Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઇડરના કાનપુરમાં આવેલા આ સ્મશાનગૃહને જોવા માટે લોકો દુર-દુરથી અહીં આવી રહ્યા છે..જાણો શું છે આ સ્મશાનની ખાસિયત

ઇડરના કાનપુરમાં આવ્યું છે આ અનોખુ સ્મશાનગૃહ દરેકને એક દિવસ સ્મશાન અવશ્ય જવાનું છે..પરંતુ સ્મશાન અથવા તેની સાથે જોડાયેલી વાતો કરવાથી આપણે હમેંશા દુર ભાગતા હોઇએ છીએ..આપણે અલગ-અલગ સ્થળોને સુંદર બનાવવા અથવા આદર્શ બનાવવા માટે થયેલા પ્રયાસોને જોયા છે..  સાબરકાંઠાના ઈડરના કાનપુર ગામે બનાવાયેલું સ્મશાન આજની તારીખે સમગ્ર ગુજરાત માટે આદર્શ સ્થાન બની રહ્યું છે. તાજેતરમાંજ સાબરકાંઠાના àª
ઇડરના કાનપુરમાં આવેલા આ સ્મશાનગૃહને જોવા માટે લોકો દુર દુરથી અહીં આવી રહ્યા છે  જાણો શું છે આ સ્મશાનની ખાસિયત

ઇડરના કાનપુરમાં આવ્યું છે આ અનોખુ સ્મશાનગૃહ 
દરેકને એક દિવસ સ્મશાન અવશ્ય જવાનું છે..પરંતુ સ્મશાન અથવા તેની સાથે જોડાયેલી વાતો કરવાથી આપણે હમેંશા દુર ભાગતા હોઇએ છીએ..આપણે અલગ-અલગ સ્થળોને સુંદર બનાવવા અથવા આદર્શ બનાવવા માટે થયેલા પ્રયાસોને જોયા છે..  સાબરકાંઠાના ઈડરના કાનપુર ગામે બનાવાયેલું સ્મશાન આજની તારીખે સમગ્ર ગુજરાત માટે આદર્શ સ્થાન બની રહ્યું છે. તાજેતરમાંજ સાબરકાંઠાના કાનપુર ગામે બનાવેલા સ્મશાન ગૃહમાં ગાયત્રી યજ્ઞ કરી એક નવો જિલ્લો ચીતરવામાં આવ્યો છે જે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત માટે નવો આયામ સિદ્ધ થાય તો નવાઈ નહીં.

સ્મશાન ગૃહમાં એકસાથે 10,000થી વધારે ફૂલ છોડ વવાયા હતા 
સાબરકાંઠાના ઈડર તાલુકાના કાનપુર ગામે બે વર્ષ અગાઉ સ્મશાન ગૃહમાં એકસાથે 10,000થી વધારે ફૂલ છોડ તેમજ વૃક્ષ વવાયા હતા તેમ જ સમગ્ર સ્મશાન ગૃહ ની ભૂમિ ને સંસ્કૃતિના વિરલ ગણાતા સૂત્રોથી સુશોભિત કરાઈ હતી જેના પગલે હવે સમગ્ર સ્મશાન ગૃહ ની ભૂમિ ઉત્તર ગુજરાત માટે જાણે કે પ્રવાસન નું નવું સ્થળ બની રહી હોય તેવો ઘાટ સર્જાયો છે અત્યાર સુધીમાં સ્મશાન ગૃહની મુલાકાતે 18 થી વધારે સ્કૂલોના બાળકો આવી ચૂક્યા છે તેમજ આગામી સમયમાં કાનપુર ગામ જેવું સ્મશાન ગૃહ બનાવવા બીજા 20 થી વધારે ગામો કામે લાગ્યા છે જોકે સ્મશાન ગૃહને શ્રેષ્ઠતમ મંગલ મંદિર બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે કાનપુર ગામના 30થી વધારે યુવાનો કામે લાગ્યા છે.
કાનપુર સ્મશાન ગૃહમાં યુવાનો હવે અભ્યાસ અર્થે આવતા થયા છે
સાથોસાથ ગુજરાતમાં નવો આયામ સિદ્ધ કરવાનું જેમણે બીડું ઉઠાવ્યું છે એવા ગામના સ્થાનિક અગ્રણી તેમજ પૂર્વ રિઝર્વ બેન્કના અધિકારી એવા જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં ઓક્સિજનની જે ઉણપ પેદા થઈ તે દૂર કરવાનો પ્રારંભિક આ કામ છે સાથોસાથ કોઈપણ પ્રકારની પદ પ્રતિષ્ઠા કે પૈસા વિના ઉભા કરાયેલા આ યજ્ઞમાં આજે કેટલાય લોકો ભાગીદાર બની રહ્યા છે સ્મશાન ગૃહના નામથી આજનો યુવાન દૂર થતો જાય છે ત્યારે કાનપુર સ્મશાન ગૃહમાં યુવાનો હવે અભ્યાસ અર્થે આવતા થયા છે.
અન્ય ગામના લોકો પણ આ પ્રકારનું સ્મશાનગૃહ બનાવવા તરફ વળ્યા 
અન્ય ગામના લોકો પણ સ્મશાન ગૃહની મુલાકાત લઇ પોતાના ગામમાં શ્રેષ્ઠ સ્મશાન બનાવવા તરફ વળ્યા છે.જોકે સંસ્કૃતિનું આ કામ દિન પ્રતિદિન વધુ મજબૂત બને તે માટેના પ્રયત્ન કરવામાં અન્ય 20 થી વધારે ગામડા પણ કામે લાગ્યા છે ત્યારે સ્મશાન ગૃહ પણ સુંદર હોય સાથોસાથ જીવનનું અંતિમ સત્ય દરેક વ્યક્તિ સ્વીકારતો થાય તે માટે પ્રાથમિક શિક્ષણથી લઈ ઉચ્ચતર શિક્ષણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ પણ હવે આ મંગલ મંદિરની મુલાકાત કરતા થયા છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.