Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આટલી યોજના તમારા શરણે મૂકીને ગર્વ અનુભવું છું, રાજકોટનો હંમેશાં ઋણી રહીશ: વડાપ્રધાનશ્રી મોદી

મિશન ગુજરાત પર પીએમ મોદીરાજકોટમાં વડાપ્રધાનશ્રીનો ભવ્ય રોડ શોખુલ્લી જીપમાં વડાપ્રધાને લોકોનું અભિવાદન જીલ્યું હતુરાજકોટમાં વડાપ્રધાનનો ધુંઆધાર પ્રચારલોકો વડાપ્રધાનશ્રીને પોતાના મોબાઈલમાં ક્લિક કરવાના પ્રયાસો કર્યાં હતાપુષ્પવર્ષાથી વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરવામાં આવ્યુંરોડ-શો આજુબાજુનો વિસ્તાર અભેદ કિલ્લામાં ફેરવાયો હતો, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈવડાપ્રધાનàª
આટલી યોજના તમારા શરણે મૂકીને ગર્વ અનુભવું છું  રાજકોટનો હંમેશાં ઋણી રહીશ  વડાપ્રધાનશ્રી મોદી
  • મિશન ગુજરાત પર પીએમ મોદી
  • રાજકોટમાં વડાપ્રધાનશ્રીનો ભવ્ય રોડ શો
  • ખુલ્લી જીપમાં વડાપ્રધાને લોકોનું અભિવાદન જીલ્યું હતુ
  • રાજકોટમાં વડાપ્રધાનનો ધુંઆધાર પ્રચાર
  • લોકો વડાપ્રધાનશ્રીને પોતાના મોબાઈલમાં ક્લિક કરવાના પ્રયાસો કર્યાં હતા
  • પુષ્પવર્ષાથી વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું
  • રોડ-શો આજુબાજુનો વિસ્તાર અભેદ કિલ્લામાં ફેરવાયો હતો, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
વડાપ્રધાનશ્રીએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનો પ્રારંભ કરાવ્યા બાદ જુનાગઢમાં રૂ. 4155 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી હતી. હવે વડાપ્રધાનશ્રી રાજકોટમાં રોડ શો બાદ કુલ રૂ. 6,990 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં તેઓ 1100 આવાસોનું લોકાર્પણ કર્યું. વડાપ્રધાનશ્રી રાજકોટ પહોંચી એરપોર્ટથી રેસકોર્સ સુધીનો રોડ-શો પૂર્ણ કરી સભા સ્થળે પહોંચ્યા હતા. અહીં તેમનું આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેમજ વિશાળ જનમેદનીનું વડાપ્રધાનશ્રીએ અભિવાદન જીલ્યું હતું.
રોડ શોમાં જુદા જુદા 67 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેમાં રઘુવંશી સમાજ, બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, આહીર સમાજ સહિતના જુદા જુદા સમાજ દ્વારા  સ્વાગત કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીના રોડ-શોમાં વિશાળ જનમેદની ઉમટી છે જ્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયેલો છે.
વડાપ્રધાનશ્રીના સંબોધનના અંશો
વડાપ્રધાનશ્રી પોતાના સંબોધન શરૂઆત કરવા ઉભા થયા ત્યારે મોદી... મોદી... ના નારા લાગ્યા હતા.
  • રાજકોટ કેમ છો બધા, આનંદ.. આનંદ.., દિવાળીની તૈયારીઓ કેવી છે? આજે તો રાજકોટે રંગ રાખી દિધો. આપણે ત્યાં દિવાળી એટલે કરેલા કામોનો હિસાબ કિતાબ અને નવુ વર્ષ એટલે નવા સંકલ્પની શરૂઆત. આવા વખતે સૌરાષ્ટ્રના વિકાસ માટે પ્રોજેક્ટ દિવાળીની ભેટ તરીકે તમારા ચરણોમાં ધર્યાં છે.
