ક્ષમતા કરતા વધારે ભીડ થતાં મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, મુખ્યમંત્રીશ્રીએ રૂબરૂ ઘટના સ્થળે સમિક્ષા કરી
મોરબી દુર્ઘટનામાં 97 લોકોના મોત થયારાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મૂએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યુંમોચ્છુ નદીના પટમાં બચાવો-બચાવોની ચિચિયારી ઉઠીમોરબીમાં બેસતા વર્ષના દિવસે ખુલ્લો મુકાયેલો ઝૂલતો પુલ તૂટ્યો છે. આ દુર્ઘટનાથી અનેક લોકો પાણીમાં પડ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. આશરે 400થી વધારે લોકો પાણીમાં ખાબક્યા હોવાની માહિતી સામે આવી છે. મળતી વિગતો પ્રમામે વધારે પડતા લોકો પુલમાà
- મોરબી દુર્ઘટનામાં 97 લોકોના મોત થયા
- રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મૂએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
- મોચ્છુ નદીના પટમાં બચાવો-બચાવોની ચિચિયારી ઉઠી
મોરબીમાં બેસતા વર્ષના દિવસે ખુલ્લો મુકાયેલો ઝૂલતો પુલ તૂટ્યો છે. આ દુર્ઘટનાથી અનેક લોકો પાણીમાં પડ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. આશરે 400થી વધારે લોકો પાણીમાં ખાબક્યા હોવાની માહિતી સામે આવી છે. મળતી વિગતો પ્રમામે વધારે પડતા લોકો પુલમાં એકઠાં થઈ જતાં આ પુલ તુટ્યો છે. મુચ્છુ હોનારત બાદ આ મોરબીની સૌથી મોટી દુર્ઘટના છે. દુર્ઘટનાને પગલે મચ્છુ હોનારતની યાદો તાજી થઈ છે. હાલ મોરબીમાં ભયાનક માહોલ છે.
ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત દરમિયાન મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ 35 જેટલા લોકોના મોત થયાંની આશંકા વ્યક્ત કરી. 70 લોકોને બહાર કાઢવામાં આવી ચુક્યા છે. સાંજે 6.30 કલાકે આ દુર્ઘટના ઘટી હતી.
બાળકોને તણાઈને જતાં જોયા: પીડિત
દુર્ઘટનાના પીડિત સિદીકભાઈ સાથે ગુજરાત ફર્સ્ટે વાત કરી જેમાં તેમણે જણાવ્યું કે, સાંજે 6 વાગે આવી ટીકીટ લઈ અડધે સુધી પહોંચ્યા ત્યાં પુલ તુટ્યો. તરતા નહોતું આવડું તેથી જેમ-તેમ કરી તુટેલા પુલને પકડી અડધી કલાક લટકી રહ્યાં હતા. અમે ગયા ત્યારે પુલ ડગમગી રહ્યો હતો. પુલ પર આશરે 300 થી 500 લોકો હતા. નાના બાળકો તણાઈ તણાઈને જતાં હતા. મહિલાઓ અને બાળકો વધારે હતા. રાડામાં રાડ હતા બધા. ચીસો પાડી રહ્યાં હતા.
સ્થિતિ ભયજનક હતી: પીડિત
અન્ય એક પીડિતે જણાવ્યું કે, સ્થિતિ ભયજનક હતી. એક સાઈડનું ડિવાઈડર તુટી જ ગયું. જે બચી ગયા એ બચી ગયા. અમે જાળી પકડી એટલે બચી ગયા. હું, મારો ભાઈ અને મિત્ર હતા. તરત જ બચાવ કામગીરી શરૂ થઈ ગઈ હતી.
200થી વધારે લોકો જોડાયા બચાવ કાર્યમાં
આ બચાવ કાર્યમાં 200થી વધારે લોકો 2 કલાકથી વધારે સમયથી મહેનત કરી રહ્યાં છે. મોરબીની દુર્ઘટના પર મુખ્યમંત્રીશ્રીએ સહાયની જાહેરાત કરી છે.
