Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ વખતે મતદાનના બધા રેકોર્ડ તુટવા જોઈએ અને તેમાંથી કમળ પણ વધારે નિકળવા જોઈએ: વડાપ્રધાનશ્રી

વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં સભા ગજવીવડોદરાની 10 બેઠકો માટે માગ્યા મતનરેન્દ્ર, ભૂપેન્દ્ર નહી આ ચૂંટણી જનતા લડે છેGujarat Assembly Elections : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Elections 2022) શરૂઆત થવાને હવે એક સપ્તાહ જેટલો જ સમય બાકી છે. ભાજપનું કાર્પેટ બોંમ્બિંગ બોંમ્બની જેમ વરસી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ સુરતમાં જનસાભા, તો સંબિત પાત્રા રાજકોટમાં પત્રકાર પરિષદ કરીને સરકારના કામો જનતાને
આ વખતે મતદાનના બધા રેકોર્ડ તુટવા જોઈએ અને તેમાંથી કમળ પણ વધારે નિકળવા જોઈએ  વડાપ્રધાનશ્રી
  • વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં સભા ગજવી
  • વડોદરાની 10 બેઠકો માટે માગ્યા મત
  • નરેન્દ્ર, ભૂપેન્દ્ર નહી આ ચૂંટણી જનતા લડે છે
Gujarat Assembly Elections : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Elections 2022) શરૂઆત થવાને હવે એક સપ્તાહ જેટલો જ સમય બાકી છે. ભાજપનું કાર્પેટ બોંમ્બિંગ બોંમ્બની જેમ વરસી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ સુરતમાં જનસાભા, તો સંબિત પાત્રા રાજકોટમાં પત્રકાર પરિષદ કરીને સરકારના કામો જનતાને બતાવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) પણ ઉપરાઉપરી જનસભા સંબોધી રહ્યા હોવાથી ગુજરાતમાં ભાજપ તરફી માહોલ બની રહ્યો છે. મહેસાણા (Mahesana) અને દાહોદમાં (Dahod) જનસભા ગજવ્યા બાદ વડાપ્રધાનશ્રી વડોદરા (Vadodara) પહોંચ્યા હતા. અહીં નવલખી મેદાનમાં તેમણે જનસભા સંબોધી હતી. અહીંથી તેઓ ભાવનગરમાં (Bhavnagar) જનસભા સંબોધવા જવાના છે.
આ ચૂંટણી જનતા જનાર્દન લડવાની છે
વડાપ્રધાનશ્રીએ પોતાના સંબોધનની શરૂઆત કેમ છે વડોદરા, જોરમાં બધા? તેમ કહીને કરી હતી. તેમણે જણાવ્યું કે, મોટી સંખ્યામાં આશિર્વાદ આપવા આવ્યા તે બદલ આભાર. બે ત્રણ દિવસથી ગુજરાતના (Gujarat) ભાગોમાં જનતાના દર્શન કરવાની તક મળી છે. લોકોને મળ્યો તેમનો ઉત્સાહ જોઈને દેખાય છે કે, આ ચૂંટણી નરેન્દ્ર, ભૂપેન્દ્ર નહી, આ ચૂંટણી ગુજરાતની ચૂંટણી જનતા જનાર્દન લડી રહી છે. કોઈ સરકારને ફરી બેસાડવા માટે આટલો ઉમંગ ઉત્સાહ હોય તે રાજકિય પંડિતો માટે અધ્યયનનો વિષય છે. જનતાનો આ અતૂટ વિશ્વાસ અને તેનું માધ્યમ છે વિકાસ. તેનું જ પરિણામ છે કે નિરંતર આ આશિર્વાદની વર્ષા ચાલે છે અને આ કારણે ખુણે ખુણે એક જ મંત્ર સંભળાય છે ફરી એક વાર મોદી સરકાર. મારુ સૌભાગ્ય છે કે પુજ્ય સંતો પણ મોટી સંખ્યામાં આવ્યા છે તમને પ્રણામ.
તમારો વોટ ગુજરાતને વિકસિત બનાવશે
તેમણે જણાવ્યું કે, ગયા 20 વર્ષમાં અનેક નાની-નાની સમસ્યા દુર કરી. વિકરાળ સમસ્યા ઉકેલીને ગુજરાત અહીં પહોંચ્યું છે પણ આપણે અહીં અટકવા માંગતા નથી. આપણું ગુજરાત વિકસિત દુનિયાના સમુદ્ધ દેશોની સમકક્ષ હોવું જોઈએ. તેમણે જનતાને પુછ્યું કે, આ વિકસિત ગુજરાત કોણ બનાવશે? તો જનતાએ મોદી... મોદી... ના નારા લગાવ્યા. ત્યારે તેમણે જણાવ્યું કે, જી નહી નરેન્દ્ર, ભૂપેન્દ્ર નહી, આ ગુજરાતના કોટી કોટી નાગરિકો વિકસિત ગુજરાત બનાવશે. તમારા વોટનું સામર્થ્ય ગુજરાતને વિકસીત બનાવવશે. આપણે અમૃતકાળમાં છીએ અને આગામી 25 વર્ષ દેશ ગુજરાત માટે અત્યંત મહત્વના છે. આ કાળમાં ગુજરાતને કેટલું વિકસિત બનાવવું છે તે ગુજરાતના યુંવાનોના સામર્થ્ય પર છે. ગુજરાતમાં ટૂંકાગાળામાં નેશનલ ગેમ્સનું (National Games 2022) આયોજન થયું છે અને તે સમયે જ નવરાત્રી હતી. વડોદરામાં દિવસે ખેલકૂદ અને રાત્રે ગરબાની મજા જોઈને ભલભલા પ્રભાવિત થયા હતા. જે લોકો પહેલીવાર ગુજરાતમાં આવે અને મોડી રાતે દિકરીઓ એકલી સ્કુટીમાં જતી જુએ છે તો તેમને આશ્ચર્ય થાય છે. બહારથી આવેલા લોકો સોશિયલ મીડિયા પર લખે કે આવું સમગ્ર દેશમાં હોવું જોઈએ.
કર્ફ્યૂ તો જાણે છેડે બાંધ્યો હોય તેવી સ્થિતિ હતી
તેમણે જણાવ્યું કે, નવયુવાનો આજે જોઈએને નહી કહી શકે કે 20 વર્ષ પહેલા ગુજરાતમાં કેવી હાલત હતી. કર્ફ્યૂ તો જાણે છેડે બાંધ્યો હોય તેવી સ્થિતિ હતી. કારણ કે, ગાંધીનગરમાં (Gandhinagar) બેઠેલા લોકો અસામાજીક તત્વોને રાજકિય સંરક્ષણ આપતા. તેનાથી અશાંતિ હતી જે વિકાસ માટે અવરોધક હતી યુવાનોના ભાવિને રોળતી હતી. ભયનું વાતાવરણ હતું અને આજે પણ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આવી જ સ્થિતિ છે પણ અમારી સરકાર આવી તેણે શરૂઆતમાં જ આંખ લાલ કરી હતી. પોરબંદરમાં (Porbandar) બોર્ડ હતું કે અહીં ગુજરાતની કાયદો વ્યવસ્થાપૂર્ણ થાય છે તેવી દુર્દશા હતી. કોંગ્રેસના શાસનમાં પોરબંદરની જેલને તાળા મારવા પડતા હતા.
ગુજરાતે ઔદ્યોગિક વિકાસની હરણફાળ ભરી
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, આજે ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં હરણફાળ ભરી, ઔદ્યોગિક વિકાસ માટે ભાજપની સરકારે સુરક્ષિત વાતાવરણ બનાવ્યું. રાજ્યમાં નવો ઉદ્યોગ આવે તે સૌથી પહેલા સુરક્ષાની સ્થિતિ જુએ છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં સ્થિતિ બદલાઈ છે. 20 વર્ષ પહેલા ગુજરાતનું સ્થાનિક ઉત્પાદન 1 લાખ કરોડ હતું તે આજે 17 લાખ કરોડ છે. હિંદુસ્તાનના અનેક લોકો માટે ગુજરાત અજાયબી લાગે છે. 60 હજાર કરતા વધારે લઘુ ઉદ્યોગો કામ કરી રહ્યાં છે. વડોદરામાં હવાઈજહાજ બનાવવાનું કારખાનું બનશે જે થોડાં દિવસ પહેલા જ શરૂ કર્યું હતું. સાવલીમાં બનેલી રેલ કાર વિદેશમાં દોડશે. દાહોદમાં ભારતનું સૌથી શક્તિશાળી રેલવે એન્જીન બનાવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે. આપણાં ગુજરાત તેમાં એકલા વડોદરાના પટ્ટો સાયકલથી લઈ હવાઈ જહાજ બનશે. આ ગુજરાતના જવાનોનું ભવિષ્ય ઉજ્વળ છે. આજે ગુજરાત આઈટી થી લઈ સેમિકંડક્ટર સુધી હજારો કરોડના રોકાણ થઈ રહ્યાં છે. જે ગુજરાતના લાખો યુવાનોને રોજગારની ગેરંટી બનવાના છે. અનેક સ્પેશિયલ ઝોન ગુજરાતમાં ધમધમે છે. ભુપેન્દ્રભાઈની સરકાર નવી ઔધ્યોગિક પોલીસીથી તેને ઘણો લાભ મળવાનો છે.
ટૂંકાગાળામાં આપણે દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યા
વડાપ્રધાનશ્રીએ દેશના વિકાસની વાત કરતા જણાવ્યું કે, ગુજરાત અને દેશે દુનિયા માટે નમુના રૂપ કામ કરે છે. 8 વર્ષ પહેલા આપણી અર્થવ્યવસ્થા 10માં નબરે હતી. ટૂંકાગાળામાં આપણે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યા. ભારત 10માંથી 9મા સ્થાને આવ્યું, 9થી 8માં સ્થાને આવ્યું. 10થી 6ઠ્ઠા સ્થાન સુધી કોઈ ચર્ચા નહોતી પણ 6 માંથી 5 થયાં ત્યારે દેશમાં ઉર્જા આવી કારણ કે, જેણે  250 વર્ષ સુધી આપણા પર રાજ કર્યું તેને આપણે પાછળ છોડ્યા તેનો આનંદ હતો. ભારતમાં બનેલા ઉત્પાદનો પર ટેક્સ ઓછો લાગે તેના માટે દેશની સરકાર સમજુતિ કરાર કરે છે અને આજે તમને સમાચાર મળ્યા હશે કે, ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટે ફ્રી ટ્રેડની મંજુરી આપતા ભારતમાં બનેલા ઉત્પાદનો ઓસ્ટ્રેલિયામાં વેચાશે જેથી નાના ઉદ્યોગોને લાભ થશે.
ઈકોનોમી સાથે ઈકોલોજીનું સંતુલન
તેમણે જણાવ્યું કે, ઈકોનોમી સાથે ઈકોલોજીનું સંતુલન જાળવીને આપણે નવું મોડલ લાવ્યા છીએ. આપણે ક્લાઈમેટ ચેન્જ પરફોર્મ્સ ઈન્ડેક્સમાં 8માં નંબરે પહોંચ્યા છીએ. વિશ્વમાંથી આપણે વાહવાહી મળે છે. ભારતનો વર્લ્ડ રેન્કિંગમાં સુધારો થયો છે અને ભાજપની સરકાર તે કામ કરી રહી છે.
ગુજરાતને અંધારામાં નહી પ્રકાશમાં રાખ્યું
યુવાનો તમને ખબર છે ગુજરાતમાં કોલસો નથી છતાં ઝુક્યું નહી નવા રસ્તા શોધ્યા ગુજરાતને અંધારામાં નહી તેજ પ્રકાશમાં રાખવાનું કામ કર્યું. સૌરઉર્જામાં દેશ પહેલા પાંચમાં સ્થાન ધરાવે છે. સૌરઉર્જા પોલીસી બનાવનારું પહેલુ રાજ્ય ગુજરાત છે અને ગુજરાત પાવર સરપ્લસ રાજ્ય છે. વિજળીની ચિંતા કરી તેમ સ્કિલ ડેવલપની વાત પણ કરી.
મહારાજા સાયાજીરાવને યાદ કર્યાં
તેમણે મહારાજા સાયાજીરાવને યાદ કરતા જણાવ્યું કે, આ તો સાયાજીરાવની ધરતી છે. હું સાયાજીરાવે બનાવેલી શાળામાં  ભણ્યો છું અને તે પ્રેરણાંથી આપણે કામ કર્યું છે. અમે 20 વર્ષમાં ઉચ્ચ માધ્ચમિક શાળાઓ બે ગણી વધારી, પહેલા 21 આજે 100 યૂનિવર્સિટી છે. અગાઉ 1300 મેડિકલ સીટો આજે 6000થી વધારે છે. વડોદરા ઉચ્ચ શિક્ષાનું હબ છે. અહીં દેશની પેહલી રેલ, સ્પોક્ટ્સ, ગતિશક્તિ યૂનિવર્સિટીની તૈયારી ચાલી રહી છે. ડિઝિટલ ટેક્નોલોજીમાં ગુજરાત હરણફાળ ભરે છે.
દુનિયામાં સસ્તો ડેટા ભારતમાં
તેમણે જણાવ્યું કે, દુનિયામાં સૌથી સસ્તો ડેટા ભારતમાં મળે છે. દિલ્હીમાં 22 દેશના વિદ્યાર્થીઓ આવ્યા છે. હેકથોનનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમને આટલા સસ્તા ડેટા જોઈને આશ્ચર્ય થાય છે. 
વિકાસ સર્વાંગી, સંવેદનશીલ હોવો જોઈએ
તેમણે જણાવ્યું કે, વિકાસ સર્વાંગી, સંવેદનશીલ હોવો જોઈએ.  ગરીબને ભૂલ્યા વિના, સામાન્ય માનવીને છોડ્યા વિના વિકાસ સર્વાંગી, સંવેદનશીલ હોવો જોઈએ. ગંભીર બિમારીનો આપણે સામનો કર્યો, ગરીબને ફ્રી વેક્સિન મળે તેની ચિંતા કરી આ કામ આપણે કર્યું છે. ગરીબોના ઘરમાં ચૂલો ઓલવાય નહી તેથી 80 કરોડ લોકોને ફ્રી અનાજ, પાકા ઘર મળે તેના માટેનું અભિયાન ચાલે છે. અત્યાર સુધીમાં 7 લાખથી વધારે પાકા ઘર ગરીબને મળી ચુક્યા છે. મધ્યમ વર્ગીય પરિવારને બિલ્ડર છેતરી નહી શકાય તેવો કાયદો બનાવ્યો. ફુટપાથ પાથરણા વાળા વ્યાજમાં ડુબી જાય છે. આપણે તેમના માટે સ્વનિધિ યોજના બનાવી ગુજરાતમાં 3 લાખથી વધારે પાથરણાવાળાને લોન આપી છે. તેને તાકાતવર બનાવવાનું કામ કર્યું. સ્વનિધિ યોજનાને બેંકિગ સાથે જોડ્યા છે.
પર્યટન ઉદ્યોગ વિકસ્યો
તેમણે જણાવ્યું કે, જેમ જેમ મધ્યમ વર્ગ વધે તેમ પર્યટન વધે. પણ કોંગ્રેસના લોકોને તેનો વિચાર જ ના આવ્યો. કોંગ્રેસને વોટબેંકની ચિંતા હતી કર્યું જ નહી. ભાજપે મંદિરોમાં પર્યટન વધે તેવા પ્રયાસ કર્યો. પાવાગઢને મુસ્લિમ આક્રમણ કારોએ તોડ્યું શિખર પર ધ્વજ નહોતો આ જુન મહિનામાં ધજા ચડાવવાનું સૌભાગ્ય મળ્યુ. પાવાગઢ જનારા શ્રદ્ધાળુંની સંખ્યા વધી. વડોદરાના લોકો પાવાગઢ  આઉટહાઉસ બની ગયું છે. અને સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ તો છે જ આ વ્યવસ્થા પણ લોકોને રોજગાર આપે છે.
વધારેમાં વધારે કમળ નિકળવા જોઈએ
તેમણે કહ્યું, આટલી મોટી સંખ્યામાં તમે આવ્યા, વડોદરાના લોકોએ મને મોટો કર્યો છે. આજે તમારી પાસે કંઈક માંગવાની ઈચ્છા છે. આ વખતે મતદાનના બધા રેકોર્ડ તોડવા છે, દરેક પોલીંગ બુથ પર, મહત્તમ મતદાનના રેકોર્ડ બનાવશો અને તેમાંથી કમળ પણ વધારે નિકળવા જોઈએ. ઘરે ઘરે જઈ બધાને મળી મેં કહી આ વાત પહોંચાજો
મારા પ્રણામ પાઠવજો
વડોદરાનો મારી પર હક ખરોને તેથી મારું કામ થાય. બધાને મળો તો વડિલોને કહેજો કે, આપડા નરેન્દ્રભાઈ વડોદરા આયા તા અને તેમણે તમને પ્રણામ પાઠવ્યા છે. તેમના આશિર્વાદ મળશે. તેથી હું વિકસિત ભારતનું સપનું સાકાર કરવા દોડતો રહીશ. આટલું મારાવતિ કહેજો. ભારત માતા કી જય.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.