જામનગરની જીજી હોસ્પિટલના માનસિક વોર્ડમાં મહિલા દર્દીનું ભેદી મોત
જામનગરમાં જીજી હોસ્પિટલના માનસિક વોર્ડમાં દાખલ મહિલા દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. અન્ય દાખલ મહિલા દર્દીએ જ મૃતક મહિલાનું ગળું દબાવી દેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાની તેણીના પતિએ આક્ષેપ કરતા હોસ્પિટલ પરિસરમાં શૂન્યતા પ્રસરી ગઈ હતી. હોસ્પિટલમાં હોબાળો મચી જતા પોલીસ પણ પહોચી હતી. આખરે હોસ્પિટલ તંત્રએ પેનલ પીએમ કરાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.જામનગરમાં જીજી હોસ્પિà
Advertisement
જામનગરમાં જીજી હોસ્પિટલના માનસિક વોર્ડમાં દાખલ મહિલા દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. અન્ય દાખલ મહિલા દર્દીએ જ મૃતક મહિલાનું ગળું દબાવી દેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાની તેણીના પતિએ આક્ષેપ કરતા હોસ્પિટલ પરિસરમાં શૂન્યતા પ્રસરી ગઈ હતી. હોસ્પિટલમાં હોબાળો મચી જતા પોલીસ પણ પહોચી હતી. આખરે હોસ્પિટલ તંત્રએ પેનલ પીએમ કરાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
જામનગરમાં જીજી હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં આવેલ માનસિક વોર્ડમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા મધુબેન અશોકભાઈ ભટ્ટીજાણી ઉવ ૪૦ નામના મહિલાનું કોઈ પણ કારણસર મૃત્યુ નીપજ્યું હતું. આ જ વોર્ડમાં દાખલ મહિલાએ ઝઘડો કરી તેણીનું ગળું દબાવી દેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મધુબેનનું મોત અન્ય મહિલાએ ગળું દબાવી દેતા થયુ હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા હોસ્પિટલ પરિસરમાં દોડધામ મચી ગઈ હતી.
મૃતક મહિલાના પતિ અશોકભાઈએ પત્નીનું મોત અન્ય મહિલાએ જ ઝઘડો કરી ગળું દબાવી દેતા મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને સીટી બી ડીવીજન પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. મૃતક મહિલાના મોતનું સચોટ કારણ જાણવા માટે તબીબોની પેનલ દ્વારા પીએમ કરવાનું નક્કી થયું હતું. જેને લઈને મામલો થાળે પડ્યો હતો.મૃતક છેલ્લા ૨૫ વર્ષથી માનસિક બીમારીથી પીડાતી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.