Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રોજગારીના અભાવે નકલી કિન્નર બનેલા શખ્સને અસલી કિન્નરોએ ભણાવ્યો પાઠ, નિર્વસ્ત્ર કરી માર્યો માર

અસલી કિન્નરોએ નકલી કિન્નરને મેથીપાક ચખાડ્યો બેરોજગારી દુર કરવા લોકોને અવનવી તરકીબો અજમાવતા અત્યાર સુધી તમે જોયા હશે. પરંતુ શું બેરોજગારી દુર કરવા કોઇ નકલી કિન્નર બની શકે. જી હા. ભરૂચ જિલ્લામાં આવીજ એક ઘટના સામે આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં નકલી કિન્નર રૂપિયાની ઉઘરાણી કરતા હોવાની ફરિયાદોના પગલે ભરૂચના અસલી કિન્નરોએ આ નકલી કિન્નરોને પાઠ ભણાવ્યો હતો..અસલી કિન્નરોએ નકલી કિન્નરોને
રોજગારીના અભાવે નકલી કિન્નર બનેલા શખ્સને અસલી કિન્નરોએ ભણાવ્યો પાઠ  નિર્વસ્ત્ર કરી માર્યો માર
Advertisement

અસલી કિન્નરોએ નકલી કિન્નરને મેથીપાક ચખાડ્યો 
બેરોજગારી દુર કરવા લોકોને અવનવી તરકીબો અજમાવતા અત્યાર સુધી તમે જોયા હશે. પરંતુ શું બેરોજગારી દુર કરવા કોઇ નકલી કિન્નર બની શકે. જી હા. ભરૂચ જિલ્લામાં આવીજ એક ઘટના સામે આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં નકલી કિન્નર રૂપિયાની ઉઘરાણી કરતા હોવાની ફરિયાદોના પગલે ભરૂચના અસલી કિન્નરોએ આ નકલી કિન્નરોને પાઠ ભણાવ્યો હતો..અસલી કિન્નરોએ નકલી કિન્નરોને રંગે હાથ ઝડપી મેથીપાક ચખાડયો હતો..જો કે ઉંમરલાયક શખ્સ હોવાને કારણે અસલી કિન્નરોએ તેની પાસે માફીપત્ર લખાવીને તેને માફ કરી દીધો હતો. 
પરપ્રાંતિય નકલી કિન્નરને નિર્વસ્ત્ર કરી પાઠ ભણાવ્યો
ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં વસતા કેટલાય પરપ્રાંતીઓ રોજગારી ન મળતી હોવાના કારણે રોજગારી મેળવવા શોર્ટકટ્  રસ્તા અપનાવતા હોય છે ..પરંતુ આ રસ્તો સૌ કોઇને નવાઇ પમાડે તેવો છે.  ભરૂચના દહેજ પંથકના જોલવા ગામ નજીક થોડા દિવસો અગાઉ એક પરપ્રાંતીય શખ્સ સ્ત્રીના વેશમાં નકલી કિન્નર બનીને રૂપિયાની ઉઘરાણી કરતા હોવાની ફરિયાદો મળી હતી..ભરૂચના અખાડામાં વસતા અસલી કિન્નરોએ આ પંથકમાં પહોંચી રિક્ષામાં આવતા નકલી કિન્નરનો પર્દાફાશ કર્યો હતો અને નકલી કિન્નર બનીને રૂપિયાની ઉઘરાણી કરનારા પરપ્રાંતીય શખ્સને ઝડપી પાડી તેને નિર્વસ્ત્ર કરીને પાઠ ભણાવ્યો હતો.  
રોજગારી ન મળવાથી નકલી કિન્નર બનવાનો માર્ગ અપનાવ્યો 
ગતરોજ ભરૂચ તાલુકાના કરમાડ ગામે નકલી કિન્નર અને સાગરીત રૂપિયાની ઉઘરાણી કરવા નીકળ્યા હોવાની માહિતી ભરૂચના અખાડામાં વસતા અસલી કિન્નરોને થતા તેઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને કરમાડ ગામના વિવિધ વિસ્તારોમાં રમીલા ઉર્ફે રમણ નકલી કિન્નર તથા તેનો એક સાગરિત વિપુલ વસાવા રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા હતા અને તે દરમિયાન જ તેમને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી સ્ત્રી બનવા માટે કાનમાં પહેરેલી બુટ્ટીઓ સહિત માથાના બકલ- રબર મળ્યા હતા. નકલી કિન્નર અંદાજિત ૬૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતો હતો. સ્ત્રીના વેશમાં રહેલા નકલી કિન્નરને ઝડપી પાડ્યા બાદ  તેની અસલીયત જાણવા પ્રયાસ કર્યો હતો. આ શખ્સ કોઈ રોજગારી ન હોવાના કારણે પેટીયુ રડવા માટે નકલી કિન્નર બન્યો હોવાનું સામે આવ્યું હતું. 

નકલી કિન્નર બનેલા શખ્સની મજબૂરી અને ઉંમર જોઇ માફ કરી દેવાયો 
કરમાડ ગામેથી ઝડપાયેલા નકલી કિન્નર અને તેના સાગરિતના પરિવારોને અસલી કિન્નરોએ તેઓના ઘર બોલાવી ઠપકો આપ્યો હતો અને નકલી કિન્નર બનેલા રમીલા ઉર્ફે રમણને ઉંમર લાયક હોવાના કારણે અસલી કિન્નરોએ તેઓ ઉપર દયા રાખી માફી પત્ર લખાવ્યો હતો અને તેને માફ કરી દીધો હતો. સાથે જ  બે ટંક ભોજન માટે જો નકલી કિન્નર બન્યો હોય તો અસલી કિન્નરોએ કહ્યું તેઓ તેને ભોજનની સુવિધા પુરી પાડશે.. તમામ ખર્ચ ઉપાડવાની પણ બાહેધરી અસલી કિન્નરોએ આપી હતી..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×