાદ કચ્છમાં ભૂકંપના આંચકો અનુભવાયો, સુરતમાં 3.8 અને કચ્છમાં 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુવાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement