Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશનો સ્પોર્ટસ પાવર દેશની છબી વધુ સારી બનાવે છે - વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી

વડાપ્રધાન આજે અમદાવાદમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો છે, ત્યારે સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ  થયો હતો,  સ્ટેડિયમાં મોટી સંખ્યામાં જનમેદની વડાપ્રધાનના સ્વાગતમાં ઉમટી હતી, ઓપનિંગ સેરેમનીમાં દેશભરના 1 હજારથી વધુ કલાકારો વંદન ગુજરાત પર પર્ફોમન્સ કર્યું હતું. આવતીકાલે સવારથી ટેનિસ સહિતની રમતોની ઇવેન્ટ શરૂ થશે.જૂડેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા આ શબ્દ આ ભાવ આજે આકાશમાં દેખાય છે- à
દેશનો સ્પોર્ટસ પાવર દેશની છબી વધુ સારી બનાવે છે   વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
વડાપ્રધાન આજે અમદાવાદમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો છે, ત્યારે સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ  થયો હતો,  સ્ટેડિયમાં મોટી સંખ્યામાં જનમેદની વડાપ્રધાનના સ્વાગતમાં ઉમટી હતી, ઓપનિંગ સેરેમનીમાં દેશભરના 1 હજારથી વધુ કલાકારો વંદન ગુજરાત પર પર્ફોમન્સ કર્યું હતું. આવતીકાલે સવારથી ટેનિસ સહિતની રમતોની ઇવેન્ટ શરૂ થશે.
જૂડેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા આ શબ્દ આ ભાવ આજે આકાશમાં દેખાય છે- વડાપ્રધાન મોદી
આ ઉદ્ધાટન પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ આ ભવ્ય આયોજનમાં ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે  ખેલ સંસ્થાના દરેકનું સ્વાગત કરતાં તેમણે સંબોધનમાં કહ્યું કે, જ્યારે આયોજન આટલું ભવ્ય છે તો રમતો તેની ઉર્જા એટલી જ અસાધારણ હશે, દેશના 36 રાજ્યોમાંથી 15 હજારથી વધુ ખેલાડીઓ આવ્યાં છે. નેશનલ ગેમ સાથે 35000 હજારથી વધુ કોલેજ, સ્કૂલનો નેશનલ ગેમ સાથે સીધું જોડાણ હોય તો ઉર્જા આટલી અદભૂત હશે. વડાપ્રધાને ખેલાડીઓને મંત્ર આપ્યો કે જૂડેગા ઇન્ડિયા, તભી જીતેગા ઇન્ડિયા આ શબ્દ આ ભાવ આજે  આકાશમાં દેખાય છે. આ ચમક ખેલની દુનિયામાં આવનાર સોનેરી અવસર છે. આ નેશનલ ગેમ તમામ ખેલાડીએ માટે લોન્ચિંગ પેડનું કામ કરશે, મારા તરફથી તમામને શુભકામના , હું ગુજરાત સરકારની સરાહના કરું છું આ આયોજન ઓછા સમયમાં કરી બતાવ્યું. જો કોઇ અસુવિધા પડે તો હું એક ગુજરાતીના સંબંધે તમારી એડવાન્સમાં માફી માંગું છું. 

છેલ્લા 8 વર્ષમાં દેશના રમતગમત બજેટમાં લગભગ 70 ટકાનો વધારો થયો છે: PM
ગઇ કાલે ડ્રોન શો જોઇને દરેક લોકો આશ્ચર્યમાં છે. ડ્રોનની જેમ આવનાર સમય ભારતને પણ નવી ઉંચાઇ પર લઇ જશે. આ પ્રયાસો માટે મુખ્યમંત્રીની ટીમનો આભાર માનું છું. ભારતના યુવાઓનો મિજાજ પણ સાવજ જેવો છે, જે ભારતની ઉર્જાનું પ્રતીક છે. આ સ્પોટ્સ કોમ્પલેક્ષ પણ પ્રેરણાનું કારણ છે. આ સ્ટેડિયમ સરદાર પટેલ સ્પોટ્સ કોમ્લેક્ષમાં ઘણી બધી રમતની સુવિધા એક સાથે ઉપલ્બધ છે. જ્યારે ઇન્ફ્રસ્ટ્રક્ર આટલું સારું હોય તો ખેલાડીઓને રમવામાં સારું લાગશે, જે ખેલાડી બીજા રાજ્યોમાંથી આવ્યાં છે તેમને વડાપ્રધાન શ્રીએ નવરાત્રિ ગરબામાં જોડાવા અપીલ કરી તેમણે કહ્યું કે અહીં આવ્યાં છો તો નવરાત્રિમાં લાભ લેજો, ગુજરાતીઓ તમારી મહેમાનગતિમાં કોઇ કરસ નહીં છોડે જુઓ કેવી રીતે ગઇ કાલે નીરજ ચોપરા ગરબાનો આનંદ લેતા હતા, ઉત્સવની આ ખૂશી આપણને પ્રેરણા આપે છે. દરેક યુવા મિત્રોને પ્રેરણા આપે છે. કોઇ પણ દેશની પ્રગતિ ખેલની સફળતાથી મળે છે. હું બધા ખેલાડીઓને વધુ એક મંત્ર આપવા માંગુ છું...જો તમારે સ્પર્ધા જીતવી હોય, તો તમારે પ્રતિબદ્ધતા અને સાતત્ય સાથે જીવતા શીખવું પડશે. 
ખેલ રાષ્ટ્રને નેતૃત્વ અને  યુવા ખેલને નેતૃત્ત્વ આપે છે.
ખેલ રાષ્ટ્રને નેતૃત્વ આપે છે. આજે પણ દુનિયામાં જે દેશો વિકાસ અર્થવ્યવસ્થામાં ટોપ પર છે, તે મેડલમાં પણ ટોપ પર હોય છે. દેશનો સ્પોટ્સ પાવર દેશની છબી વધુ સારી બનાવે છે. સક્સેસ, સ્ટાર્ટ વીથ અકેશન. તમારે લડવું પડે , ઝૂઝવું પડે પડશે, તમે લડશો તો જીતશો. જો તમે દોડવાનું ચાલુ રાખશો તો જીત પોતે એક એક કદમ તમારી સામે આવી ઉભી રહેશે છે. આપણે રમતગમતમાં હાર અને જીતને ક્યારેય છેલ્લી ન ગણવી જોઈએ. આ સ્પોર્ટ્સ સ્પિરિટ તમારા જીવનનો એક ભાગ હોવો જોઈએ, આજે ફિટ ઈન્ડિયા અને ખેલો ઈન્ડિયા જેવા પ્રયાસો એક જન આંદોલન બની ગયા છે. તેથી જ આજે ખેલાડીઓને વધુને વધુ સંસાધનો આપવામાં આવી રહ્યા છે અને વધુને વધુ તકો પણ આપવામાં આવી રહી છે. અમે સ્પોર્ટ્સ સ્પિરિટ સાથે સ્પોર્ટ્સ માટે કામ કર્યું. TOPS જેવી યોજનાઓ દ્વારા વર્ષો સુધી મિશન મોડમાં તૈયાર. આજે મોટા ખેલાડીઓની સફળતાથી લઈને નવા ખેલાડીઓના ભવિષ્યના નિર્માણ સુધી, TOPS આમાં મોટી ભૂમિકા ભજવી રહી છે.
 પહેલાં ખેલ એક જનરલ નોલેજ હતું,  આજે છેલ્લાં 8 વર્ષમાં રમતનો મૂડ બદલાયો છે. 
એક સમય હતો જ્યારે દુનિયા ઓલ્પિકની દીવાની હતી, ત્યારે ભારતમાં રમતગમત માત્ર જનરલ નોલેજ હતું. આજે છેલ્લાં 8 વર્ષમાં ભારતનો મૂડ બદલાયો છે. 5 વર્ષ પહેલાં 100થી ઓછી ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભારતીય ખેલાડીઓ સામેલ હોતા હતા, જે આજે 300 ઇવેન્ટમાં સામેલ હોય છે. આજે રમતગમતમાં ભારતનું નામ વિશ્વ સ્તરે ચમક્યું છે. સરકારે ખેલાડીઓને સારી સુવિધા આપી છે. કોરોનામાં પણ આપણે ખેલાડીઓનું મનોબળ નથી ઝૂકવા દીધું. આજે ટોપ રમતગમતમાં ભારતે નવી ઉંચાઇએ પહોંચાડ્યું છે. આ વર્ષે ભારતે ટોક્યો ઓલ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું, યુગાન્ડામાં નામ રોશન કર્યું આપણી દીકરીઓ પણ સૌથી આગળ તિરંગાની શાન વધારી રહ્યી છે. આ વિજય અભિયાન પહેલાં પણ શરુ થવું જોઇતું હતું, પેહેલાં સિસ્ટમમાં પરિવારવાદ અને ભષ્ટ્રાચાર હતો જે અમારી સરકારે ખતમ કર્યો છે. આજે ખેલાડીઓને સૌથી વધુ સુવિધા મળે છે. રમતગતમ ક્ષેત્રનું  70 ટકા બજેટ વધાર્યું છે. આજે ફીટ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા લાઇફ મંત્ર બન્યો, રિટાયર્સ ખેલાડીઓના અનુભવનો લાભ આવનારી પેઢીને પણ મળે તેવું આયોજન થઇ રહ્યું છે. રમતો આપણો ઇતિહાસ છે,  આજે દેશને તેની વિરાસત પર ગર્વ છે. આજે આ ઉત્સાહ ક્લારીપટ્ટ્મ યોગાસન જેવી  ઐતિહાસિક રમતમાં પણ ખેલાડીઓ વિશ્વ સ્તર પર પ્રદર્શન કરી રહ્યાં છે. તમે ખેલ જગતના ભવિષ્યનું નેતૃત્ત્વ કરી રહ્યાં છો. તમામ ખેલાડીઓને એકમંત્ર લે જો તમારે કોમ્પિટિશન જીતવી છે , તો હાર -જીતને ક્યારેય છેલ્લી ન માનો કન્ટિન્યૂટી સાથે આગળ વધો, તમારે આગળ વધવું જોઇએ, જ્યાં ગતિ ત્યાં પ્રગતિ. આ ગતિ તમારા જીવનનું મિશન બનાવજો, દરેક જીત ભવિષ્ય માટે નવો વિશ્વાસ  અપાવશે. 

8 વર્ષ પહેલા સુધી, ભારતના ખેલાડીઓ સો કરતાં ઓછી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા.
હવે ભારતના ખેલાડીઓ 300 થી વધુ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લે છે. રમતના મેદાનમાં ખેલાડીઓની જીત, તેમનું જોરદાર પ્રદર્શન અન્ય ક્ષેત્રોમાં પણ દેશની જીતનો માર્ગ મોકળો કરે છે. રમતગમતની સોફ્ટ પાવર દેશની ઓળખ, દેશની છબી અનેક ગણી વધારે છે. આ સમયે નવરાત્રીનો પવિત્ર અવસર પણ ચાલી રહ્યો છે. ગુજરાતમાં મા દુર્ગાની પૂજાથી લઈને ગરબા સુધી તેની પોતાની આગવી ઓળખ છે. અન્ય રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓને હું કહીશ કે રમતગમતની સાથે અહીં નવરાત્રિના કાર્યક્રમનો ચોક્કસ આનંદ લો. સરદાર પટેલ રમતગમત સંકુલમાં ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, કબડ્ડી, બોક્સિંગ અને લૉન ટેનિસ જેવી ઘણી રમતોની સુવિધાઓ છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, વિશ્વમાં આટલો યુવાન દેશ, અને દેશનો સૌથી મોટો રમતોત્સવ! જ્યારે કોઈ ઘટના આટલી અદ્ભુત અને અનોખી હોય ત્યારે તેની ઉર્જા એટલી અસાધારણ હશે. 

નેશનલ ગેમ્સની એન્થમનું લોન્ચિંગ કરાયું હતું
સાથે જ વડાપ્રધાને ટોર્ચ ઓફ યુનિટીનું ઉદ્ધાટન કર્યું હતું.  અને નેશનલ ગેમ્સ એન્થમ લોન્ચ કરાયું હતું. જેમાં સાવજની થીમ સોંગ પણ લોન્ચ કરાયું હતું. વડાપ્રધાન મોદીએ સ્ટેડિયમમાં ઓપનનીંગ સેરેમનીમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત થયું હતું ત્યારે વિશાળ જનમેદનીમાં ખૂલ્લી ઇ-જીપમા નેશનલ ગેમના લોગો સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. ભારતમાં નેશનલ ગેમ્સનો ઉત્સાહ ખૂબ જોવા મળી રહ્યો છે.

વડોદરા ખાતે સ્વર્ણિમ સ્પોટ્સ યુનિવર્સિટીનું પણ ઉદ્ધાટન
આજે વડાપ્રધાનશ્રીના હસ્તે વડોદરા ખાતે સ્વર્ણિમ સ્પોટ્સ યુનિવર્સિટીનું પણ ઉદ્ધાટન કરાયું હતું, વડોદરામાં દેશરમાં 130 એકરમાં ફેલાયેલી આ યુનિવર્સિટી છે. જે તમામ આધુનિક સુવિધા સાથે સુસજ્જ છે, ગુજરાતની આ યુનિવર્સિટીમાં  દેશભરમાંથી ખેલાડી સ્ટુડન્ટ એક્સેસના માધ્યમથી ગુજરાતમાં વિશેષ સુવિધાથી માધ્યમ સ્પોટ્સ ઇકો સિસ્ટમ બનાવશે. ગુજરાત બનશે સ્પોર્ટિંગ પાવર હબ બનશે.  વિશેષ ટેક્નિકલ  સુવિધા દેશભરના રમતવીરો આગળ વધશે. 
દરેક ખેલાડીઓનું સ્વાગત કરૂ છું: મુખ્યમંત્રીશ્રી
આ પ્રસંગે  વર્લ્ડ હેરિટેજ સિટીમાં ફીટ ઇન્ડિયા મંત્ર થકી વિશ્વ ફલક સુધી લઇ જનાર વડાપ્રધાનશ્રીનો આભાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે સંબોધન કરતાં જણાવ્યું કે આ જે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં તમામનું સ્વાગત કરું છું, ગુજરાતના દરેક નાગરિક વતી તમામ ખેલાડીઓનું સ્વાગત કરું છું, ટીમ સ્પિરિટથી આ આખું આયોજમ 3 મહિનામાં સંભવ બન્યું, ગુજરાતમાં રાષ્ટ્રીય ખેલનો અનુભવ તમારા માટે ખાસ હશે. માનનીય પ્રધાનમંત્રીએ ગુજરાતમાં 2010થી અલગ ખેલમહાકુંભથી શરુઆત કરી છે. 

પેરાલ્મપિક ખેલાડીઓએ ગુજરાતને વિશ્વ ફલક પર ઝળકાવ્યું
તેમણે કહ્યું કે, હાલમાં પેરાલ્મપિક ખેલાડીઓએ ગુજરાતને વિશ્વ ફલક પર ઝળકાવ્યું હવે રાજ્યમાં સ્પોટ્સના સાયન્ટિફિકપોલિસી બનાવી, ખેલના ક્ષેત્રમાં નવીટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ શરૂ કરી નવી ખેલ સંસ્કૃતી શરૂ કરી હતી. ગુજરાતને 20 વર્ષથી વધારે સમયથી વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન મળે છે તે અમારૂં સૌભાગ્ય છે. નવરાત્રિના મહાઉત્સવ અને રમતના મહાઉત્સવ બંન્નેની સાથે શરૂઆત તે સુંદર સંયોગ છે. 36મો રાષ્ટ્ર ખેલ વિશ્વ ખેલેંગા ઇન્ડિયા, તભી તો જીતેગા ઇન્ડિયાનો મંત્ર વડાપ્રધાને આપ્યો છે, ગુજરાતવાસી માટે આ ગર્વની વાત છે. જ્યારે સમય મળે ત્યારે અહીં આવો , વાયબ્રન્ટ કલ્ચરની સોનેરી યાદો લઇને જાઓ.
 આ પ્રસંગે1000 કલકારો દ્વારા જયગરવી ગુજરાત ગીતનું રંગારંગ પરફોમન્સ કરાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આજે અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન 36મા નેશનલ ગેમ્સનું ઉદ્ધાટન છે, ત્યારે  સમગ્ર ગુજરાતમાંથી એક લાખથી વધુ લોકો આ  ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા માટે ઉમટ્યા છે, ત્યારે આજે બપોરે 2 વાગ્યાથી જ ઉદ્ઘાટન સમારોહ માટે લોકોને પ્રવેશ આપવાની શરૂઆત કરાઈ હતી, મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં પહોંચ્યા છે. હાલમાં રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે.

36મી નેશનલ ગેમ્સનું આજે વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે પહેલા આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી નવરાત્રિ દરમિયાન બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગુજરાતમાં આજે સવારે સુરત ત્યારબાદ ભાવનાગરમાં વડાપ્રધાનનું ગુજરાતીઓએ ઉષમાભેર સ્વાગત કર્યું હતું. ગુજરાતની બે દિવસની મુલાકાત દરમિયાન વિશ્વના સૌથી લૌકપ્રિય અને સવાયા ગુજરાતી નેતા નરેન્દ્ર મોદીનું પોતીકા વતનમાં સ્વાગત કરાયું છે. એક તરફ નવરાત્રિ તહેવારમાં વડાપ્રધાન આ બંને દિવસ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપી રહયાં છે. 
અમદાવાદમાં સ્પોટ્સ કોમ્પેક્ષમાં આગમન પૂર્વે વડાપ્રધાને તેમના સોશિયલ મીડિયા ટ્વિટર પરથી હેલિકોપ્ટરમાંથી લીધેલો વિડીયો શેર કર્યો હતો. 
Advertisement

36મી નેશનલ ગેમ્સ કુલ 7420 રમતવીરો
 આ વર્ષે 36મી નેશનલ ગેમ્સમાં કુલ 7420 રમતવીરો ભાગ લઈ રહ્યાં છે,  જેમાં સૌથી વધુ 681 ગુજરાતના રમતવીરો છે, જેમાં 44 એથ્લીટ્ પણ સામેલ છે. પહેલીવરા રાજ્યમાં નેશનલ ગેમ્સનું આ સ્તરે આયોજન કરાઇ રહ્યું છે. આજે અમદાવાદ ખાતે નમો સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન થઇ રહ્યું છે. 
જાણો આવતી કાલે  PM મોદીનો આવતીકાલ શુક્રવારનો શું છે કાર્યક્રમ?
30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે PM
કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે પ્રધાનમંત્રી
કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે
અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે PM 
અમદાવાદથી રાજભવન આવશે 
દાંતા જવા રવાના થશે, અહીં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે 
30 તારીખે PM અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે 
અંબાજી મંદિરે દર્શન કરી, ગબ્બર જશે PM મોદી
રાત્રે આબુ રોડથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે
રાત્રે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે 
Tags :
Advertisement

.