Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujaratમાં યોજાતી ઇવેન્ટનો ચોરી કરતા ઝારખંડની ગેંગના સભ્યની પોલીસે ધરપકડ કરી, 70 મોબાઇલ કબજે કર્યા

ગુજરાતમાં યોજાતી ઇવેન્ટમાં ચોરી કરવા આવતી ઝારખંડ ગેંગના એક આરોપીની અમરાઇવાડી પોલીસે ધરપકડ કરી છે. જેની પાસેથી ચોરીના 70 મોબાઈલ જપ્ત કરીને 200 થી વધુ મોબાઈલ ચોરી કરી હોવાનું ખુલ્યું છે . જેમાં ઝારખંડની ગેગ બાળકો સાથે ચોરી કરવા આવતી હતી. જેમાં અમરાઈવાડી પોલીસે ધરપકડ કરેલા આરોપી ઇન્દર મંડલ ઝારખંડનો રહેવાસી છે. જે પકડાયેલ આરોપી સહિત પાંચ લોકોની ગેંગ મોબાઇલ ચોરી કરવા ઝારખંડથી ખાસ અમદા
gujaratમાં યોજાતી ઇવેન્ટનો ચોરી કરતા ઝારખંડની ગેંગના સભ્યની પોલીસે ધરપકડ કરી  70 મોબાઇલ કબજે કર્યા
ગુજરાતમાં યોજાતી ઇવેન્ટમાં ચોરી કરવા આવતી ઝારખંડ ગેંગના એક આરોપીની અમરાઇવાડી પોલીસે ધરપકડ કરી છે. જેની પાસેથી ચોરીના 70 મોબાઈલ જપ્ત કરીને 200 થી વધુ મોબાઈલ ચોરી કરી હોવાનું ખુલ્યું છે . જેમાં ઝારખંડની ગેગ બાળકો સાથે ચોરી કરવા આવતી હતી. જેમાં અમરાઈવાડી પોલીસે ધરપકડ કરેલા આરોપી ઇન્દર મંડલ ઝારખંડનો રહેવાસી છે. જે પકડાયેલ આરોપી સહિત પાંચ લોકોની ગેંગ મોબાઇલ ચોરી કરવા ઝારખંડથી ખાસ અમદાવાદ આવતા હતા. અમદાવાદ માં ચાલી રહેલ ઇવેન્ટમાં ભીડ વાળી જગ્યાથી મોબાઇલની ચોરી કરવા ઝારખંડની ગેંગ આવી હતી.
70 ફોનની 12.50 લાખ કિંમત મુદ્દામાલ કબ્જે લીધા
અમરાઈવાડી પોલીસની ગિફરતમાં રહેલ આરોપી ઇન્દર મંડલ ઝારખંડનો રહેવાસી છે.જે પકડાયેલ આરોપી સહિત પાંચ લોકોની ગેંગ મોબાઇલ ચોરી કરવા ઝારખંડથી ખાસ અમદાવાદ આવતા હતા.અમદાવાદ માં ચાલી રહેલ ઇવેન્ટમાં ભીડ વાળી જગ્યાથી મોબાઇલની ચોરી કરવા ઝારખંડની ગેંગ આવી હતી..જેમાં દોઢ મહિનામાં 200 થી વધુ મોબાઇલ ચોર્યા હોવાની આંશકા પોલીસને છે...પોલીસ આરોપી ઇન્દર મંડળ પાસેથી 70 જેટલા સ્માર્ટ ફોન કબ્જે કર્યા.જેમાં 30 આઈફોન સહિત અલગ અલગ કંપનીના 70 ફોનની 12.50 લાખ કિંમત મુદ્દામાલ કબ્જે લીધા છે.

ઝારખંડના સાહેબગંજ જિલ્લાના ચોર ગેંગ અમદાવાદમાં ચાલતા ફેસ્ટિવલ સમયે આવે છે
પકડાયેલ આરોપી ઇન્દર મંડળની પૂછપરછ કરતા સામે આવ્યું કે દોઢ મહિનામાં જ ઝારખંડની ગેંગએ કાંકરિયા કાર્નિવલ, સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવ,ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલમાંથી અસંખ્ય મોબાઇલ ચોર્યા છે.મોબાઇલ ચોરી કરતી ગેંગની મોડ્સ ઓપરેન્ડી વાત કર્યે તો ઝારખંડના સાહેબગંજ જિલ્લાના ચોર ગેંગ અમદાવાદ માં ચાલતા ફેસ્ટિવલ સમયે આવે છે..ટ્રેન મારફતે અમદાવાદ આવીને પુર્વ વિસ્તારમાં ચાલી જેવી જગ્યા પર એક રૂમ રાખીને રહે અને બાદમાં શહેરમાં ચાલતા ઇવેન્ટમાં રીક્ષા મારફતે ત્યાં પહોંચી જાય ત્યાં ભીડભાડ વાળી જગ્યા પર ભેગા મળી મોબાઇલની ચોરી કરતા..જોકે પાંચ જાણની ટોળકીમાં બે કે ત્રણ નાની ઉંમરના કિશોર હોય જેથી રંગેહાથ મોબાઇલ ચોરી કરવામાં પકડાય તો તેને નાનો સમજી લોકો છોડી દેતા હોય છે જેથી પોલીસના હાથે પકડતા ન હતા પરંતુ અમરાઇવાડી પોલીસને ચોક્કસ માહિતી મળતા મોબાઇલ ચોરીના રેકેટ પકડાયું છે
ચોરી કરેલા મોબાઇલ ઝારખંડ માં લઈ જઈ વેચતા હતા
ચોરી કરેલા મોબાઇલ ઝારખંડ માં લઈ જઈ વેંચતા હતા..જ્યાં ચોરી થયેલા મોબાઇલથી ઓનલાઇન ચિટિંગ ફ્રોડમાં તેનો ઉપયોગ થતો હોવાનું પોલીસને આંશકા છે..જેથી પોલીસે મોબાઇલ ચોરીના મુખ્ય આરોપી પકડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.બીજી બાજુ આ કાર્યક્રમમાં લોકોના ચોરી થયેલા મોબાઇલ માલિક અમરાઈવાડી પોલીસ સંપર્ક કરીને પરત મેળવી શકે છે જેવી એક અપીલ કરી છે..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.