નવનિયુક્ત IG રવિ ગાંધીએ કચ્છ સરહદની મુલાકાત લીધી, સુરક્ષાની સ્થિતિની કરી સમીક્ષા
ભારત પાકિસ્તાનની સરહદની અડકીને આવેલા સરહદી કચ્છ જિલ્લામાં સીમા સુરક્ષા દળના નવનિયુક્ત આઈ. જી રવિ ગાંધીએ જુદા જુદા વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ સીમા સુરક્ષા દળના કર્મચારીઓ સાથે પણ બેઠક યોજી હતી. તેમણે મુખ્ય મથક ભુજ સહિતના વિસ્તારોની મુલાકાત લીધી તેની સાથે સીમા સુરક્ષા દળ ની ચોકીઓની પણ મુલાકાત લીધી હતી. કર્મચારીઓને કોઈપણ તકલીફ છે કે કેમ તેમજ સુરક્ષામાં કોઈ કચાસ છે કે કેમ ત
ભારત પાકિસ્તાનની સરહદની અડકીને આવેલા સરહદી કચ્છ જિલ્લામાં સીમા સુરક્ષા દળના નવનિયુક્ત આઈ. જી રવિ ગાંધીએ જુદા જુદા વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ સીમા સુરક્ષા દળના કર્મચારીઓ સાથે પણ બેઠક યોજી હતી. તેમણે મુખ્ય મથક ભુજ સહિતના વિસ્તારોની મુલાકાત લીધી તેની સાથે સીમા સુરક્ષા દળ ની ચોકીઓની પણ મુલાકાત લીધી હતી.
કર્મચારીઓને કોઈપણ તકલીફ છે કે કેમ તેમજ સુરક્ષામાં કોઈ કચાસ છે કે કેમ તે અંગેની માહિતી પણ તેમણે મેળવી હતી . સીમા સુરક્ષા દળના આઈ.જી રવિ ગાંધી સાથે સ્થાનિક દળના અધિકારીઓ પણ તેમની સાથે જોડાયા હતા. રવિ ગાંધીએ જણાવ્યું હતું કે સરહદી કચ્છ જિલ્લામાં સુરક્ષામાં કોઈપણ કચાસ ન રહે તે માટે સીમા સુરક્ષા દળ હંમેશા એલર્ટ રહેશે અને કોઈપણ જાતની કચાસ નહીં રહે તેવી ખાતરી પણ આપી હતી.
રવિ ગાંધીએ જણાવ્યું હતું કે સરહદી જિલ્લામાં સીમા સુરક્ષા દળ દરિયાઈ અને રણ વિસ્તારની હંમેશા સુરક્ષા કરે છે તેમજ સરકારના ખાસ આયોજનથી તમામ ખૂટતી કડીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે અને હાલમાં પણ સુરક્ષાને લગતી કોઈપણ કચાસ રહેશે નહીં. નવનિયુક્ત આઈ. જી રવિ ગાંધીનું સ્થાનિક અધિકારીઓએ સન્માન કર્યું હતું.
ખાસ કરીને કચ્છ જ્યારે પાકિસ્તાનને અડકીને આવેલો જિલ્લો હોવાથી ખુબજ સંવેદનશીલ ગણાય છે.. જેથી તેમણે તમામ ચોકીની મુલાકાત લીધી હતી. તેની સાથે સાથે હરામિનાળા ,સરક્રિક, ખડીર સહિતના વિસ્તારોની જાત માહિતી મેળવી હતી તેમજ સીમા સુરક્ષા દળના કર્મચારીઓ સાથે પણ બેઠક યોજી હતી.
આ પણ વાંચોઃ રાજ્યવ્યાપી સાયબર રેકેટ ઝડપાયું, ONLINE શોપિંગના નામે છેતરપિંડીનો ખેલ કરાયો, જાણો સમગ્ર અહેવાલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement