Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'કદાચ ભગવાનની કૃપા નહીં રહી હોય એટલે ઘટી દુર્ઘટના' ઓરેવા કંપનીએ આપ્યો તર્ક

પૂલ દુર્ઘટના અંગે કોર્ટમાં ઓરેવા કંપનીનું નિવેદનકદાચ ભગવાનની કૃપા નહીં રહી હોય એટલે આ દુર્ઘટના ઘટી આવો અજીબો ગરીબ તર્ક ઓરેવા કંપનીએ ઝૂલતા પુલ દુર્ઘટના મામલામાં કોર્ટમાં રજુ કર્યો છે. મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનામાં ઓરેવા કંપની કે જેની પાસે પુલની જાળવણીનો કોન્ટ્રાક્ટ છે તેણે કોર્ટમાં ચોંકાવનારુ નિવેદન આપ્યું છે..ઓરેવાના મીડિયા મેનેજર દીપક પારેખે કોર્ટમાં કહ્યું કે અમારા એમડી જ
 કદાચ ભગવાનની કૃપા નહીં રહી હોય એટલે ઘટી દુર્ઘટના  ઓરેવા કંપનીએ આપ્યો તર્ક
પૂલ દુર્ઘટના અંગે કોર્ટમાં ઓરેવા કંપનીનું નિવેદન
કદાચ ભગવાનની કૃપા નહીં રહી હોય એટલે આ દુર્ઘટના ઘટી આવો અજીબો ગરીબ તર્ક ઓરેવા કંપનીએ ઝૂલતા પુલ દુર્ઘટના મામલામાં કોર્ટમાં રજુ કર્યો છે. મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનામાં ઓરેવા કંપની કે જેની પાસે પુલની જાળવણીનો કોન્ટ્રાક્ટ છે તેણે કોર્ટમાં ચોંકાવનારુ નિવેદન આપ્યું છે..ઓરેવાના મીડિયા મેનેજર દીપક પારેખે કોર્ટમાં કહ્યું કે અમારા એમડી જયસુખ પટેલ સારા વ્યક્તિ છે. 2007માં પ્રકાશભાઈને કામ સોંપવામાં આવ્યું હતું, તેમણે કામ સારી રીતે પાર પાડ્યું હતું.તેથી તેમને ફરીથી કાર્ય સોંપવામાં આવ્યું.અમે પહેલાં પણ રિપેરિંગ કામ કર્યું હતું. આ વખતે ભગવાનની કૃપા નહીં હોય, કદાચ તેથી જ આ દુર્ઘટના બની છે.
ઓરેવા ગ્રુપ અને મોરબી કલેક્ટરનો પત્ર વાયરલ
મોરબી બ્રિજ દુર્ઘટના વચ્ચે ઓરેવા ગ્રુપ અને મોરબી કલેકટર વચ્ચેની વાતચીતનો પત્ર વાયરલ થયો છે. ઓરેવા ગ્રુપ દ્વારા આ પત્ર મોરબી કલેક્ટરને બે વર્ષ પહેલા લખવામાં આવ્યો હતો.આ પત્ર કામચલાઉ સમારકામ કરીને પુલ શરૂ કરવા અંગે લખવામાં આવ્યો હતો. આ પત્રમાં ઓરેવા ગ્રૂપે લખ્યું છે કે જો માત્ર રિપેરિંગનું કામ જ કરવાનું હોય તો કંપની રિપેરિંગ માટે કોઈપણ પ્રકારની સામગ્રી કે સામાન ઓર્ડર કરવાની નથી 
હંગામી ધોરણે પુલ શરૂ કરવાની હતી વાત 
પત્રમાં ઓરેવા ગ્રૂપે લખ્યું છે કે જ્યાં સુધી કાયમી કરારની સમગ્ર પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અમે હંગામી ધોરણે પુલ શરૂ કરીશું.આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ અમે કાયમી સમારકામ શરૂ કરીશું. અંતમાં પત્રમાં લખ્યું છે કે અમે કામચલાઉ સમારકામ કરીને કેબલ બ્રિજ શરૂ કરવાના છીએ..અમને ખાતરી છે કે આ બાબતો ટૂંક સમયમાં ઠીક થઈ જશે. હંગામી સમારકામ બાદ પુલને ફરીથી ખોલી શકાશે. ઓરેવા કંપનીના પત્ર અને કોર્ટમાં પોલીસના નિવેદન બાદ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલામાં અનેક સવાલો ઉભા થયા છે 
Advertisement
Tags :
Advertisement

.