Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરશે :PM MODI

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજથી બે દિવસ માટે ગુજરાત (Gujarat)ના પ્રવાસે છે. તેઓ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કર્યા બાદ અડાલજના ત્રિમંદિર ખાતે પહોંચ્યા હતા.  અડાલજના ત્રિમંદિરથી મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો વડાપ્રધાનશ્રીએ  પ્રારંભ કરાવ્યો હતો. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો પ્રારંભવડાપ્રધાનશ્રી અડાલજ ત્રિમંદિર ખાતેના કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા અને તેમણે દેશના સૌથà
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરશે  pm modi
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજથી બે દિવસ માટે ગુજરાત (Gujarat)ના પ્રવાસે છે. તેઓ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કર્યા બાદ અડાલજના ત્રિમંદિર ખાતે પહોંચ્યા હતા.  અડાલજના ત્રિમંદિરથી મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો વડાપ્રધાનશ્રીએ  પ્રારંભ કરાવ્યો હતો. 

મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો પ્રારંભ
વડાપ્રધાનશ્રી અડાલજ ત્રિમંદિર ખાતેના કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા અને તેમણે દેશના સૌથી મોટા શાળાકીય શિક્ષણ મિશનની શરૂઆત કરાવી હતી અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો પ્રારંભ વડાપ્રધાનશ્રીએ કરાવ્યો હતો. 
હવે 5Gથી દેશમાં મોટો બદલાવ આવશે
આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સને શુભકામના આપું છું. હાલમાં જ દેશે 5G યુગમાં પ્રવેશ કર્યો છે. ઇન્ટરનેટની 1Gથી 4G સેવાનો આપણે ઉપયોગ કર્યો છે. હવે 5Gથી દેશમાં મોટો બદલાવ આવશે.
મિશન સ્કૂલ ઓફ એકલન્સ મહત્વપૂર્ણ પગલું
તેમણે કહ્યું કે  મને ખુશી છે કે ગુજરાતના મિશન સ્કૂલ ઓફ એકલન્સથી મહત્વપૂર્ણ પગલું ભરાશે. વીતેલા 2 દાયકામાં શિક્ષણ ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. 20 વર્ષમાં 100માંથી 20 બાળકો સ્કૂલ જતા ન હતા. જે બાળકો સ્કૂલ જતા હતા તેમાંથી ઘણા 8માં સુધીમાં સ્કૂલ છોડી દેતા હતા. બાળકીઓની સ્થિતિ તો ખરાબ હતા અને તેમને સ્કૂલમાં મોકલાતી ન હતી. આદિવાસી વિસ્તારોમાં સાયંસ ભણાવાતું ન હતું. 

મે જે બાળકોને સ્કૂલમાં મોકલ્યા હતા તે આજે મને મળ્યા
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે હમણા જે બાળકો મને મળ્યા તે એ બાળકો હતા જ્યારે 2003માં પહેલો શાળા પ્રવેશોત્સવ કર્યો હતો અને હું આદિવાસી ગામડામાં ગયો હતો અને જે ગામમાં ઓછું શિક્ષણ હતું ત્યાં ગયો હતો. મે તેમના માતા પિતાને કહ્યું હતું કે હું ભિક્ષા માગું છું કે તમારી દીકરીને ભણાવવાની છે. હું જે બાળકોને આંગળી પકડીને સ્કૂલમાં લઇ ગયો હતો તે બાળકોના આજે દર્શન કર્યા. તેમના માતા પિતાને વંદન કે તેમણે મારી વાતને સ્વીકારી. બે દાયકામાં ગુજરાતમાં સવા લાખથી વધુ નવા ક્લાસ રુમ બન્યા. 2 લાખથી વધુ શિક્ષકોની ભરતી કરી.ગામે ગામ જઇને મે તમામને સ્કૂલ મોકલવાનો આગ્રહ કર્યો હતો. અમે શિક્ષણની ગુણવત્તા પર પણ ધ્યાન આપ્યું જેથી પ્રવેશોત્સવની સાથે સાથે ગુણોત્સવની પણ શરુઆત કરી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું આકલન થતું હતું. તંત્રના તમામ અધિકારી ત્રણ દિવસ માટે ગામે ગામ સ્કૂલ જતા હતા. 

ગુજરાતે શિક્ષણમાં અનેક પ્રયોગ કર્યા
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે  ગુજરાતે શિક્ષણમાં અનેક પ્રયોગ કર્યા છે.  શિક્ષણના ક્ષેત્રમાં નવા પ્રયોગ કરવા એ ગુજરાતના ડીએનએમાં છે. ગુજરાતનું શિક્ષા મોડલ દેશમાં આદર્શ બન્યું છે. ગુજરાતની 15 હજાર સ્કૂલોમાં ટીવી પહોંચ્યા છે. આજે ગુજરાતમાં 1 કરોડથી વધુ વિદ્યાર્થી અને 4 લાખ શિક્ષકોનું ઓનલાઇન એટેડન્સ કરાય છે. આ મિશન હેઠળ આ શાળાઓમાં 50 હજાર ક્લાસ રુમ, 1 લાખ સ્માર્ટ ક્લાસ રુમને આધુનિક રુપે વિકસીત કરાશે. આધુનિક સ્કૂલ વિદ્યાર્થીઓની દરેક જરુરીયાતો પુરી કરશે. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિના દરેક પહેલુંને અહીં આવરી લેવાશે. 
દેશમાં 14 હજાર પીએમશ્રી સ્કૂલ શરુ કરાશે
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે આ જ પ્રકારના બદલાવ માટે કેન્દ્ર સરકાર પ્રોત્સાહન આપે છે. દેશમાં 14 હજાર પીએમશ્રી સ્કૂલ શરુ કરવામાં આવશે. સરકાર આ યોજના પાઠળ 27 હજાર  કરોડ ખર્ચશે. બાળકોને પોતાની જ ભાષામાં બહેતર શિક્ષણ મળશે. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ દેશને ગુલામીની માનસિક્તામાંથી મુક્ત કરશે. ભારતીય ભાષાઓમાં અભ્યાસક્રમ તૈયાર કરાઇ રહ્યો છે. ગુજરાત પાસે મોટી તક છે. 
શું છે આ મિશન
આ મિશન થકી આગામી 4-5 વર્ષમાં સ્પીડ અને સ્કેલ થકી શાળાઓમાં સર્વગ્રાહી પરિવર્તન લાવવાનું લક્ષ્ય રખાયું છે. સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સ માટે કુલ 50,000 વર્ગખંડો અને 1.5 લાખ સ્માર્ટ વર્ગખંડો, 20,000 કમ્પ્યુટર લેબ અને 5,000 અટલ ટિંકરિંગ લેબ્સ બનાવવામાં આવશે.
5,567 કરોડના શાળાના માળખાકીય કામો
આ મિશનમાં રૂ. 5,567 કરોડના શાળાના માળખાકીય કામોની અમલવારી તબક્કાવાર થશે. હાલમાં, કુલ રૂ. ૧,૬૫૦ કરોડના ખર્ચે ૭,૦૦૦ શાળામાં ૮,૦૦૦ વર્ગખંડો અને ૨૦,૦૦૦ અન્ય સુવિધાઓના કાર્યો પ્રગતિ હેઠળ છે. કુલ રૂ. ૨,૮૮૧ કરોડથી વધુના ખર્ચે ૪,૦૦૦થી વધુ શાળાઓમાં કુલ ૧૩,૫૦૦ વર્ગખંડો તેમજ અન્ય સંકુલ બનશે.
 શું કહ્યું મુખ્યમંત્રીશ્રીએ 
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ સ્કૂલ થકી જ્ઞાનના અવસરો દેશના યુવાનોને મળતા થશે. તેમણે કહ્યું કે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે વૈશ્વિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તથા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થતી ગુજરાત આગળ વધ્યું છે. 
કાર્યક્રમમાં બાળકો સાથે વડાપ્રધાનશ્રીએ ખાસ વાતચીત કરી હતી. 
Advertisement

Tags :
Advertisement

.