Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતનું અપમાન કરનારાઓ સામે લાલ આંખ કરવાની જરૂર : વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) જુનાગઢ પહોંચ્યા છે અહીં તેઓએ વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. અહીં કોસ્ટલ હાઈવે સુધારણા પરિયોજના, પાણી પુરવઠાની બે યોજના સહિતના રૂ. 4155 કરોડના વિકાસકાર્યોનો શિલાન્યાસ કર્યો છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દ્વારા પોરબંદર અને ગીર સોમનાથ- પોરબંદરમાં ₹546 કરોડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ તેમજ માધવરપુર ખાતે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધ
ગુજરાતનું અપમાન કરનારાઓ સામે લાલ આંખ કરવાની જરૂર   વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) જુનાગઢ પહોંચ્યા છે અહીં તેઓએ વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. અહીં કોસ્ટલ હાઈવે સુધારણા પરિયોજના, પાણી પુરવઠાની બે યોજના સહિતના રૂ. 4155 કરોડના વિકાસકાર્યોનો શિલાન્યાસ કર્યો છે.

Advertisement

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દ્વારા પોરબંદર અને ગીર સોમનાથ- પોરબંદરમાં ₹546 કરોડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ તેમજ માધવરપુર ખાતે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામના વિકાસકાર્યો અને કુતિયાણા જુથ ભાગ-2 પાણી પુરવઠા યોજના સહિત અન્ય વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
તેમજ જૂનાગઢમાં વંથલી અને મેંદરણા ભાગ-2 પાણી પૂરવઠા યોજનાનો સમાવેશ થાય છે. સાથે જ નાબાર્ડની RIDF યોજના અંતર્ગત બિયારણ, ખાતર અને કૃષિ પેદાશોના સંગ્રહ માટે ગોડાઉનની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.  ગીર સોમનાથ જીલ્લામાં માઢવાડ, સુત્રાપાડા અને વેરાવળની ₹834.12 કરોડની મત્સ્ય બંદર વિકાસ યોજનાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
કોસ્ટલ હાઈવે દરિયાકિનારા પર આવેલા પ્રવાસનના સ્થળો જેવા કે દમણ, તિથલ, સોમનાથ, માધવપુર બીચ, દ્નારકા,બેટ- દ્વારકા, કંડલા મુદ્રા, માંડવી જેવા સ્થળોને જોડશે જેનાથી પ્રવાસન ઉદ્યોગના વિકાસને વેગ મળશે. વલસાડ જિલ્લાના ગોવડા-કલાઈથી શરૂ થઈ ને કચ્છ જિલ્લાના નારાયણ સરોવરને જોડતો આ કોસ્ટલ હાઈવે કુલ 15 જિલ્લાઓમાંથી પસાર થશે. જે કામગીરી 3 તબક્કામાં કરવામાં આવશે. આ કોસ્ટલ હાઈવેથી દરિયાઈ સુરક્ષા માટેની કામગીરીમાં સુગમતા આવશે અને રાજ્યના 1600 કીમીના દરિયાકાંઠા પર આવેલા ગામોને સીધુ જોડાણ મળશે. માછીમારી પર નભતા કુટુંબોને સારી કનેક્ટીવીટી મળશે જેથી મત્સ્ય ઉદ્યોગ વિકસશે.
વડાપ્રધાનશ્રીના સંબોધનના અંશો...
  • પીએમએ  જય  ગિરનારી  કહીને  સંબોધનની  શરૂઆત  કરી  
  • કોસ્ટલ  હાઇવે  સુધારણા  પરિયોજનાનો  શિલાન્યાસ
  • જુનાગઢ  એટલે  સિંહની  ધરતી,  નરસિંહ  ધરતી 
  • આ  વિકાસના  કામોનો  લાભ  માછીમારોને  થશે
  • રોજગારના અનેક અવસરો લઈને આ યોજના આવી છે
  • વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રીની કામગીરીને બિરદાવી
  • અગાઉ 10 વર્ષમાં 7 વર્ષ તો દુકાળ પડતા, પાણી માટે વલખા  મારવા  પડતા
  •  છેલ્લા 20 વર્ષમાં એક પણ વખત નથી પડ્યો દુકાળ
  • જુનાગઢના ખેડૂતો પ્રકૃતિક ખેતી માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે
  • ગુજરાતની કોસ્ટલલાઇનની કનેકટીવીટી મજબૂત થશે 
  • માતા-બહેનોના આશીર્વાદ મારા માટે શક્તિ કવચ
  • પીએમ આવાસ યોજના હેઠળ જે આવાસો આપ્યા તે બહેનોના નામે જ આપ્યા
  • લાખો બહેનો સખી મંડળ યોજનાનો લાભ લઈ રહી છે
  • 20 વર્ષમાં માછીમારોનું એક્સપોર્ટ 7 ગણું વધ્યુ
  • આજે દુનિયામાં ડિજિટલ ઈન્ડિયાની ચર્ચા થઈ રહી છે
  • ભારતમાં પહેલા મોબાલાઈ બનાવવા 2  કારખાના  હતા હવે 200થી વધારે છે
  •  હવે ગુજરાતમાં યુનિવર્સિટી અને કોલેજોનું માળખુ ઊભુ થઈ ગયુ છે
  • માધવપૂરનો મેળો આંતરરાષ્ટ્રીય બન્યો  છે
  • આજે એશિયાના સૌથી મોટા રોપવેમાં ગિરનાર રોપવેનું નામ આવે છે
  • 20 વર્ષમાં સિંહોની સંખ્યા ડબલ થઈ ગઈ છે
  • ગુજરાતને ગાળો બોલનારા સામે લાલ આંખ કરવાનું પીએમનું આહવાન
  • ગુજરાતનું અપમાન કરનારાઓને દેશ સહન નહીં  કરે

આ વિકાસકાર્યોની ભેટ
  • વડાપ્રધાનશ્રી મોદીએ ગીર-સોમનાથ, પોરબંદર અને જૂનાગઢને કુલ રુપિયા 4155.17 કરોડથી વધુના વિકાસકાર્યોની આપી ભેટ
  • રૂ. 2440 કરોડનો ખર્ચે ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના
  • હાઈવે દરિયાકિનારા પર આવેલા પ્રવાસનના સ્થળોના વિકાસને મળશે વેગ
  • પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત
  • ગીર-સોમનાથ અને દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના લોકોને મળશે આરોગ્ય સેવાનો લાભ
  • માઢવાડ, સુત્રાપાડા અને વેરાવળની રુપિયા 834.12 કરોડની મત્સ્ય બંદર વિકાસ યોજનાનું ખાતમુહૂર્ત
જુઓ Live...
Tags :
Advertisement

.