રાજ્યમાં જલ્દી જ લોકોને મળશે ગરમીથી રાહત, જાણો ક્યારે થશે મેઘમહેર
રાજ્યમાં લોકો ગરમીથી તૌબા પોકારી ચુક્યા છે. ત્યારે હવે જલ્દી જ વરસાદ આવે અને ગરમીથી રાહત મળે તેની લોકો રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે, રાજ્યમાં 5 દિવસ વરસાદી માહોલ જોવા મળશે. જોકે, આજે પણ અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી વાતાવરણ છે. રાજ્યમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવે તો વરસાદ ક્યારે આવે તેની રાહ જોવાઇ રહી છે. આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવ
Advertisement
રાજ્યમાં લોકો ગરમીથી તૌબા પોકારી ચુક્યા છે. ત્યારે હવે જલ્દી જ વરસાદ આવે અને ગરમીથી રાહત મળે તેની લોકો રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે, રાજ્યમાં 5 દિવસ વરસાદી માહોલ જોવા મળશે. જોકે, આજે પણ અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી વાતાવરણ છે.
રાજ્યમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવે તો વરસાદ ક્યારે આવે તેની રાહ જોવાઇ રહી છે. આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઇ કાલે એટલે કે બુધવારે રાજ્યના 70 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમા જૂનાગઢના માણાવદરમાં 3 ઇંચ, તલાલા, સાવરકુંડલા, ઉનામાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યમાં 12 વર્ષમાં 5 વખત ચોમાસું વહેલું બેઠું છે. જો છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં વરસાદની સ્થિતિની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ 2019માં 46 ઇંચ (144%) પડ્યો હતો. વર્ષ 2018 અને 2021માં 100% કરતા ઓછો વરસાદ પડ્યો હતો. 2018માં 25 ઇંચ (76%) વરસાદ પડ્યો હતો. તો 2021માં 32 ઇંચ (97%) વરસાદ પડ્યો હતો. મહત્વનું છે કે, હાલ તો સમગ્ર રાજયમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ધોમધખતા તાપથી લોકો કંટાળી હવે વરસાદ ક્યારે વરસે તેની રાહ જોઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલની શરૂઆતથી જ દેશના મોટાભાગના વિસ્તારો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે પરંતુ આ વર્ષે વહેલાં ચોમાસાથી લોકોને ગરમીથી રાહત મળશે. આ અઠવાડિયામાં જ અમદાવાદમાં પણ વરસાદ પડ્યો હતો. શહેરમાં આવેલા પહેલા વરસાદમાં જ એએમસીની પ્રી મોન્સુન કામગીરીની પોલ ખુલી હતી. શાંતિનગર સર્કલ પાસે પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. શાંતિનગર સર્કલ પાસે વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રહિશોનો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણીમાં વાહનો ગરકાવ થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.