મોરબી દુર્ઘટના અપડેટ
- આમા માનવવધનો ગુનો દાખલ થશે કંપની વિરુદ્ધ
- બ્રિજ તૂટ્યો ત્યાં 20 ફૂટ ઊંડું પાણી હતું
- મૃતકોમાં 15 બાળકો છે
- મુખ્યમંંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ પહોંચ્યા, અહીંથી તેમનો કાફલો મોરબી જવા રવાના
- જામનગર એરફોર્સથી ગરુડ કમાન્ડો રવાના થયા
- 50 બોટ્સ, 50 ગરુડ કમાન્ડો અને 50 ડ્રાઈવર રવાના
- રાત્રી દરમિયાન ગરુડ કમાન્ડો રેસ્ક્યુ ની કામગીરી કરશે
- અમદાવાદ ફાયર અને ઈમરજન્સી વિભાગ દ્વારા મોરબી શહેરના મચ્છુ નદી પર ઝૂલતા પુલની થયેલ દુર્ઘટના માટે 1 સ્ટેશન ઓફિસર, 1 સબ ઓફિસર અને 24 ફાયરમેન સ્ટાફ સાથે બચાવ કામગીરી માટે 3 રેસક્યૂ બોટ સહિતનો સ્ટાફ મોરબી જવા રવાના થયો.
- 200 જેટલા સ્વાસ્થ્ય કર્મચારીઓ ખડેપગે છે.
- રાજકોટ સિવિલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે.
- મોરારી બાપુએ દુર્ઘટના અંગે દિલસોજી પાઠવી
- મચ્છુ નદીના પાણીનું સ્તર ઘટાડવા કામગીરી શરૂ
- દરેક પાર્ટીના લોકો સેવાકાર્યમાં જોડાયા
- મોરબી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો
- મોરબી હોનારતની ઘટના તાજી થઈ, સ્થિતિ પણ કંટ્રોલ રાખવા જિલ્લાની પોલીસ તૈનાત
- મોરબી બ્રિજ દુર્ધટનામાં 90 લોકોના મોત
- મૃતકોમાં સૌથી વધારે મહિલાઓ અને બાળકો
- આવતીકાલનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રોડ-શો રદ્દ
- મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા ઘટના સ્થળે, સ્થળનું નિરિક્ષણ કરી રહ્યાં છે.
- અમદાવાદના ગૌસ્વામી પરિવારે સાંજે 4 વાગ્યે મેનેજમેન્ટને કર્યાં હતા સચેત, પણ તેમણે સરખો જવાબ આપ્યો નહોતો: અમદાવાદનો ગૌસ્વામી પરિવાર
- બ્રિજ પર સુરક્ષાના કોઈ સંસાધનો નહોતા: અમદાવાદનો ગૌસ્વામી પરિવાર
- ઘટના સ્થળ બાદ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
- 43 વર્ષ બાદ ફરી મચ્છુમાં માતમના દ્રશ્યો
- મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 97 લોકોના મોત થયા છે, જ્યારે 180 લોકોનું રેસક્યું કરાયું છે, 50 હજુ ગૂમ
- મોરબી દુર્ઘટનાના બચાવ કાર્યમાં સેના જોડાઈ, જામનગરથી એક ટૂકડી મોરબી પહોંચી.
- મોરબીની ઘટનાને પગલે પોરબંદર લોહાણા મહાજને જલારામ જયંતિની શોભાયાત્રા કરી રદ્દ
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો રાહત કામગીરીમાં જોડાયા
- મોરબી દુર્ઘટના મામલે મુસ્લિમ સમુદાયે બ્લડ ડોનેશન માટે આવ્યો આગળ
- ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર ઘટનાની વિગત આપી
- ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર મળે અને તકલીફ ના પડે તેવી વ્યવસ્થા કરવા સુચના આપી: ગૃહ રાજ્યમંત્રીશ્રી
- મોરબીની સિવિલ હોસ્પિટલમાં દર 10 મિનિટે એક એમ્બ્યુલન્સ આવે છે
- માનવતા મહેકી : દરેક ધર્મની સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ આવી મદદે
ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ કાર્યરત
મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822-243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે.
મુખ્યમંંત્રી પહેલા ઘટનાસ્થળે જશે
રેન્જ આઈજી અશોકકુમાર યાદવે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીશ્રી પહેલા ઘટનાસ્થળે અને બાદમાં હોસ્પિટલ જશે તેમ જણાવ્યું હતું. તેમજ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
સમગ્ર ઘટનાક્રમ
- 6.30 કલાકે ઝૂલતો પુલ તૂટ્યો, ઘટના સમયે પુલ પર લગભગ 150 લોકો હતા
- 6.45 કલાકે રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી દેવામાં આવી
- પીએમ મોદીએ તાત્કાલીક મુખ્યમંત્રીને કોલ કરી ઘટનાની માહિતી મેળવી
- 6.48 કલાકે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો હર્ષ સંઘવીને ફોન
- ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી મોરબી જવા રવાના થયા
- રાત્રે 9.39 કલાકે મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી રાજકોટ પહોંચ્યા
હાલ આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. અત્યાર સુધીમાં 35 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવી ચુક્યા છે. જણાવી દઈએ કે, મોરબી શહેર વચ્ચેથી મચ્છુ નદી પસાર થઈ રહી છે અને તેના પર આ પુલ બનેલો છે. દુર્ઘટનાને પગલે મોરબી સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં સ્થિતિ પર કાબુ મેળવવા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ છે.