  • 21 વર્ષમાં આપણે સાથે મળીને અનેક સપના જોયા, પગલા લીધા, મારે માટે તો રાજકોટ મારી પહેલી પાઠશાળા, જેમ મહાત્મા ગાંધીનું સૌભાગ્ય હતું રાજકોટમાં પાઠશાળા મેળવવાનું એમ મારું સૌભાગ્ય હતુ. આ રાજકોટની ધરતીની તાકાત જુઓ. તમારા આશિર્વાદથી શરૂ થયેલી યાત્રા હવે દેશની વિકાસયાત્રા બની, હું તમારો કર્જદાર છું. રાજકોટનું ઋણ ક્યારેય ના ચુકવી શકું.
  • રાજકોટે શિખવ્યું તે દેશને કામ આવી રહ્યું છે. દેશભરના ખેલાડીઓ ગુજરાતમાં રમત માટે આવ્યા હતા. મોટા ભાગના ખેલાડીઓએ ભારે પ્રશંસા કરી. આ ગુજરાત જોઈને રાજકોટ જોઈને દેશભરમાંથી આવીને લોકો આ કાયદો વ્યવસ્થા જોઈને મોઢામાં આંગળા નાખી ગયા.
  • ભાજપ સત્તામાં આવ્યા બાદ કાયદો વ્યવસ્થા સહજ બની ગયા. અસામાજીક તત્વોથી મુક્તીનો આનંદ દરેક વર્ગને થઈ રહ્યો છે. આ બધુ જોઉં ત્યારે મને ગર્વ થતો હોય છે.
  • આપણું ગુજરાત વધારેમાં વધારે સક્ષમ બને, સમર્થ બને તે માટે વાતાવરણને પ્રોત્સાહિત કરતા. સરકારના પ્રયાસોનું પરિણામ ગુજરાત આગળ વધે છે. વિકસીત ભારત માટે વિકસીત ગુજરાત આ મકસદ લઈને ચાલતા. વાઈબ્રન્ટ ગુજરાતથી દુનિયાભરમાંથી રોકાણો લાવ્યા. કૃષિ મહોત્સવ થકી કૃષિ વિકાસ કર્યો. ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબને સશક્ત કર્યો.
  • જ્યારે માણસને ઘર મળે ને ત્યારે તે સમ્માનથી જીવવાની શરૂઆત કરે છે અને તેના માટે સરકાર અને યોજના લાવી છે. યોજનાનું એવું ઘર જેમાં જીવવાની મજા આવે. સામાન્ય માણસના જીવનમાં બીજી કોઈ ચિંતા હોય. પરિવારમાં એક બિમારી આવે તો તકલીફ વધી જાય છે તે માટે સરકારે આયુષ્માન ભારત યોજના દ્વારા પાંચ લાખની મેડિકલ સહાય મળે છે.
  • ગરીબી હટાવવાના નારા અનેક લાગ્યા. અડધી રોટલી નથી ખાવાની આખી રોટલી ખાવાની છે અને કોઈ ઘરે આવે તો તેને પણ રોટલી ખવડાવવા જેટલા તમને સક્ષમ બનાવવાના છે.
  • મોરબી, રાજકોટ, જામનગર મીની જાપાનની જેમ આગળ વધશે તેવું વર્ષો પહેલા કહ્યું ત્યારે અમુકે મારી મજાક ઉડાવી, આજે આ વિસ્તાર ઔદ્યોગિક ક્ષેત્રે વિકસ્યો છે. ગયા આઠ વર્ષમાં ગામડા શહેરોમાં 3 કરોડથી વધારે પાકા ઘર, ગુજરાતમાં 10 લાખ બનાવ્યા જેમાં 7 લાખ તો ફાળવી દીધાં છે. ભુપેન્દ્રભાઈની ટીમને અભિનંદન.
  • સમાજ જીવનને શક્તિશાળી બનાવવાની અમારા પ્રયાસ રાજકોટનો લાઈટ હાઉસ પ્રોજેક્ટ તેનો જ એક ભાગ છે. મધ્યમ વર્ગના લોકો માટે ઝડપથી બનશે. સૌરાષ્ટ્રને જોડવા માટે સારા રસ્તા બને છે. નવયુવાનો સ્ટાર્ટઅપ લઈને આવે તેના પ્રયાસો કરી રહ્યાં છીએ.
  • ડિજીટલ ઈન્ડિયા કેટલી મોટી તાકાત બની છે. નાનો વેપારી ડિઝિટલ પેમેન્ટથી નાણાં સ્વિકારતો થયો છે.
  • આજે દેશનો કોઈ ખુણો નહી હોય જ્યાં રાજકોટના પમ્પ અને એન્જીનિયરીંગના સાધનો પહોંચ્યા નહી હોય. રાજકોટની અનેક બ્રાંડ દેશ વિદેશમાં પહોંચી છે. રાજકોટનો ઓટોમોબાઈલ ઉદ્યોગ પણ વિસ્તર્યો છે.
  • એક જમાનો હતો જ્યારે ગુજરાતમાં સાયકલ પણ નહોતી બનતી. તમે લખી રાખજો ગુજરાતમાં વિમાન પણ બનશે. રાજકોટમાં વિમાનના સ્પેરપાર્ટ્સ બનશે.
  • મોરબીની સિરામિક ટાઈલ્સ મશહુર, દુનિયાનું સિરામિક કામના 13% મોરબીમાં જ થાય છે. મોરબી વિના અધૂરું. મચ્છુની હોનારત વખતે કોઈને કલ્પના નહોતી કે મોરબી ઉભું થાય. આજે મોરબી અનેકને ઉભા કરી રહ્યું છે.
  • આટલી બધી યોજનાઓ તમારા શરણે આપું છું ત્યારે ગર્વ અનુભવું છું. હું હંમેશા રાજકોટનો ઋણી રહીશ, રાજકોટની સેવા કરવાનો મોકો જતો નહી કરું
વડાપ્રધાનશ્રીએ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થીઓને ઘરના ઘરની ચાવીઓ અર્પણ કરી હતી અને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના વિજેતા પાંચ રાજ્યોને એવોર્ડ આપી સમ્માનિત કર્યાં.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સંબોધનના અંશો
  • રાજકોટ બે બાબતો માટે જાણીતુ છે. જેમાં એક રાજકોટ સ્વરાજના શિલ્પી મહાત્મા ગાંધીજીએ રાજકોટમાં અભ્યાસ કર્યો હતો અને બીજું નરેન્દ્રભાઈની સક્રિય રાજનીતિની શરૂઆત પણ આ શહેરમાંથી થઈ છે તેના માટે રાજકોટ જાણીતું છે.
  • ગુજરાત દેશમાં સૌથી વધુ શહેરીકરણ ધરાવતુ રાજ્ય છે. તેથી શહેરમાં વસતા મધ્યમ વર્ગીય પરિવારને ઘરનું ઘર આપવાની નેમ લીધી છે.
  • શહેરીકરણ સાથે ગુજરાતનું ઔદ્યોગીકરણ પણ ઝડપી થયું છે. ઔદ્યોગિકરણને સરકારે નવી દિશા આપી છે.
  • આ વિસ્તારમાં વધુ ઉદ્યોગો આવશે તો રોજગારીની તકો વધશે.
  • વૈશ્વિક ઓળખ બનેલા અમુલ ડેરીના પ્લાન્ટની શરૂઆત થવાની છે.
  • રાજકોટ બે દાયકાથી સતત વિકાસ પામી રહ્યું છે. આજે વડાપ્રધાનશ્રી અનેક વિકાસ પ્રકલ્પો દિવાળીની ભેટરૂપે આપવાના છે. શ્રેષ્ઠ વિકાસ એજ લક્ષ્ય અને તેના માટે અમે દિવસ રાત કાર્યરત.
વડાપ્રધાનશ્રીની રાજકોટને ભેટ

રાજકોટમાં રૂ. 649 કરોડના વિકાસકાર્યોની જાહેરાત કરવામાં આવશે. જકોટમાં ચિલિંગ અને ઓટોમેશન ડેરી પ્લાન્ટનું વિસ્તરણ તેમજ  વિસામણ અને ભરૂડીમાં 66 કેવી સબસ્ટેશન, રેલવેમાં રાજકોટ-જામનગર સ્ટેશન રિડેવલપમેન્ટ, મકાનસર ગતિ શક્તિ ટર્મિનલ, ગોંડલમાં ટેક્નોલોજી હબ સેન્ટર,  રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ રોડનો વિકાસ, ગોમતા-નિલખા-ભાદર ડેમ રોડ પહોળો કરવાની કામગીરી, લિલખા-દેવલા-સુલતાનપુર રોડને પહોળો કરવાની કામગીરી, રંગપર પાસે નદી પરના પુલનું પુન:નિર્માણ, રાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ઢેબર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે.

અર્બન હાઉસિંગ કોન્ક્લેવ
બાંધકામને લગતી ટેક્નોલોજી વિશેની માહિતી, તેના પ્રશ્નો અંગે અર્બન હાઉસિંગ કોન્ક્લેવમાં ચર્ચા અને અન્ય બાબતો વિશે સંવાદ થશે. રાજકોટના શાસ્ત્રી મેદાનમાં 19 થી 21 ઓક્ટોબર સુધી આ કોન્ક્લેવ યોજાવાનો છે. જેમાં વિશ્વભરના ટેક્નોલોજી પ્રદાતાઓ, અન્ય રાજ્યોના શહેરી વિકાસ મંત્રી, સચિવો તેમજ અધિકારીઓ ,કોન્ટ્રાક્ટર્સ, શૈક્ષણિક સંસ્થાઓ, આર્કિટેક્ટ, સ્થાનિક કારીગરો અને અન્ય પ્રોફેશનલ્સ સામેલ થશે.
મોરબીને વિકાસકાર્યોની ભેટ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ આજે મોરબી-હળવદ રોડ તથા મોરબી-જેતપર રોડને ચાર લેન કરવાની કામગીરી, મોરબીમાં મેડીકલ કોલેજ, નવી જિલ્લા કોર્ટ બિલ્ડિંગ, સરકારી ક્વાર્ટર અને ઓફિસર્સ રહેણાકો તેમજ ટંકારામાં નવી કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવાના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમજ વાંકાનેર-નવલખી રેલવે લાઇન પર રેલવે ઓવરબ્રિજ નિર્માણની જાહેરાત થશે.
રાજકોટમાં વિકાસકાર્યોની ભેટ
  • મોરબી બલ્ક પાઈપ લાઈન અંતર્ગત પરિયોજનાનું લોકાર્પણ
  • પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર અને ફ્લાઈ ઓવરનું લોકાર્પણ
  • રાજકોટ-ગોંડલ-જેતપુત સિક્સ લેન રોડનું ખાતમૂહુર્ત
  • 5 જિલ્લાઓમાં રૂ. 2950 કરોડના ખર્ચે જીઆઈડીસી એકમોનો શિલાન્યાસ
  • રાજકોટ, મોરબી, બોટાદ, જામનગર, કચ્છમાં બનશે જીઆઈડીસી
  • ગઢકામાં અમુલ ડેરીના પ્લાન્ટનો શિલાન્યાસ
  • રાજકોટમાં ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો શિલાન્યાસ
  • માર્ગ, રેલવે ક્ષેત્રની અન્ય પરિયોજનાનો શિલાન્યાસ

Advertisement
Tags :
Advertisement

.