મોરબી પુલ દુર્ઘટનામા રીનોવેશન કોન્ટ્રાકટ સાઈન કરનાર જયસુખ પટેલનું લોકેશન ટ્રેસ થયાની ચર્ચા
મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. જ્યારે મોરબી પુલ રિનોવેશન કોન્ટ્રાકટ સાઈન કરનાર જયસુખ પટેલ હજુ પોલીસના હાથે લાગ્યો નથી ત્યારે આ વચ્ચે વિગતો મળી રહી છે કે, જયસુખ પટેલનું લોકેશન ટ્રેસ થયું હોવાની ચર્ચા થઈ રહી છે. ઓરેવાના મેનેજીંગ ડાયરેકટર જયસુખ પટેલનું લોકેશન હરિદ્વારમા ટ્રેસ થયું હોવાની ચર્ચા છે.લોકેશન ટ્રેસ થયુંસૂત્રો પાસેથી àª
મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. જ્યારે મોરબી પુલ રિનોવેશન કોન્ટ્રાકટ સાઈન કરનાર જયસુખ પટેલ હજુ પોલીસના હાથે લાગ્યો નથી ત્યારે આ વચ્ચે વિગતો મળી રહી છે કે, જયસુખ પટેલનું લોકેશન ટ્રેસ થયું હોવાની ચર્ચા થઈ રહી છે. ઓરેવાના મેનેજીંગ ડાયરેકટર જયસુખ પટેલનું લોકેશન હરિદ્વારમા ટ્રેસ થયું હોવાની ચર્ચા છે.
લોકેશન ટ્રેસ થયું
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ઓરેવા કંપનીના મેનેજીંગ ડિરેક્ટર જયસુખ પટેલનું લોકેશન ટ્રેસ થયું છે. જયસુખ પટેલ હરિદ્વારમાં પોતાના બંગલે હોવાની ચર્ચા છે. તેમજ મોરબી પોલીસે ગત રાત્રીના પન તેના ઓરેવા ફાર્મ તેમજ બંગલો પર સર્ચ હાથ ધર્યું હતું. લોકેશન મળતા એક ટીમ હરિદ્વાર તપાસ કરવા રવાના થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
તપાસની કડી ધ્રાંગધ્રા સુધી પહોંચી
ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોરબી પોલીસ દ્વારા ધ્રાંગધ્રામા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઝૂલતો પુલ રીનોવેશન કરવાનો કોન્ટ્રાકટ રાખનાર બન્ને આરોપી ધ્રાંગધ્રાના હોય પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી કોન્ટ્રાકટર પ્રકાશ લાલજી પરમાર અને દેવાંગ પ્રકાશ પરમારના ઘરે જડતી લેવાઈ હતી. બન્ને આરોપીઓના ઘેરથી કોન્ટ્રાક્ટને લગતું સાહિત્ય પણ કબ્જે કરાયું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
Advertisement