રાષ્ટ્રપતિશ્રીએ દુ:ખ વ્યક્ત કર્યું
રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મૂએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે, ગુજરાતના મોરબીમાં થયેલી દુર્ઘટનાએ મને ચિંતામાં મૂકી છે. અસરગ્રસ્ત લોકો સામે મારી સંવેદના રાહત અને બચાવના પ્રયાસોથી પીડિતોને મદદ મળશે.
Advertisement
મુખ્યમંત્રીશ્રીએ પ્રવાસ ટૂંકાવ્યો
મુખ્યમંત્રીશ્રીએ પોતાનો પ્રવાસ ટુંકાવી ગાંધીનગર આવવા રવાના થયા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, મોરબીની દુર્ઘટનાને પગલે માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથેના આગળના કાર્યક્રમોને ટૂંકાવીને ગાંધીનગર પહોંચી રહ્યો છું. ગૃહ રાજ્યમંત્રીશ્રીને સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું માર્ગદર્શન કરવા જણાવ્યું છે. SDRF સહિતની ટૂકડીઓને બચાવ કામગીરી માટે મોબીલાઈઝ કરવામાં આવી છે.
વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રીશ્રી સાથે કરી વાત
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ સાથે વાત કરી. તેમણે ઝડપી બચાવ કાર્ય અને સ્થિતિ પર નજર રાખવા અને અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ પહોંચાડવા જણાવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરી
મુખ્યમંત્રીશ્રીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.
Advertisement
અન્ય એક ટ્વીટમાં તેમણે જણાવ્યું કે, મોરબીની દુર્ઘટના અંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મારી સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવા અંગે તથા તંત્રને બચાવ કામગીરી અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું છે.
મળતી વિગત મુજબ 250થી વધારે લોકો પુલ પર હતા અને બનાવને પગલે જેટલી એમ્બ્યુલન્સ હતી તે સ્થળ પર મોકલી દેવામાં આવી છે. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. કેપેસિટી કરતા વધારે લોકો ભેગા થઈ જતાં આ દુર્ઘટના ઘટી છે.
મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, અનેક લોકો પાણીમાં ડૂબ્યા
Advertisement
ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે તથા રાજકોટથી પણ એક ટીમ રવાના કરાઈ છે. આ પુલનો ઉપયોગ વિદ્યાર્થીઓ વધારે કરતા હોવાનું જાણવા મળ્યું છે. તંત્રની સાથે સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા છે.
વિજય રૂપાણીની ગુજરાત ફર્સ્ટ સાથે કરી વાત
દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરૂ છું. આ મોટી દુર્ઘટના છે. સરકાર કામે લાગી ગઈ છે. તંત્ર અને સ્થાનિક સેવાભાવી લોકો બચાવ કાર્યમાં જોડાય છે. ઓછામાં ઓછી કેઝ્યુલિટી થાય તે અનુસાર કામગીરી થઈ રહી છે. આ મામલે તપાસ થશે અને જવાબદાર સામે કામ કરવામાં આવશે પણ હાલ અસરગ્રસ્તોને સારવાર મળે તે મોટી પ્રાથમિકતા છે.
મોરબીનું વહીવટી તંત્ર ડુબ્યા છે તે લોકોને બચાવવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે. હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ છે. રવિવારનો દિવસ હોવાથી અહીં મોટી સંખ્યા લોકો અહીં આવ્યા હતા. લોકો બચવા માટે પુલના દોરડા પકડી રાખતા જોવા મળ્યા હતા.
દુર્ઘટના માટે જવાબદાર કોણ? આ સવાલો ઉભા થઈ રહ્યાં છે
ઝૂલતા પુલની દુર્ઘટના માટે કોણ જવાબદાર?
પુલ દુરસ્ત નહોતો તો લોકોને કેમ મુકાયો ખુલ્લો?
માત્ર 3 જ દિવસમાં કેવી રીતે બની દુર્ઘટના?
શું માત્રા કરતાં વધુ લોકોને જવા દેવાયા પુલ પર?
નિયત માત્રા કરતાં વધુ લોકોને કોણે જવા દીધા?