Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે 182 બેઠકોમાં 1621 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણી જંગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election )માં 182 બેઠકો માટે આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે. સમાચાર મળી રહ્યા છે કે રાજ્યની તમામ 182 બેઠકો પર તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો સહિત 1621 ઉમેદવારો (Candidate) વચ્ચે રાજકીય જંગ ખેલાશે. આ ઉમેદવારોમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારો સુરતમાં ઉભા રહ્યા છે. ચૂંટણીનું ચિત્ર થયું ફાયનલ બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસ બાદ હવે ગુજરાત વિધાનસભા
હવે 182 બેઠકોમાં 1621 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણી જંગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election )માં 182 બેઠકો માટે આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે. સમાચાર મળી રહ્યા છે કે રાજ્યની તમામ 182 બેઠકો પર તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો સહિત 1621 ઉમેદવારો (Candidate) વચ્ચે રાજકીય જંગ ખેલાશે. આ ઉમેદવારોમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારો સુરતમાં ઉભા રહ્યા છે. 
ચૂંટણીનું ચિત્ર થયું ફાયનલ 
બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસ બાદ હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીમા ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાને રહ્યા છે જેમાં  પહેલા તબક્કાની 89 બેઠકો માટે ફાઇનલ રીતે 788 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે. 1લી ડિસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થશે. જ્યારે 5મી ડિસેમ્બરે યોજાનારી  બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે. 
 
પહેલા તબક્કામાં 788 ઉમેદવારો
પ્રાપ્ત માહિતી મુજબ પહેલા તબક્કાની 89 બેઠકો માટે કુલ 1362 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન 363 ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા છે અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે 211 ઉમેદવારો એ ઉમેદવારી પરત ખેંચ્યા હતા, જેથી પહેલા તબક્કાની 89 બેઠકો માટે કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે.
બીજા તબક્કામાં 833 ઉમેદવારો
ઉપરાંત  બીજા તબક્કાની 93 બેઠકો માટે વિવિધ પક્ષો અને અપક્ષ સહિત કુલ 1515 ફોર્મ ભરાયા હતા. જેમા ફોર્મ ચકાસણીમાં 403 ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ રદ થતા કુલ 1112 ઉમેદવારો બચ્યા હતા અને તેમાંથી  279 ઉમેદવારોએ ફોર્મ પરત ખેચતા બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારો બચ્યા છે જેથી બીજા તબક્કાની 93 વિધાનસભા બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

સૌથી વધુ અપક્ષ સુરતમાં
આ ઉપરાંત અન્ય પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવાર સુરતમાં છે. સુરતની 16 બેઠક ઉપર 75 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે જેમાં લઘુમતી મુસ્લિમ મતદારો ધરાવતી બેઠકો પર સૌથી વધુ અપક્ષ ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહ્યા છે. 
75 ઉમેદવાર અપક્ષ ઉભા રહ્યા
સુરત પૂર્વ બેઠક ઉપર કુલ 14 ઉમેદવાર પૈકી 12 ઉમેદવાર લઘુમતી સમાજના છે. સુરત જિલ્લામાં કુલ 168 ઉમેદવાર છે જેમાં 168 પૈકી 75 અપક્ષ ઉમેદવાર છે.  સુરત ઉત્તર બેઠક ઉપર ચાર લઘુમતી અપક્ષ ઉમેદવાર છે જ્યારે સુરતની લીંબાયત બેઠક ઉપર 44 ઉમેદવાર પૈકી 34 અપક્ષ ઉમેદવાર છે અને તેમાં પણ 31 ઉમેદવારો લઘુમતી છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.