Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓરેવા ગ્રુપની ઓફિસ અને કેબલ બ્રિજની કોન્ટ્રાક્ટ રાખનાર દેવ પ્રકાશ ફેબ્રિકેશનમાં પોલીસના દરોડા

મોરબી પોલીસ ઓરેવા ગ્રુપ ઓફિસમાં સર્ચ દરમિયાન અનેક દસ્તાવેજી પુરાવા કર્યા એકત્રજયસુખ પટેલને પકડવા પોલીસના હરિદ્વારમાં ધામાફેબ્રિકેશન કંપની ધ્રાંગધ્રાની દેવપ્રકાશ કંપનીમાં પણ દરોડાદેવપ્રકાશ કંપનીમાંથી 2007 અને 2022 રીપેરીંગ કામના દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યાફેબ્રિકેશન કામ કરતી કંપની નાનકડા એવા મકાનમાં બીજા માળે ઓફિસમાંથી ચાલતી હોવાનું સામે આવ્યુંકામ કાજ માટે માત્ર એક ડબ્બ
ઓરેવા ગ્રુપની ઓફિસ અને કેબલ બ્રિજની કોન્ટ્રાક્ટ રાખનાર દેવ પ્રકાશ ફેબ્રિકેશનમાં પોલીસના દરોડા
  • મોરબી પોલીસ ઓરેવા ગ્રુપ ઓફિસમાં સર્ચ દરમિયાન અનેક દસ્તાવેજી પુરાવા કર્યા એકત્ર
  • જયસુખ પટેલને પકડવા પોલીસના હરિદ્વારમાં ધામા
  • ફેબ્રિકેશન કંપની ધ્રાંગધ્રાની દેવપ્રકાશ કંપનીમાં પણ દરોડા
  • દેવપ્રકાશ કંપનીમાંથી 2007 અને 2022 રીપેરીંગ કામના દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા
  • ફેબ્રિકેશન કામ કરતી કંપની નાનકડા એવા મકાનમાં બીજા માળે ઓફિસમાંથી ચાલતી હોવાનું સામે આવ્યું
  • કામ કાજ માટે માત્ર એક ડબ્બામાં તમામ સાધનો લઈ જવામાં આવતા
ગત રવિવાર 30 તારીખે મોરબીમાં બનેલી ગોજારી ઘટના બાદ મોરબી પોલીસ (Morbi Police) હરકતમાં આવી છે. મોરબી પોલીસ દ્વારા ઓરેવા ગ્રુપ (Oreva Group)ના ચેરમેન જયસુખ પટેલ (Jaysukh Patel)ના ફાર્મ હાઉસ, ઘર અને ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. જોકે, જયસુખ પટેલ ફરાર હોવાના કારણે ટેકનિકલ સેલની ટીમને પણ કામે લગાડવામાં આવી હતી. 
પોલીસના દેવપ્રકાશ ફેબ્રિકેશન પર દરોડા
ટેકનિકલ ટીમ દ્વારા જયસુખ પટેલ (Jaysukh Patel) હરિદ્વારમાં છુપાયા હોવાની વિગતો સામે આવી છે. મોરબી પોલીસની એક ટુકડી હરિદ્વાર પહોંચી છે અને જયસુખ પટેલની શોધખોળ આરંભી છે. તો બીજી બાજુ જયસુખ પટેલના ફાર્મ હાઉસ ઓફિસ અને ઘર પર દરોડા દરમિયાન સર્ચની કામગીરી કરવામાં આવી રહી છે. જયસુખ પટેલના ઓફિસમાંથી અનેક દસ્તાવેજી પુરાવો પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. ઓરેવા ગ્રુપ દ્વારા ધાંગધ્રાની દેવપ્રકાશ ફેબ્રિકેશનને જે કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો, ત્યાં પણ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. 
એક નાના રૂમમાં ચાલે છે કંપની
દરોડા દરમિયાન ચોકાવનારી હકીકતો છે તે સામે આવી છે. ધાંગધ્રાની દેવ પ્રકાશ ફેબ્રિકેશન એક નાના એવા મકાનના ઉપરના ભાગમાં નાના એવા રૂમમાં આ કંપની ચાલતી હોવાની વિગતો સામે આવી છે. જો ક્યાંય પણ ફેબ્રિકેશનનું કામ કરવાનું હોય તો માત્ર નાની એવી પેટીઓની અંદર જ પોતાનો સામાન ફીટ કરી અને જતી હોય છે એટલે ચોકાવનારી વિગતો એ કહી શકાય કે આટલું મોટું કામ અને માત્ર નાના નાના પેટીઓની અંદર જ સાધન સામગ્રીઓ પેક કરીને પોતાનું કામ કરવા પહોંચતી હતી. એટલે સ્પષ્ટ રીતે કહી શકાય છે કે ફેબ્રિકેશનનું કામ કરતી કંપની માત્ર જે રીતના FSLના  રિપોર્ટ આવ્યો છે કે તેઓને પગથિયા બદલાવાનું જ કામ આપવામાં આવ્યું હતું અને તે આ ફેબ્રિકેશન કંપનીએ બદલ્યા હતા. 
પોલીસની અલગ-અલગ દિશાઓમાં તપાસ શરૂ
જોકે 2007 ની અંદર પણ આ જ કંપનીને કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો. 2007 અને 2022 દરમિયાન આ ફેબ્રિકેશન કંપની દ્વારા કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી છે? શું શું કામગીરી કરવામાં આવી છે તેને લઈને પણ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તો તે કંપનીમાંથી પણ જે કોન્ટ્રાક આપવામાં આવ્યા હોય તેના દસ્તાવેજી પુરાવા છે તે પત્ર કર્યા છે, પોલીસ દ્વારા હાલ અલગ-અલગ દિશાઓમાં તપાસ પણ કરવામાં આવી રહી છે. ફેબ્રિકેશનને કઈ પ્રકારનો કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો દેવપ્રકાશ ફેબ્રિકેશને કેટલું કામ કર્યું છે, આ તમામ દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.